Get The App

હવામાન અંગે જાણકારી મેળવવી ખતરનાક સાબિત થઇ શકે છે, વેધર એપ્સ મોબાઈલ ડેટા લીક કરી રહી છે!

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
હવામાન અંગે જાણકારી મેળવવી ખતરનાક સાબિત થઇ શકે છે, વેધર એપ્સ મોબાઈલ ડેટા લીક કરી રહી છે! 1 - image


Weather Apps: તમે અવારનવાર આવા સમાચાર સાંભળ્યા હશે કે કોઈ વેબસાઈટ અથવા એપનો ડેટા લીક થઈ ગયો છે. એન્ડ્રોઈડ યુઝર્સ માટે પ્રાઈવસી સૌથી મોટો પડકાર છે. ડેટાએ કોઈપણ વેબસાઈટ કે એપનો પર્સનલ ડેટા નથી પરંતુ તે યુઝર્સનો ડેટા છે, જેઓ તે વેબસાઇટ અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યાં છે. જો તમે આ પ્રાઈવસી બાબતે ગંભીર છો તો આજે એવી એપ્સ વિષે જાણીએ જે તમારી જાસુસી કરી રહી છે.

વેધર એપ્સ કરે છે જાસુસી 

ભારતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ હવામાન રહેતું હોય છે. એવામાં લોકો હવામાનની જાણકારી લેવા માટે વિવિધ એપ્સનો ઉપયોગ કરતા હોય છે. જયારે વર્તમાન સમયમાં દરેક સ્માર્ટફોનમાં વેધર એપની સુવિધા પણ આપવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ એવો દાવો કરવામાં આવ્યો છે કે વેધર એપ તમારી જાસુસી કરી રહી છે. એટલે હવે પ્રશ્ન એ થાય કે વેધર એપ્સ જાસુસી કરી રીતે કરી શકે? તેમજ વેધર એપ્લિકેશનમાંથી ડેટા કેવી રીતે લીક થઈ શકે? ચાલો સમજીએ.

હવામાનની જાણકારી આપવા માટે બિનજરૂરી ડેટા એકત્ર કરે છે વેધર એપ્સ

એક મીડિયા રિપોર્ટ અનુસાર 2017, 2018 અને 2019માં વેધર એપ્સમાંથી લાખો યુઝર્સના ડેટા લીક થયા હતા, જેના કારણે યુઝર્સને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પ્લે સ્ટોર પર આવી ઘણી વેધર એપ્સ છે. જેને ડાઉનલોડ કર્યા બાદ એપ્સ ઓપન કરતા તે આપણી પાસેથી ઘણી પ્રકારની પરમિશન માંગે છે અને આપણે જોયા વગર જ પરમિશન આપી દઈએ છીએ. ત્યારબાદ આ એપ્સ આપણને હવામાન અંગે જાણકારી તો આપે જ છે સાથે આપણો ડેટા અને એક્ટીવીટી પણ ટ્રેક કરે છે. 

આ પછી, યુઝર્સના મોબાઈલમાંથી મેળવેલી માહિતી જેમ કે કોન્ટેક્ટ, ફોટો, લોકેશન, સર્ચ હિસ્ટ્રી વગેરે ઈન્ટરનેશનલ માર્કેટમાં અન્ય કંપનીઓને વેચવામાં આવે છે.

પર્સનલ ડેટા કઈ રીતે બચાવી શકાય?

તમારો પર્સનલ ડેટા સાચવવા માટે, તમે કોઈપણ વેધર એપ્લિકેશનને બદલે Google પર વેધર સર્ચ કરીને તમારા સ્થાનના હવામાન વિશેની માહિતી મેળવી શકો છો. આ સિવાય જો તમે હજુ પણ વેધર એપનો ઉપયોગ કરવા માંગો છો, તો તમે આ સ્ટેપ્સ ફોલો કરીને તમારો પર્સનલ ડેટા સુરક્ષિત કરી શકો છો.

- તેના માટે સૌથી પહેલા settings માં app list ઓપ્શન પર જાઓ 

- ત્યારબાદ તમારા ફોનમાં જે વેધર એપ ડાઉનલોડ કરવામાં આવેલું છે તે પર ક્લિક કરો, જે તે અંગેની દરેક જાણકારી તમને મળી રહેશે 

- ત્યાર પછી તે એપના પરમિશન ઓપ્શન પર ક્લિક કરો અને જે પરમિશનની જરૂર નથી તેને કાઢી નાખો 

- જેથી તમારા ફોનની વેધર એપ એ જ જાણકારી મેળવી શકશે જેની પરમિશન તમે તેને આપો છો.  

હવામાન અંગે જાણકારી મેળવવી ખતરનાક સાબિત થઇ શકે છે, વેધર એપ્સ મોબાઈલ ડેટા લીક કરી રહી છે! 2 - image


Google NewsGoogle News