ધરતી પર પડશે 4 લાખ કિલોનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, જાણો નાસાએ કેમ આપી ચેતવણી

20 દેશોએ 1998માં અવકાશમાં મોકલેલ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ધરતી પર લાવવાની યોજના

સ્ટેશનને અવકાશમાંથી ધરતી પર લાવવામાં સામાન્ય બેદરકારી થશે તો મોટી તબાહી સર્જાશે : નાસા

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ધરતી પર પડશે 4 લાખ કિલોનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, જાણો નાસાએ કેમ આપી ચેતવણી 1 - image
Image - NASA
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (American Space Agency NASA)એ ધરતી પર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space Station) પડવાની ચેતવણી આપી છે. આ સ્ટેશનને ધરતી પર પાડવાની સામાન્ય બેદરકારી મોટી તબાહી સર્જી શકે છે. નાસાના એરોસ્પેસ સેફ્ટી એડવાઈઝરી પેનલે આ સ્ટેશનને ધરતી પર પરત લાવવાનું કહ્યું છે. વાસ્તવમાં રશિયા (Russia), કેનેડા (Canada), જાપાન (Japan) સહિત 20 દેશોએ સંયુક્ત રીતે 1998માં અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યું હતું. આ સ્ટેશનને 15 વર્ષ માટે અવકાશમાં મોકલાયું હતું અને તે હજુ સુધી કામ કરી રહ્યું છે. હવે તેને ધરતી પર પરત લાવવાની તૈયારી ચાલી રહી છે. અવકાશ યાત્રીઓ આ સ્ટેશનનો ઉપયોગ અવકાશ સાથે સંકળાયેલા રહસ્યો અને રિસર્ચ માટે કામ કરી રહ્યા છે. આ સ્ટેશનમાં અત્યાર સુધીમાં 200થી વધુ અવકાશ યાત્રીઓ ગયા છે.

અવકાશમાં આ સ્પેશ સ્ટેશન ક્યાં આવ્યું છે ?

ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી લગભગ 410 કિલોમીટર દૂર છે. 109 મીટર લાંબા સ્પેસ સ્ટેશનનું વજન 4 લાખ 50 હજાર કિલો છે, જે એક ફુટબોલ મેદાન બરાબર છે. આ સ્ટેશન બનાવવા પાછળ 15 કરોડ ડૉલરના ખર્ચ કરાયો હતો.

સ્પેસ સ્ટેશનમાં મેઈન્ટેનન્સની જરૂર, ખતરો વધવાની પણ સંભાવના

આ સ્પેસ સ્ટેશનને કેટલાક વર્ષે સુધી હજુ પણ અવકાશમાં રાખવાની નાસાની ઈચ્છા છે, જોકે આમ કરવાથી મેઈન્ટેનન્સની જરૂર પડશે, ઉપરાંત ખતરો પણ વધી શકે છે. આમાં હજારો કરોડો રૂપિયાનો ખર્ચ થસે. અમેરિકાએ થોડા દિવસો પહેલા જ સ્પેસ બજેટમાં કાપ મુકી હતી, તેથી આ સ્ટેશનને ધરતી પર ઉતારવાની તૈયારી છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ધરતી પર પડશે ?

નાસાએ જણાવ્યું કે, સ્પેસ સ્ટેશનથી કોઈપણ નુકસાન ન થાય તે રીતે ધરતી પર ઉતારવાની તૈયારીઓ કરાઈ રહી છે. જોકે નાસાએ એવું પણ કહ્યું કે, તેની લેન્ડિંગ નાસા માટે પડકાર જનક રહેશે. આ પ્રક્રિયા દરમિયાન જો કોઈ બેદરકારી થઈ તો ધરતી પર મોટુ નુકસાન થઈ શકે છે. નાસા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનને પોઈન્ટ નેમા પર નાખશે. આ તે જગ્યા છે, જ્યાં સેટેલાઈને નાખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનનો આકાર ઘણો મોટો છે, તેને પાડતી વખતે સામાન્ય બેદરકારીથી મોટું નુકસાન થઈ શકે છે, તેથી તેને પાડવા માટે મોટી યોજના બનાવવામાં આવી રહી છે.


Google NewsGoogle News