Get The App

રાત્રિ ભોજન કરતી વખતે ભારતીયોને ટીવી પર શું જોવાનું ગમે છે? અભ્યાસમાં રસપ્રદ ઘટસ્ફોટ

એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે રાત્રિ ભોજન કરતી વખતે લોકો તેના સ્માર્ટફોનના બદલે ટીવી પર જોવાનું પસંદ કરે છે

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
રાત્રિ ભોજન કરતી વખતે ભારતીયોને ટીવી પર શું જોવાનું ગમે છે? અભ્યાસમાં રસપ્રદ ઘટસ્ફોટ 1 - image


Indians like to watch on tv while having dinner: એમેઝોન દ્વારા દર્શકો વિશે જાણવા માટે એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે મોટાભાગના લોકો તેમના સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા લેપટોપ પર ઓનલાઈન કન્ટેન્ટ જોવાને બદલે સ્માર્ટ ટીવી, સ્ટ્રીમિંગ સ્ટિક અથવા સેટ-ટોપ બોક્સ દ્વારા ટીવી પર જોવાનું પસંદ કરે છે.

ભારતીયો રાત્રિ ભોજન દરમિયાન ટીવી પર શું જુએ છે?

એક સર્વેમાં જાણવા મળ્યું છે કે લગભગ 78 ટકા જેટલા લોકો મોબાઈલ અથવા લેપટોપને બદલે ટીવી પર મૂવી અને સિરિયલ જોવાનું પસંદ કરે છે. વીકએન્ડમાં લોકો 5 કલાકથી વધુ સ્ટ્રીમ કરે છે, જ્યારે બાકીના દિવસોમાં 3 કલાકથી ઓછા સમય માટે સ્ટ્રીમ કરે છે. ખાસ વાત એ છે કે 97 ટકા લોકો રાત્રિ ભોજન સમયે ટીવી પર ઓનલાઈન જોવાનું પસંદ કરે છે. જેમાં રમૂજી શો કે ફિલ્મ સૌથી વધુ જોવામાં આવે છે, ત્યારબાદ સ્પોર્ટ્સ, થ્રિલર, રોમાન્સ, હોરર ફિલ્મો, વિદેશી સિરિયલો અને સમાચાર જોવામાં આવે છે.

ટીવીને વધુ મહત્ત્વ શા માટે?

ટીવી પર વધુ સારી પિક્ચર અને સાઉન્ડ ક્વોલીટી હોવાથી લોકો ટીવી પર સ્ટ્રીમ કરવાનું પસંદ કરે છે. તેમજ ઘણા OTT પ્લેટફોર્મ અને ઓનલાઈન સોર્સમાંથી મનગમતું કન્ટેન્ટ જોવાની પણ હાલ સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય લોકોને ટીવી જોવાનું વધુ આરામદાયક લાગે છે, તેથી તેઓ તેને વધુ પ્રાધાન્ય આપે છે.

લોકોને શું પસંદ છે?

38 ટકા લોકોને તેની સ્ટ્રીમિંગ સ્પીડ વધુ પસંદ છે. જયારે 24 ટકા લોકોને ઘણી OTT એપ્સનો વિકલ્પ જોઈએ છે. કેટલાક લોકો સ્ટ્રીમિંગ કન્ટેન્ટ (વોઈસ આસિસ્ટન્ટ) માટે વોઈસ સર્ચની સુવિધા અને ઈન્ટરનેટ વીડીયોથી લઈને લાઈવ ડીટીએચ ચેનલ્સ સુધીની દરેક વસ્તુ એક જગ્યાએ દર્શાવવાની ટીવીની ક્ષમતા પસંદ કરે છે.

રાત્રિ ભોજન કરતી વખતે ભારતીયોને ટીવી પર શું જોવાનું ગમે છે? અભ્યાસમાં રસપ્રદ ઘટસ્ફોટ 2 - image


Google NewsGoogle News