Get The App

બ્રાઉઝર શું છે ? એ એકઝેક્ટલી શું કામ કરે છે ?

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
બ્રાઉઝર શું છે ? એ એકઝેક્ટલી શું કામ કરે છે ? 1 - image


- ík{u VkuLk{kt çkúkWÍhLkku ðkhtðkh WÃkÞkuøk fhíkk nku, íku{ Aíkkt íkuLke ½ýe ðkíkkuÚke yòý nkuE þfku Aku

લેખનું શીર્ષક વાંચીને તમારા બે પ્રતિભાવ હોઈ શકે છે. એક, ‘‘લે, બ્રાઉઝરમાં વળી સમજવા જેવું શું છે?’’ બીજા પ્રતિભાવ રાજીપાનો હોઈ શકે, ‘‘ચાલો, જેના વિશે ઘણી ગૂંચવણો છે એ હવે દૂર થશે! જો તમારો પ્રતિભાવ આ બીજા પ્રકારનો હોય તો આ ઇઝી ગાઇડ તમારે માટે છે.

આપણા સૌ માટે ગૂગલ ક્રોમ, ફાયરફોક્સ મોઝિલા કે માઇક્રોસોફ્ટ એજ અથવા એપલના સફારી જેવા બ્રાઉઝરનાં નામ જાણીતાં છે. આપણે સૌ તેનો રોજે રોજ ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં બ્રાઉઝર એક્ઝેટલી શું છે, કેવી રીતે કામ કરે છે, તેની પાસેથી આપણે કેવાં કેવાં કામ લઈ શકીએ તેની આપણાંમાંના ઘણાને સ્પષ્ટતા હોતી નથી.

ઘણા લોકો એવા પણ હોય છે જેઓ પોતાના સ્માર્ટફોનમાં વોટ્સએપ કે ફેસબુકમાં આવેલી લિંક કરીને બ્રાઉઝરમાં જે તે વેબપેજ પર પહોંચે પરંતુ પોતે વોટ્સએપ કે ફેસબુકમાંથી બહાર નીકળીને કોઈ બ્રાઉઝર એપમાં પહોંચ્યા છે તેની તેમને ખબર ન હોય. જોકે હવે ‘ઇન-એપ બ્રાઉઝર’ પણ વિકસ્યાં છે, એટલે જે તે એપમાં જ એ વેબપેજ ખૂલે એવું પણ બને. પરંતુ આખરે એ પણ બ્રાઉઝરની જ કમાલ થઈ.

હવે મૂળ વાત કરીએ.

તમને યાદ હોય તો  ઘણા સમય પહેલાં ઇન્ટરનેટ માટે ‘ઇન્ફર્મેશન સુપરહાઇવે’ એવો શબ્દ પ્રયોગ થતો હતો. એને જ આધાર બનાવીએ તો એમ કહી શકાય કે ઇન્ટરનેટની અફાટ દુનિયામાં આપણે જુદા જુદા ખૂણે પહોંચવું હોય તો એ માટે બ્રાઉઝર આપણા વાહનની ગરજ સારે છે.

જોકે વાહન કરતાં બ્રાઉઝરને બ્રિજ એટલે કે પૂલ તરીકે ઓળખવાં એ વધુ સાચી રીત છે.

ઇન્ટરનેટ આખરે તો દુનિયાભરના એકમેક સાથે જોડાયેલાં અસંખ્ય કમ્પ્યૂટર્સનું બનેલું વિરાટ જાળું છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઇએ છીએ એ બધું જ સર્વર તરીકે ઓળખાતા કમ્પ્યૂટર્સના વિરાટ નેટવર્કમાં સચવાયેલું હોય છે.

વાત વેબસાઇટની હોય કે કોઈ એપની, તેમાં જે કંઈ જોવા મળે એ બધું જ એટલે કે ટેક્સ્ટ, ઇમેજ, વીડિયો વગેરે બધું જ આવા સર્વરમાં સ્ટોર થયેલું હોય છે. આપણે પોતાના સ્માર્ટફોન કે પીસી/લેપટોપમાંથી એ સર્વરમાંનાં ડેટા સુધી પહોંચવું હોય તો એ કામ બ્રાઉઝર સહેલું બનાવે છે.

 ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે ગૂગલ ડ્રાઇવ જેવી અલગ અલગ એપ્સમાં આપણે જે જોઈએ છીએ એ બધું, માત્ર એ ચોક્કસ એપના સર્વરમાં સચવાયેલું હોય છે અને ત્યાંથી આપણા સુધી પહોંચે છે. જ્યારે બ્રાઉઝર આખેઆખા ઇન્ટરનેટ પર જે કંઈ છે, એ બધું જ શોધવામાં અને તેને આપણા સુધી પહોંચાડવાનું કામ કરે છે.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે દુનિયાનું સૌથી પહેલું બ્રાઉઝર ‘વર્લ્ડવાઇડવેબ’ તરીકે ઓળખાતું હતું. આપણે એને જ ઇન્ટરનેટ ગણતા હતા! ૧૯૯૦માં સર ટીમ બર્નર્સ લી નામના એક સંશોધકે એકમેક સાથે જોડાયેલાં કમ્પ્યૂટરમાંની માહિતી સહેલાઈથી જુદા જુદા કમ્પ્યૂટર પર જોઈ શકાય તે માટે આ બ્રાઉઝર વિકસાવ્યું.

બ્રાઉઝર શબ્દનો અર્થ જોઇએ તો જેમ ડ્રાઇવ કરે તે ડ્રાઇવર એમ બ્રાઉઝ - જુદી જુદી બાબતો ફંફોસે - તે બ્રાઉઝર!

આગળ જતાં મોઝેક, નેટસ્કેપ નેવિગેટર જેવાં બ્રાઉઝર વિકસ્યાં. તે પછી માઇક્રોસોફ્ટ કંપનીએ ઓગસ્ટ  ૧૯૯૫માં ‘ઇન્ટરનેટ એક્સપ્લોરર’ નામે એક બ્રાઉઝર વિકસાવ્યું. નામ જ તેનો ઉપયોગ સ્પષ્ટ કરે છે - ઇન્ટરનેટના પ્રવાસે લઈ જતું સાધન! પછી કંપનીએ પર્સનલ કમ્પ્યૂટર્સમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ્સ સાથે આ બ્રાઉઝર આપવાનું શરૂ કર્યું. તે સમયમાં ઇન્ટરનેટ સર્ફિંગ માટે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો એવો દબદબો હતો કે વર્લ્ડવાઇડવેબની જેમ આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરને જ ઇન્ટરનેટ માનતા હતા!

એ જૂનો જમાનો ફાસ્ટ ફોરવર્ડ કરીને અત્યારના સમયમાં આવી જઇએ તો હાલમાં ગૂગલ ક્રોમ સૌથી વધુ પોપ્યુલર બ્રાઉઝર છે અને એ પછી મોઝિલા ફાયરફોક્સ, એપલ સફારી, માઇક્રોસોફ્ટ એજ, ઓપેરા, બ્રેવ, વિવાલ્ડી જેવાં બ્રાઉઝર જાણીતાં છે. જુદી જુદી સ્માર્ટફોન મેન્યુફેકચર કરતી કંપની પણ પોતાના બ્રાઉઝર બનાવીને સ્માર્ટફોનમાં તેને એપ તરીકે ઇન્સ્ટોલ કરતી હોય છે.

આપણે અથવા લેપટોપમાં એકથી વધુ બ્રાઉઝર ઇન્સ્ટોલ કરી શકાય. જ્યારે પણ આપણે કોઈ પણ લિંક પર ક્લિક કરીએ ત્યારે તે આપણા મનપસંદ બ્રાઉઝરમાં જ ઓપન થાય તેવું સેટિંગ કરી શકાય છે. ક્યારેક ફુરસદે બ્રાઉઝરનાં સેટિંગ્સ પણ તપાસી જુઓ.

çkúkWÍh{kt þwt þwt ÚkE þfu?

ઇન્ટરનેટ સર્ફ કરવું: બ્રાઉઝરમાં સૌથી મથાળે આપેલ એડ્રેસબારમાં આપણે કોઈ પણ વેબસાઇટનું એડ્રેસ લખી શકીએ. આ એડ્રેસબાર હવે સર્ચ બાર તરીકે પણ કામ આપે છે. એટલે આખા યુઆરએલને બદલે અમુક શબ્દો લખીએ તો તેને સંબંધિત માહિતી પણ બ્રાઉઝર આપણને શોધી આપે. આમ બ્રાઉઝર મૂળભૂત રીતે ઇન્ટરનેટના સર્ફિંગ કે નેવિગેશનમાં એટલે કે જુદા જુદા વેબસાઇટ, વેબપેજ કે માહિતી સુધી પહોંચવામાં આપણને મદદરૂપ થાય છે.

વેબપેજ જોવાં: આપણે બ્રાઉઝરના એડ્રેસબારમાં કોઈ વેબસાઇટનું એડ્રેસ લખીએ એટલે બ્રાઉઝર એ એડ્રેસને આધારે જે તે વેબસાઇટનો ડેટા દુનિયાના કયા ખૂણે, કયા સર્વરમાં સચવાયેલો પડ્યો છે તે જાણી લે છે અને સર્વરને એ બધી માહિતી પોતાને મોકલવાની રિકવેસ્ટ મોકલે છે. તેના જવાબમાં સર્વર જે તે વેબપેજ પરની બધી માહિતી બ્રાઉઝર સુધી પહોંચાડે છે. આપણને પોતાના સ્ક્રીન પર વેબપેજ જેવું દેખાય છે તેવું વાસ્તવમાં તે હોતું નથી.  એ બધો ડેટા અલગ અલગ જગ્યાએ ઇમેજ, ટેકસ્ટ, વીડિયો તથા જુદા જુદા પ્રકારના કોડ સ્વરૂપે સચવાયેલો હોય છે. બ્રાઉઝર એ બધું ભેગું કરીને આપણને સમજાય તેવા સ્વરૂપે બતાવે છે (અલબત્ત એ માટેની બધી સૂચના સર્વર પરથી આવતા ડેટામાં જ સામેલ હોય છે).

અલગ અલગ ટેબનો ઉપયોગ: બધાં મોડર્ન બ્રાઉઝર આપણને એક જ વિન્ડોમાં જુદી જુદી ટેબ ઓપન કરીને તેમાં જુદાં જુદાં વેબપેજ જોવાની સગવડ આપે છે. આ કારણે આપણું સર્ફિંગ વધુ ઝડપી અને સહેલું બની શકે છે. નવાં બ્રાઉઝર એકસરખા વિષયની જુદી જુદી ટેબને એક ગ્રૂપ તરીકે ગોઠવવાની અને એક ગ્રૂપ તરીકે સેવ કરી લેવાની સગવડ આપે છે. ફક્ત ટાઇમપાસ માટે નહીં પરંતુ ચોક્કસ હેતુ સાથે રિસર્ચ કરતા લોકોને આ સગવડ વરદાનરૂપ બની શકે છે.

બુકમાર્ક અને હિસ્ટ્રી: બધાં જ બ્રાઉઝર આપણને જે કોઈ વેબપેજ ભવિષ્યમાં ફરી જોવા જેવુું લાગે તેને બુકમાર્ક તરીકે સેવ કરી લેવાની સગવડ આપે છે. આ માટે મોટા ભાગે એડ્રેસબારના જમણા છેડે દેખાતો સ્ટાર ક્લિક કરવાનો હોય છે. આ પછી બ્રાઉઝરના જમણા છેડે આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરીને આપણે બ્રાઉઝરનાં સેટિંગ્સમાં જઇ શકીએ છીએ અને ત્યાંથી આપણે સેવ કરેલા બુકમાર્ક જોઈ શકીએ છીએ. અહીં તમે જોશો તેમ આપણે નજીકના ભૂતકાળમાં જે કોઈ વેબપેજ જોયાં હોય તેની હિસ્ટ્રી પણ તપાસી શકાય છે. આપણે જોયેલાં બધાં વેબપેજ ઝડપથી ઓપન થાય એ માટે બ્રાઉઝર વેબપેજની અમુક બાબતો ‘કેશ’ તરીકે સાચવી લેતું હોય છે. તેને આપણે થોડા થોડા વખતે ક્લિન કરતા રહીએ તો બ્રાઉઝર વધુ સારી રીતે કામ આપે છે.


Google NewsGoogle News