Get The App

ટેક કંપનીઓને આપણા ફોટોમાં શું દેખાય છે ?

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
ટેક કંપનીઓને આપણા ફોટોમાં શું દેખાય છે ? 1 - image


- ykÃkýk Vkuxku-ðerzÞku{ktÚke ½ýk çkÄk «fkhLke òýfkhe {u¤ðe ÷uðk{kt ykðu Au - fkuE ÔÞÂõík íkuLku òuíke Lk nkuðk Aíkkt.

ઇન્ટરનેટ પર બધો વ્યવહાર પાક્કા અમદાવાદી પડોશીઓ જેવો છે - એકમેકને જે જોઈએ તે ચોક્કસ આપે, પ્રેમથી આપે, પણ સામું કંઈક જરૂર મેળવે. ઇન્ટરનેટ પર જે કંઈ મફત દેખાય છે એ બધું પણ આખરે આ વાટકી-વ્યવહાર જેવું છે. એક હાથે આપે, તો બીજા હાથે લે. નક્કર રૂપિયા  નહીં તો બીજા કોઈ સ્વરૂપે, બીજું કશુંક, પણ ખરેખર મફત કશું ન મળે.

સોશિયલ મીડિયા ઉપરાંત ગૂગલ પણ આવું જ કરે છે. એ વિવિધ સર્વિસ ઘણી ઉદાર રીતે, બિલકુલ મફત આપે, પણ સામે આપણો ઘણો ડેટા મેળવે. સીધા આપણી પાસેથી નહીં, તો બીજા કોઈ પાસેથી રકમ વસૂલે જરૂર.

આ વાતનું એક ઉદાહરણ છે ગૂગલ ફોટોઝ સર્વિસ. આપણા ડિજિટલ ફોટો-વીડિયો સલામત અને વ્યવસ્થિત રીતે સ્ટોર કરવાના, અન્યો સાથે સલામત રીતે શેર કરવાની ને જ્યારે મન થાય ત્યારે જૂની યાદોમાં ખોવાઈ જવાની જે સુવિધા-મજા ગૂગલ ફોટોઝમાં છે એ બીજી કોઈ સર્વિસમાં નથી.

ગૂગલે પહેલાં તો આપણને ગમે તેટલા ફોટો-વીડિયો સ્ટોર કરવાની સગવડ આપી. પછી હળવેકથી મર્યાદા આંકી. સામે, આપણા ફોટો-વીડિયોમાંથી એ ઘણું બધું જાણે છે. મજાની વાત કે ગૂગલ અને તેના જેવી બીજી કંપનીઓ શું જાણે છે એ હવે આપણે જાણી શકીએ છીએ!

{kunLkËkMkLkku økqøk÷ VkuxkuÍ Mkk{u Lkðk Mk{ÞLkku MkíÞkøkún

નામ એમનું વિષ્ણુ મોહનદાસ. આપણા સૌ માટે જાણીતા મોહનદાસની જેમ એ પણ કદાચ સત્ય અને અહિંસાના આગ્રહી. વ્યવસાયે સોફ્ટવેર એન્જિનીયર. એક સમયે એ ગૂગલમાં જોબ કરતા હતા. દરમિયાન તેમને જાણ થઈ કે ગૂગલે ડ્રોનના ફૂટેજનો અભ્યાસ કરે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ડેવલપ કરવા યુએસ મિલિટ્રીને મદદ કરી હતી. મોહનદાસ એ સમયે ગૂગલમાં ‘ગૂગલ આસિસ્ટન્ટ’ પ્રોજેક્ટ પર કામ કરતા હતા. પોતાની કંપનીની આ નીતિ સામે તેમને વાંધો પડ્યો અને તેમણે ૨૦૨૦માં કંપની છોડી.

મોહનદાસને લાગતું હતું કે તેઓ ગૂગલ ફોટોઝમાં પોતાની અને ફેમિલીની જે ઇમેજિસ અપલોડ કરતા હતા તેનો પણ એઆઇ સિસ્ટમ્સને ટ્રેઇન કરવા માટે ઉપયોગ થતો હશે - પછી ભલે તેને યુએસ મિલિટ્રી સાથે સંબંધ હોય કે ન હોય.

મોહનદાસે વિચાર્યું કે ‘‘ભવિષ્યમાં શું થશે તેના પર મારો કોઈ અંકુશ નથી, પરંતુ મારે તો વધુ જવાબદાર બનવું જ રહ્યું.’’ તેમણે ગૂગલ ફોટોઝમાં પોતાની ઇમેજિસ અપલોડ કરવાનું બંધ કર્યું.

પરંતુ એટલેથી તેઓ ન અટક્યા. મોહનદાસ અત્યારે બેંગલુરુથી કાર્યરત છે. તેમણે ગૂગલની ફોટોઝ સર્વિસના વિકલ્પ રૂપે નવી સર્વિસ વિકસાવી, જે ઓપન સોર્સ છે, એટલે કે તેનો કોડ કોઈ પણ તપાસી શકે છે. સાથોસાથ આ સર્વિસ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ પણ છે. મોહનદાસના મતે આ સર્વિસ વધુ ખાનગી અને વિશ્વસનીય છે. મોહનદાસ કહે છે કે તેમના જેવા પ્રાઇવસી પસંદ લોકોને આ ફોટો સર્વિસ ગમી ગઈ છે અને તે પેઇડ હોવા છતાં તેના યૂઝર્સની સંખ્યા એક લાખનો આંક વટાવી ગઈ છે.

વાતમાં હવે ટ્વીસ્ટ આવે છે.

મોહનદાસને એક સવાલ સતાવતો હતો. તેમની સર્વિસ ગૂગલની ફોટોઝ કરતાં બહેતર છે, તેમાં ફોટો વધુ ખાનગી રહે છે તેવું લોકોને ગળે કેવી રીતે ઉતારવું?

મોહનદાસની નવી કંપનીમાં ઇન્ટર્નશિપ કરતા એક યંગ ડેવલપર પાસે આ સવાલનો જવાબ હતો. તેણે આઇડિયા આપ્યો કે ગૂગલનાં એઆઇ મોડેલ્સ આપણે આપેલી ઇમેજિસ કેવી રીતે જુએ છે અને તેમાંથી શું શું જાણી શકે છે, એ લોકોને બતાવીએ તો કેવું રહે?

આ આઇડિયામાંથી જન્મી એક અનોખી વેબસાઇટ : https://theyseeyourphotos.com.

પેલા ઇન્ટર્નના આઇડિયા પ્રમાણે આ વેબસાઇટ આપણને ખરેખર બતાવે છે કે આપણે ગૂગલ ફોટોઝમાં કોઈ ફોટો અપલોડ કરીએ એ પછી કંપનીનાં એઆઇ મોડેલ્સ એ ફોટોગ્રાફને બારીકીથી તપાસીને તેમાંથી કેવી કેવી માહિતી તારવે છે. મોહનદાસની આ વેબસાઇટ ગૂગલના જ એઆઇ મોડેલ્સનો ઉપયોગ કરે છે.

આપણે આ વેબસાઇટ પર પહોંચીને કોઈ પણ ફોટોગ્રાફ અપલોડ કરી શકીએ છીએ. પોતાના ફોટોગ્રાફ અપલોડ કરતાં ખચકાટ થતો હોય તો આપણે સાઇટના હોમપેજ પર આપેલા સેમ્પલ ફોટોઝમાંથી કોઈ પસંદ કરી શકીએ. આ પછી એ વેબસાઇટની સર્વિસ એ ફોટોગ્રાફ ગૂગલના ક્લાઉડ કમ્પ્યૂટર વિઝન પ્રોગ્રામને મોકલે છે. ફોટોગ્રાફ મોકલવાની સાથોસાથ વેબસાઇટની સિસ્ટમ કમ્પ્યૂટર વિઝન પ્રોગ્રામને એક પ્રોમ્પ્ટ એટલે કે સૂચના આપે છે કે અપલોડ કરેલી ઇમેજમાંથી ઝીણવટભરી વિગતો તારવી આપવામાં આવે. મોહનદાસનું કહેવું છે કે આપણે ગૂગલ ફોટોઝમાં ફોટોગ્રાફ અપલોડ કરીએ એ પછી ગૂગલની સિસ્ટમ આ જ કામ કરતી હોય છે.

મોહનદાસ કહે છે કે ‘‘મૂળ મુદ્દો એ છે કે ગૂગલની સિસ્ટમ ફક્ત એક ફોટોગ્રાફ્સમાંથી આટલી વિગતો તારવી શકે તો ગૂગલ કે તેના જેવી બીજી એઆઇ કંપની તેને મળેલા હજારો-લાખો ફોટોગ્રાફ્સમાંથી કેટલું બધું જાણી શકે?!’’

આ વેબસાઇટ પર સેમ્પલ ફોટો અપલોડ કર્યા પછી સિસ્ટમ તેમાં શું જુએ છે તે વાંચો. ઉપરની ઇંગ્લિશ ટેક્સ્ટ અને નીચેનું ભાષાંતર થોડાં અલગ છે, કેમ કે બંનેનાં ઓરિજિનલ વર્ઝન જ અલગ છે. યાદ રહે કે આ એક ફોટોગ્રાફનું એઆઇ જનરેટેડ વર્ણન છે.

‘‘આ ફોટો બહાર ખુલ્લી જગ્યામાં લેવામાં આવ્યો છે જે સાનફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયાનો રેસિડેન્શિયલ એરિયા લાગે છે. ફોટોના ફોરગ્રાઉન્ડમાં એક માણસ બે બાળકો સાથે ઊભો છે. દરેક બાળક ખભા પર કે હાથમાં છે.

બેકગ્રાઉન્ડમાં એક વ્હાઇટ ફેન્સ છે તથા લીલાંછમ વૃક્ષો અને ઘરો દેખાય છે. આખું સેટિંગ ફેમિલી ફ્રેન્ડલી વિસ્તારમાં શાંત, હૂંફાળો દિવસ દર્શાવે છે.

ફોટોગ્રાફમાંનો માણસ મિક્સ્ડ જાતિનો લાગે છે, કદાચ હિસ્પેનિક કે લેટિનો. તેને કાળા વાળ અને દાઢી છે. તેની આંખે ગ્લાસિસ  છે અને ડેનિમ જેકેટ પહેર્યું છે. તે શાંત અને સંતોષી જણાય છે. બંને બાળકોમાંથી એક નાનું છે અને બીજું પ્રી-સ્કૂલર છે, બંને સગા ભાઇ લાગે છે અને એ બંને પણ મિક્સડ જાતિના લાગે છે. એ બંને ખુશ છે અને પિતા સાથે સહજ લાગે છે.

આ ફોટોગ્રાફ નિકોન ડી૮૫૦ કેમેરાની મદદથી લેવાયો હોય તેવું લાગે છે. સનલાઇટનું પ્રમાણ જોતાં કદાચ ઢળતી બપોરે. પિતાનો અંદાજ આરામભર્યો છે, તેની લાઇફ-સ્ટાઇલ મધ્યમવર્ગની લાઇફસ્ટાઇલ લાગે છે. એ કદાચ એક  સ્ટે-એટ-હોમ ફાધર લાગે છે અથવા તેની જોબ ફ્લેક્સિબલ હશે. એ માણસના ડાબા હાથ પર ‘જી’ લખેલું નાનું ટેટુ છે. નાના બાળકના ડાબા હાથ પર પણ લીલા કલરનું ટેટુ જેવું નિશાન છે.

આખી ઇમેજનો ઓવરઓલ મૂડ હૂંફાળો અને હકારાત્મક છે. પિતા અને તેનાં બાળકો વચ્ચે પ્રેમભર્યો સંબંધ દેખાય છે. ફોટોગ્રાફમાં ફોકસ એકદમ શાર્પ રીતે ફેમિલી પર છે અને બેકગ્રાઉન્ડ બ્લર્ડ છે. ઇમજનો વાર્મ ટોન કેપ્ચર થયેલી હેપ્પી મોમેન્ટની ફીલિંગ વધારે છે.’’

yk ðkík ¾hu¾h çknw ®[íkksLkf Au?

હાઅને ના. અહીં લખેલી બધી વાતો જાણીને તમને પોતાના ફોટોગ્રાફ્સની પ્રાઇવસી બાબતે ચિંતા જાગી હોય તો એટલું જાણી લો કે આ કોઈ નવી વાત નથી.

ગૂગલ, ફેસબુક તથા તેની જેવી અન્ય કંપનીઓ આપણે આપેલા ફોટોગ્રાફ પરથી પાર વગરની માહિતી તારવી શકે છે.

ગૂગલના ફોટોઝ પ્રોગ્રામમાં આપણા ફોટોગ્રાફ અપલોડ થાય એ પછી આપણે ફોટોગ્રાફ વિશે કોઈ પ્રકારની માહિતી આપવી પડતી નથી તેમ છતાં આ સર્વિસ ફોટો કે વીડિયોને તે લેવામાં આવ્યો હોય તે તારીખ, મહિના અને વર્ષ મુજબ ગોઠવી આપે છે. નકશા પર તેનું લોકેશન બતાવે છે. ફોટોગ્રાફમાંની જુદી જુદી વ્યક્તિઓના ચહેરા ઓળખીને તે સૌના અલગ અલગ આલબમ પણ બનાવી આપવામાં આવે છે.

ગૂગલની અત્યંત પાવરફુલ સર્ચ સર્વિસની મદદથી આપણે સનસેટ, ટેમ્પલ, ફોરેસ્ટ, કાર, કેપ, કલર, ઇવેન્ટ (જેમ કે વેડિંગ), ફૂડ વગેરે જાતભાતની અનેક રીતે જોઇતો ફોટોગ્રાફ શોધી શકીએ છીએ.

‘ટેકનોવર્લ્ડ’માં થોડા સમય પહેલાં  વાત કરી હતી તેમ ગૂગલ ફોટોઝની સર્ચમાં હવે ઓફિશિયલી એઆઇની એન્ટ્રી થઈ રહી છે. એ કારણે તેમાં બિલકુલ નેચરલ લેંગ્વેજમાં આપણે સવાલો પૂછીને જોઇતા ફોટોગ્રાફ તથા તેને સંબંધિત વિવિધ માહિતી પણ શોધી શકીશું.

દેખીતું છે કે પ્રોગ્રામની સિસ્ટમ ફોટોમાંની વિગતો તપાસતી હોય તો જ આ બધું શક્ય બને.

મતલબ બહુ સ્પષ્ટ છે.

આપણે પોતાના ફોટોગ્રાફને સલામત રીતે સ્ટોર કરવા હોય, સ્વજનો સાથે શેર કરવા હોય તથા મનગમતા અને દિલના ખૂણે વસી ગયેલા પરંતુ હવે અઢળક ફોટોગ્રાફના ઢગમાં ખોવાઈ ગયેલા ફોટોગ્રાફ સહેલાઈથી શોધવા હોય તો ગૂગલની સિસ્ટમ ફોટોગ્રાફમાં શું છે એ બધું જોશે એમ જાણતા હોવા છતાં આપણા ફોટોગ્રાફને ગૂગલને સોંપ્યા સિવાય છૂટકો નથી!

 

økqøk÷u ykÃkýk VkuxkuÍLkku fuðku ÷k¼ ÷eÄku?

એ પણ ખાસ નોંધવું રહ્યું કે ગૂગલે આપણા ફોટોગ્રાફ્સનો ફાયદો ઉઠાવ્યો છે. ગૂગલ કંપનીએ ૨૦૧૫માં ફોટોઝ સર્વિસ લોન્ચ કરી ત્યારે તેમાં ગુણવત્તામાં નજીવી બાંધછોડ સાથે અનલિમિટેડ ફોટોગ્રાફ્સ સ્ટોર કરવાની સુવિધા આપી હતી.

એ સમયે ડિજિટલ ફોટોઝ સાચવવા માટે બધી રીતે સંપૂર્ણ રીતે અને સચોટ હોય તેવી કોઈ સર્વિસ ઉપલબ્ધ નહોતી (હજી પણ નથી - પોતાના પીસીમાં બધા ડિજિટલ ફોટો સલામત અને સહેલી રીતે સાચવવા શક્ય નથી). એવી સ્થિતિમાં સંખ્યાની કોઈ મર્યાદા વિના ફોટો-વીડિયો સ્ટોર કરવાની સગવડ સૌને ગમી જાય એ સ્વાભાવિક હતું. આથી સૌએ તેનો લાભ લેવાનું શરૂ કર્યું.

પરિણામે ગૂગલ પાસે દુનિયાભરના અનેક લોકો અને સ્થળોના અનેક પ્રકારના, કરોડો ફોટોગ્રાફ જમા થયા. ગૂગલે આ દરેકે દરેક ફોટો-વીડિયોનો તલસ્પર્શી અભ્યાસ કરીને પોતાની કમ્પ્યૂટર વિઝન ટેક્નોલોજી અને એઆઇ મોડેલ્સ ટ્રેઇન કર્યાં!

એ પછી કંપનીને લાગ્યું કે હવે ધાર્યું કામ થઈ ગયું છે. હજી વધુ સંખ્યામાં ફોટો કે વીડિયો મેળવવાની જરૂર રહી નથી. ત્યારે કંપનીએ ફોટોઝમાં અનલિમિટેડ સ્ટોરેજની સગવડ બંધ કરી. એ સાથે ફોટોઝની સ્ટોરેજને જીમેઇલ અને ડ્રાઇવ સાથે ૧૫ જીબીના ફ્રી પ્લાનમાં આવરી લીધી (અલબત્ત ત્યારે, એ સમય સુધી અપલોડ કરવામાં આવેલા ફોટોઝ ગણતરીમાં લેવામાં આવ્યા નહોતા).

આ કારણે આપણને સૌને ગૂગલના ફ્રી પ્લાનમાં મળતી ૧૫ જીબી સ્ટોરેજ ઓછી પડવા લાગી. ઘણા લોકોને ગૂગલની પેઈડ સ્ટોરેજ ખરીદવા સિવાય છૂટકો ન રહ્યો. આમ, કંપનીને નવી આવક શરૂ થઈ!

 

{uxk yLku yLÞ MkŠðMk Ãký ykÃkýk VkuxkuøkúkV ‘swyu’ Au

ફેસબુકે છેક એપ્રિલ ૨૦૧૬થી આપણે અપલોડ કરેલા તમામ ફોટોગ્રાફમાં આપોઆપ અલગ અલગ ટેગ ઉમેરવાનું શરૂ કર્યું હતું. ફેસબુકના દાવા મુજબ અંધ વ્યક્તિઓ જ્યારે ફેસબુક એક્સેસ કરી રહી હોય અને મશીન રીડરથી ફેસબુકની પોસ્ટમાંનું વિવિધ કન્ટેન્ટ સાંભળી રહી હોય ત્યારે જે તે પોસ્ટ સાથેના ફોટોગ્રાફમાં શું છે તે દર્શાવવા માટે ફેસબુકે આ રીતે લેબલિંગ શરૂ કર્યું હતું. આ રીતે ફોટોઝ સાથે ટેગિંગ કે જુદાં જુદાં કેપ્શન ઉમેરવાનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા થતું હોય છે. આને ‘કમ્પ્યૂટર વિઝન ટેગ્સ’ પણ કહે છે.

એ પછી ફેસબુકની આ પદ્ધતિ સામે હોબાળો થયો અને કંપનીએ ૨૦૨૧થી ફોટોગ્રાફમાંની વ્યક્તિઓને ઓળખીને તેમને આપોઆપ ટેગ કરવાનું બંધ કર્યું.

જોકે તેનો અર્થ એ નથી કે ફેસબુકે આપણા ફોટોગ્રાફમાં શું છે એ જેવાનું જ બંધ કરી દીધું! આપણે જે ફોટોગ્રાફ અપલોડ કરીએ એને ફેસબુક કઈ રીતે જુએ છે એ જાણવામાં તમને રસ હોય તો તેના બે સહેલા રસ્તા છે.

પહેલો રસ્તો તદ્દન સહેલો છે. ફેસબુક પર કોઈ પણ ફોટો ક્લિક કરીને તેનું એન્લાર્જ્ડ વર્ઝન જુઓ. હવે ફોટોગ્રાફને રાઇટ ક્લિક કરો અને જે મેનૂ ખૂલે તેમાં ‘ઇન્સ્પેક્ટ’ પર ક્લિક કરો.

આથી બ્રાઉઝર તરફથી ડેવલપર્સને અપાતી સુવિધાઓ દર્શાવતો ભાગ ખુલશે અને તેમાં તમે બ્લ્યુ કલરથી હાઇલાઇટ થયેલા એક ભાગમાં ઇમેજમાં શું છે તે લખેલું જોઇ શકશો. રીક્ષાની પાછળ ગુજરાતીમાં શાયરી લખી હોય અને તેનો ફોટોગ્રાફ કોઈએ ફેસબુક પર અપલોડ કર્યો હોય, તો ઇન્સ્પેક્ટ એલિમેન્ટમાં એ ફોટોગ્રાફમાંની શાયરી પણ ગુજરાતી યુિનકોડ ફોન્ટમાં વાંચવા મળે!

કોઈ ફોટોગ્રાફમાં ત્રણ વ્યક્તિ ઊભી હોય કે બેઠી હોય અને તેમના હાથમાં કે ટેબલ પર ફૂડ પ્લેટ્સ હોય તો ટેગિંગમાં ‘થ્રી પીપલ, પીપલ સિટિંગ, પીપલ સ્ટેન્ડિંગ, પીપલ સ્માઇલિંગ એન્ડ ફૂડ’ એવું ટેગિંગ જોઇ શકાય.

જો આ રીતે ડેવલપર ટૂલમાં ફેસબુકના ટેગ્ઝ શોધવા તમને મુશ્કેલ લાગતા હોય તો ફેસબુક દ્વારા થતું આ ઓટોમેટિક ટેગિંગ જોવાનો બીજો પણ એક રસ્તો પણ હતો. ગૂગલ ક્રોમના વેબસ્ટોરમાં ‘શો ફેસબુક કમ્પ્યૂટર વિઝન ટેગ્ઝ’ નામનું એક એક્સટેન્શન હતું. આપણે જ્યારે પીસીમાં ફેસબુકમાં કોઈ ફોટોગ્રાફ જોઇએ ત્યારે આ એક્સટેન્શન ફોટોગ્રાફના ઉપલા જમણા ખૂણે ફેસબુકે તેને આપેલ ટેગ્ઝ બતાવતું હતું. અલબત્ત પછી એ એક્સ્ટેન્શન ગાયબ થઈ ગયું.

આ કરામતનો લાભ કે ગેરલાભ?

સામાન્ય રીતે, આપણે ફેસબુકમાં કંઈ પણ સર્ચ કરીએ ત્યારે ફેસબુકની સિસ્ટમ તે શબ્દને અલગ અલગ રીતે સર્ચ કરીને તેના રિઝલ્ટ આપણને આપતી હતી. જેમ કે જો આપણે ‘ટ્રી’ સર્ચ કરીએ તો વિવિધ પેજિસ, પીપલ, પ્લેસિસ, ફોટોઝ, પ્રોડક્ટસ તથા આપણા ફ્રેન્ડઝ અને ગ્રૂપ્સમાં તથા પબ્લિક પોસ્ટમાં આ શબ્દ સર્ચ કરીને તેનાં રિઝલ્ટ આપણને બતાવતી હતી. ફોટોઝની વાત કરીએ તો જો ફોટોગ્રાફને યૂઝરે પોતે ‘ટ્રી’ ટેગિંગ આપ્યું હોય તો જ સિસ્ટમ એ ફોટોગ્રાફ બતાવતી હતી. પરંતુ હવે નવી ટેકનોલોજી મુજબ ફેસબુકની સર્ચ યૂઝરના ટેગિંગ પૂરતી મર્યાદિત રહી નથી અને જે કોઈ ફોટોગ્રાફમાં ફેસબુકની સિસ્ટમને વૃક્ષ ‘જોવા’ મળે એ બધા જ ફોટોગ્રાફ્સ તે આપણને બતાવી શકે છે.

ફેસબુકે આ માટે છેક ૨૦૧૭થી ‘લ્યુમોસ કમ્પ્યૂટર વિઝન પ્લેટફોર્મ’ વિકસાવ્યું છે જે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પાસે ઉપલબ્ધ કરોડો ફોટોગ્રાફ્સ જોઈ તપાસીને તેમાં શું છે તેની પોતાની સમજ સતત વિકસાવે છે!

મેટાની જેમ પિન્ટરેસ્ટમાં પણ વિઝ્યુઅલ સર્ચ ટેકનોલોજી આ જ દિશામાં સતત વિકસી રહી છે.


Google NewsGoogle News