Get The App

સેટેલાઈટ આધારિત ટોલ-વ્યવસ્થા માટે હજી રાહ જોવી પડશે

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
સેટેલાઈટ આધારિત ટોલ-વ્યવસ્થા માટે હજી રાહ જોવી પડશે 1 - image


- nk÷Lke VkMxuøk ykÄkrhík ÔÞðMÚkkLku çkË÷u ÷kufuþLk xÙuf fheLku xku÷ ÷uðkLke ÃkØrík{kt «kRðMkeLkk ytíkhkÞ

થોડા સમય પહેલાં એક સમાચાર ખાસ્સા ચગ્યા હતા - ભારતમાં નેશનલ હાઇવે પર હાલની ટોલ પ્લાઝા આધારિત ટોલ કલેકશન સિસ્ટમને બદલે સેટેલાઇટ આધારિત લોકેશન ટ્રેકિંગની મદદથી ટોલ કલેક્ટ કરવામાં આવશે! ‘ટેકનોવર્લ્ડ’માં આપણે આ નવી સંભવિત વ્યવસ્થા વિશે ઘણી વિગતવાર વાત કરી હતી. ભારતમાં આ પદ્ધતિનું પાયલોટ ટેસ્ટિંગ પણ શરૂ થઈ ગયું હતું. પરંતુ હવે સમાચાર છે કે સરકારે નેશનલ હાઇવે પરની ટોલ કલેકશન વ્યવસ્થા સંપૂર્ણપણે બદલી નાખવાનો નિર્ણય પાછો ઠેલ્યો છે.

સેટેલાઇટ આધારિત ટોલ કલેકશનમાં જે તે વાહન, જેના પર ટોલ વસૂલ કરવાનો હોય તે રસ્તા પર ચઢે અને તે રસ્તાની બહાર નીકળી જાય એ સમગ્ર અંતર તથા સમયગાળો સેટેલાઇટની મદદથી ટ્રેક કરવામાં આવે અને વાહન ચાલક પાસેથી તેણે કાપેલા નિશ્ચિત અંતર મુજબ ટોલ વસૂલ કરવામાં આવે તેવી આ નવી વ્યવસ્થા ઘણી મહત્ત્વકાંક્ષી હતી. ભારતે પોતે વિકસાવેલ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમની મદદથી તેનો અમલ થવાનો હતો. આ નવી વ્યવસ્થા અમલમાં આવે તો હાઇવે પરનાં ટોલ પ્લાઝા સદંતર નીકળી જાય તેવી વ્યવસ્થા હતી, એ કારણે મોટા હાઇવે પર બે છેડા પર ટોલ પ્લાઝા પર ધીમા ટોલ કલેકશનને કારણે વાહનોની જે ભીડ જમા થાય છે તે નીકળી જાય તેમ હતી. અગાઉની રોકડ આધારિત કે બેંક કાર્ડ સ્વાઇપ કરીને ટોલની રકમ મેળવવાની વ્યવસ્થાની સરખામણીમાં ફાસ્ટેગની મદદથી આપોઆપ રકમ કપાઈ જાય તેવી વ્યવસ્થા ઘણી વધુ ઝડપી છે. આમ છતાં તેમાં પણ ટોલ પ્લાઝા પર હજી પણ વાહનોની લાઇન લાગે છે. સેટેલાઇટ આધારિત ટ્રેકિંગવાળી વ્યવસ્થા ફાસ્ટેગ કરતાં ઘણી ઝડપી અને સચોટ સાબિત થાય તેમ હતી.

પરંતુ આ નવી વ્યવસ્થા વિશે વિવિધ એક્સપર્ટ કમિટીએ લાંબી ચર્ચા વિચારણા કર્યા પછી હાલમાં તેમાં વાહનચાલકની પ્રાઇવસી અને સિક્યોરિટી સંબંધિત સવાલો ઊભા થતા હોવાનું તારણ નીકળ્યું છે. આ સવાલો ઊભા થવાનું એક કારણ એ પણ છે કે ભારતની પોતાની જીપીએસ જેવી નાવિક વ્યવસ્થા પૂરેપૂરી કાર્યરત થઈ નથી. એ કારણે જો અમેરિકન જીપીએસ સિસ્ટમ પર આધાર રાખવામાં આવે તો ભારતનાં બધાં વાહનોની મૂવમેન્ટનો તમામ ડેટા વિદેશોના હાથમાં પહોંચે તેમ છે!

Tags :