Get The App

ઈઝરાયલમાં પક્ષીની જેમ ત્રાટક્યા આતંકીઓ! પેરાગ્લાઈડીંગ એટેકથી ભારત શું શીખ્યું? ચીફ એર માર્શલે જણાવી તૈયારી

ભારતની સેના 5 દેશ સાથે સરહદ ધરાવે છે. ઇઝરાયેલ કરતા ભારતની સીમાની લંબાઈ વધુ છે

ઇઝરાયેલ કરતા અલગ ચેલેન્જીસ હોવા છતાં આપણી સેના તૈયાર છે

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલમાં પક્ષીની જેમ ત્રાટક્યા આતંકીઓ! પેરાગ્લાઈડીંગ એટેકથી ભારત શું શીખ્યું? ચીફ એર માર્શલે જણાવી તૈયારી 1 - image


Israel Hamas War: Indian Air Force તેનો 91મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે ત્યારે દેશભરમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગુવાહાટીમાં ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ એર માર્શલ એસપી ધરકડે કહ્યું કે આપને ઇઝરાયેલ અને હમાસન યુદ્ધથી ઘણું બધું શીખી રહ્યા છીએ. ભારતની એર સિક્યુરિટી મજબુત અને તાકાતવાન છે જેથી આપણેકોઈપણ ખતરાનો સામનો કરવા માટે તૈયાર છીએ. 

ભારતની બોર્ડર મોટી અને ચેલેન્જીસ પણ અલગ 

એસપી ધરકડે કહ્યું કે આપના દેશની સીમા 20 હજાર ફૂટની ઉંચાઈ પણ જંગલો અને રણવિસ્તારનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલ કરતા અલગ ચેલેન્જીસ હોવા છતાં આપણી સેના તૈયાર છે. સીમા પર આપણા દ્વારા મોર્ડન હથિયાર અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇઝરાયેલમાં પેરાગ્લાઈડીંગ એટેકની ધ્યાનમાં રાખીને તેમને કહ્યું કે આપણી સીમા પર ઘુસપેઠ કરવી શક્ય નથી. 

એરફોર્સ પાસે છે તાકતવર રડાર સિસ્ટમ

ઇન્ડિયન એરફોર્સના પૂર્વી કમાંડના બે ભાગ છે. તેમજ તેની પોતાની કંટ્રોલ સિસ્ટમ છે. આ કમાંડ આથી આધુનિક અને શક્તિશાળી બેઝ છે. આપણું પોતાનું નેટવર્ક, ઇન્ટીગ્રેટેડ કમાંડ અને કંટ્રોલ સિસ્ટમ છે. પૂર્વી કમાંડની અંદર આવતી બધી જ સીમાઓ પર રડાર સિસ્ટમ લગાવવામાં આવી છે. જેથી દુશ્મન ક્યાયથી ઘુસપેઠ કરી ન શકે. 

બેઝ વચ્ચેનો ગેપ જેટ્સ પૂરો કરે છે

ભારત મોટો દેશ હોવાથી એરફોર્સ બેઝ વછે વધુ ગેપ જોવા મળે છે. એવામાં જો ફાયટર જેટ્સની વાત કરવામાં આવે તો પીસટાઈમમાં તેની સંખ્યા અને બેઝ વધારવો પડશે. જેના પર ટ્રેનિંગ અને પ્રેક્ટીસ થશે. પરંતુ બેઝની વચ્ચેનો ગેપ ફાઈટર જેટ્સ પૂરો કરે છે. આપણે કોઈપણ બેઝથી દુશ્મનને નિશાન બનાવવાની ક્ષમતા ધરાવીએ છીએ. 

કોઈપણ સમયે ક્યાંય પણ પહોંચવા સક્ષમ 

આપણે એક બેઝથી બીજા બેઝ પર ખુબ ઓછા સમયમાં આપણા ફાયટર જેટ્સને પહોચાડી શકીએ છીએ. ભારત પાસે બે રાફેલ સ્ક્વોડ છે. જરૂર પડે તો સેના અને સરકારના નિર્ણયથી તેમાં વધારો કરી શકાય છે. એરફોર્સના સ્થાપના દિવસે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સારંગ હેલિકોપ્ટર, એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર, ચિનુક, ડોર્નિયર એરક્રાફ્ટની સાથે સુખોઈ સૂ-30 રાફેલે પણ શક્તિ પ્રદર્શન કર્યું હતું. 

ઈઝરાયલમાં પક્ષીની જેમ ત્રાટક્યા આતંકીઓ! પેરાગ્લાઈડીંગ એટેકથી ભારત શું શીખ્યું? ચીફ એર માર્શલે જણાવી તૈયારી 2 - image


Google NewsGoogle News