પહેલીવાર અંતરિક્ષમાં ફરતાં ઍસ્ટરૉઇડ પર પાણી મળી આવ્યું, બ્રહ્માંડના ઘણાં રહસ્ય ખૂલવાની આશા!
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર
પહેલી વખત કોઈ ઍસ્ટરૉઇડ પર પાણી મળ્યુ છે. આ શોધ નાસાના SOFIA એટલે કે સ્ટ્રેટોસ્ફેયરિક ઓબ્ઝરવેટરી ફોર ઈન્ફ્રારેડ એસ્ટ્રોનોમીએ કરી છે. આ હકીકતમાં એક ઉડનારી પ્રયોગશાળા છે. જેને ખાસ રીતે નાસા દ્વારા એરક્રાફ્ટમાં બનાવવામાં આવ્યું હતું. જે બે એસ્ટરોઈડમાં પાણી મળ્યુ છે. તેનું નામ આઈરિસ અને મસ્સાલિયા છે.
આ બંને ઍસ્ટરૉઇડ સિલિકેટથી ભરેલા પડ્યા છે. નાસાએ આ શોધ જે વિમાનના ડેટાને કલેક્ટ કરીને કરી છે તે હવે રિટાયર થઈ ચૂક્યુ છે. આ પ્લેનમાં એક ટેલિસ્કોપ લાગેલુ છે. જેણે ચાર એસ્ટરોઈડ પર નજર રાખી હતી. ચારેય સિલિકેટથી ભરેલા પડ્યા હતા પરંતુ પાણી માત્ર બે પર જ મળ્યુ. આ પ્લેનને નાસા અને જર્મન એરોસ્પેસ સેન્ટર સંયુક્ત રીતે સંચાલિત કરતા હતા.
સોફિયામાં એક ફેન્ટ ઓબ્જેક્ટ ઈન્ફ્રારેડ કેમરા (FORCAST) લાગેલુ છે, જેણે આઈરિસ અને મસ્સાલિયા ઍસ્ટરૉઇડ પર પાણીની શોધ કરી છે. અંતરિક્ષમાં ગ્રહો, ઉલ્કાપિંડો અને એસ્ટરોઇડની સપાટી પર પાણીની શોધ સપાટી પર પડનારી રોશનીના અલગ-અલગ વેવલેન્થ દ્વારા કરવામાં આવે છે.
ગ્રહોના નિર્માણથી નીકળે છે એસ્ટરોઇડ
સેન એન્ટોનિયોમાં હાજર સાઉથવેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ એનિસિયા અરેડોંડોએ કહ્યુ કે એસ્ટરોઇડ ત્યારે નીકળે છે જ્યારે કોઈ ગ્રહનું નિર્માણ થાય છે. જેમાં ઘણા ગ્રહોની સપાટીનું મિશ્રણ પણ હોઈ શકે છે કે પછી એક જ ગ્રહની માટીની રચના હોઈ શકે છે. જ્યારે તમે આની પર રોશનીની અલગ-અલગ વેવલેન્થ નાખો છો ત્યારે અલગ-અલગ પદાર્થોની જાણ થાય છે.
ચંદ્રના ક્રેટર્સમાં પાણીની શોધ પણ કરી હતી
એનિસિયાએ જણાવ્યુ કે આ પહેલા પૃથ્વી પર મંગાવવામાં આવેલા એસ્ટરોઇડ સેમ્પલમાં પાણીની હાજરીની જાણ થઈ છે પરંતુ અંતરિક્ષમાં ફરતા કોઈ એસ્ટરોઇડ પર પહેલી વખત પાણી મળ્યુ છે. આ પહેલા સોફિયાએ ચંદ્રની સપાટી પર દક્ષિણી ભાગમાં હાજર ક્રેટર્સમાં પણ પાણીની શોધ કરી હતી.
ખૂબ મોટા આકારના છે આઈરિસ-મસ્સાલિયા
આઈરિસ અને મસ્સાલિયા પર ચારે બાજુ પાણી ફેલાયેલુ છે પરંતુ આ કણના રૂપમાં છે જ્યારે સૂર્યની રોશની આ એસ્ટરોઇડ પર પડે છે ત્યારે પાણીની જાણ થાય છે. આઈરિસ 199 કિલોમીટર અને મસ્સાલિયા 135 કિલોમીટર પહોળા ઉલ્કાપિંડ છે. તેના ઓર્બિટ પણ અલગ-અલગ છે. આ સરેરાશ સૂર્યથી 2.39 એસ્ટ્રોનોમિકલ યુનિટ દૂર છે.
બ્રહ્માંડના રહસ્યોનો ખુલાસો કરશે એસ્ટરોઇડ
જરૂરી નથી કે તમામ સિલિકેટથી ભરેલા એસ્ટરોઈડ પર પાણી હોય પરંતુ આ બંને પર તો પાણીના કણ ભારે પ્રમાણમાં હાજર છે. એવુ માનવામાં આવે છે કે પૃથ્વી પર પાણી ઍસ્ટરૉઇડ દ્વારા જ આવ્યુ હતુ. જે બાદ પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ થઈ હતી. તેથી અંતરિક્ષમાં ફરી રહેલા એસ્ટરોઈડની સ્ટડી કરવી જરૂરી છે.