કામ પર ફોક્સ જાળવી રાખવું છે ?
- {ÂÕx-xk®Mføk ykðzu yu õÞkhuf Mkkhe ðkík Au, Ãký nt{uþkt Lknª
આજે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ છે, પણ રવિવાર છે એટલે ઓફિસમાં
કમ્પ્યૂટરની બાજુમાં મોબાઇલ ગોઠવીને તેમાં મેચ જોવાની જરૂર નથી. એ સિવાય, કામકાજના દિવસોમાં સ્થિતિ જુદી હોય છે. ઓફિસ ટેબલ પર હોઈએ કે સ્ટડી ટેબલ પર, પોતાના સ્માર્ટફોનમાં કે પીસીના સ્ક્રીન પર આપણી બેટિંગ, બોલિંગ, ફીલ્ડિંગ ને વિકેટ કીપિંગ તો
ઠીક, કોમેન્ટરી, ફીલ્ડ અમ્પાયરિંગ, થર્ડ અમ્પાયરિંગ વગેરે બધું
એક સાથે સતત ચાલતું રહેતું હોય છે! આ મિનિટે વર્ડ કે એક્સેલમાં કંઈ કરતા હોઈએ, બીજી મિનિટે ઇન્સ્ટા કે સ્નેપચેટમાં પહોંચીએ, ત્યાંથી યુટ્યૂબમાં...
કોઈ પણ બાબતમાં આપણો સ્પાન ઓફ એટેન્શન - સતત ધ્યાન પરોવી રાખવાનો સમય ઘટતો જાય
છે. ઇન્સ્ટાગ્રામમાં સાવ ટૂંકી રીલ્સ હજી તો શરૂ થઈ હોય ત્યાં આપણે તેને સ્ક્રોલ
કરીને બીજી રીલ તરફ આગળ વધી જતા હોઈએ એવી સ્થિતિમાં, કોઈ એક કન્સેપ્ટ બરાબર સમજવા પર કે રિપોર્ટ ડોક્યુમેન્ટ તૈયાર કરવા પર તો આપણે
ક્યાંથી પૂરું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ?
પરંતુ માનસિક શાંતિ અને અભ્યાસ-કામકાજમાં પ્રગતિ - બંને સુનિશ્ચિત કરવાં હોય તો પૂરી એકાગ્રતાથી હાથ પરનું કામ, ધારી ગુણવત્તા સાથે પૂરું કરતાં શીખ્યા વિના ચાલે તેમ નથી.
M{kxoVkuLk{kt
çkÄe ¾÷u÷ xk¤e þfkÞ, yk heíku...
હવે આપણા સૌનું જીવન ઘણે અંશે સ્માર્ટફોન અને કમ્પ્યૂટર પર આધારિત થઈ ગયું છે.
આપણા દિવસનો ઘણો ખરો સમય સ્માર્ટફોન, કમ્પ્યૂટર અથવા ટીવીના
સ્ક્રીન સામે વીતે છે. ટીવી સામે આપણે મોટા ભાગે મનોરંજન કે ન્યૂઝ જાણવા માટે
ગોઠવાઇએ પરંતુ સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં આપણે મનોરંજન ઉપરાંત ઘણું બધું કામ પણ
કરવાનું થતું હોય છે.
એ તો દેખીતી વાત છે કે કોઈ પણ કામ ખરેખર સારી રીતે કરવા માટે આપણે તેના પર
પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવું પડે.
સ્માર્ટફોનમાં કોઈ મહત્ત્વનો આર્ટિકલ આપણે વાંચી રહ્યા હોઇએ કે યુટ્યૂબ પર
કોઈ સારું ટ્યુટોરિયલ જોઈ રહ્યા હોઇએ ત્યારે આપણું ફોકસ પૂરેપુરું તેના પર રહેવું
જોઇએ. એ જ રીતે કમ્પ્યૂટરમાં પણ આપણે કોઈ રિપોર્ટ તૈયાર કરી રહ્યા હોઇએ, કોઈ ડિઝાઇન તૈયાર કરી રહ્યા હોઇએ, એકસેલ કે પાવરપોઇન્ટમાં કામ
કરી રહ્યા હોઇએ કે પછી કોઈ વીડિયો એડિટ કરી રહ્યા હોઇએ એ કામ આપણે પૂરી એકાગ્રતાથી
કરીએ તો જ તે નિર્ધારિત સમયમાં અને સારી ગુણવત્તા સાથે પૂરું થઈ શકે.
પરંતુ તમારો પણ અનુભવ હશે કે સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં આપણે કોઈ એક કામ પર
લાંબો સમય ફોકસ કરી શકતા નથી. કોઈ એક કામ શરૂ કરીએ એ સાથે કોઈ ને કોઈ અવરોધ કે
ખલેલ આવી પહોંચે અને આપણે એ તરફ દોરવાઈ જઇએ. સ્માર્ટફોનમાં આવી ખલેલ મોટા ભાગે
ફોનમાંની વિવિધ એપ્સમાંથી આવતા નોટિફિકેશન્સથી થાય. આપણે કંઈક કામ કરતા હોઇએ અને
ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફ્રેન્ડે નવી પોસ્ટ શેર કર્યાનું નોટિફિકેશન આવે
એટલે આપણે મૂળ કામ પડતું મૂકીને એફબી, કે ઇન્સ્ટા પર પહોંચી જઇએ.
સ્માર્ટફોનમાં આવી ખલેલ ટાળવી હોય તો વહેલી તકે બધી એપ્સનાં નોટિફિકેશન્સ બંધ કરી દેવાં જોઇએ. ફોનમાં બધું આંગળીના ટેરવે રહેતું હોવાથી ને એના જ ઇશારે ચાલતું હોવાથી નોટિફિકેશન્સ સિવાય પણ બીજી ઘણી રીતે ખલેલ પહોંચી શકે, એનો સામનો કરવા નીચેના ઉપાય અજમાવી શકાય.
yuf ðkík Ãkh
æÞkLk fE heíku ò¤ðe hk¾ðwt?
MkkurþÞ÷
yuÃMkLkku WÃkÞkuøk {w~fu÷ çkLkkððku
સોશિયલ એપ્સને સાવ બંધ કરવાની વાત નથી,
ફક્ત મોબાઇલમાં તેના
આઇકન્સ એક સાથે એક ફોલ્ડરમાં ગોઠવવાને બદલે અલગ અલગ રાખી શકાય. કમ્પ્યૂટરમાં તેમાં
સતત લોગ્ડ-ઇન ન રહીએ.
nku{M¢eLk
þõÞ yux÷ku ¾k÷e hk¾ðku
ફોન અને કમ્પ્યૂટર બંનેમાં હોમસ્ક્રીન પર ઓછામાં ઓછી, અનિવાર્ય હોય એવી એપ્સના જ આઇકન રાખવાથી પણ, બિનજરૂરી એપ્સ ઓપન કરવાનું પ્રમાણ ઘટતું જશે.
y÷øk y÷øk
«kuVkRÕMkLkku WÃkÞkuøk
ફોનમાં એવી સગવડ હોય તો સારી વાત, બાકી કમ્પ્યૂટરના બ્રાઉઝરમાં
કામકાજ અને મોજમસ્તીને અલગ રાખવા માટે અલગ પ્રોફાઇલનો ઉપયોગ કરી શકાય, કામ ફોકસ ચોક્કસ વધશે.
VkufMk {kuz
fu zw-Lkkux-rzMxçkoLkku ÷k¼ ÷uðku
ડિજિટલ વેલનેસનું મહત્ત્વ વધ્યા પછી હવે ફોન અને કમ્પ્યૂટર બંનેમાં ફોકસ મોડ તથા ડુ-નોટ-ડિસ્ટર્બની સુવિધા હોય છે. થોડો સમય ફાળવીને તેનાં સેટિંગ્સ પર નજર ફેરવવા જેવી છે.
ÃkeMke{kt
çku LkkLkkt Ãkøk÷ktLkk VkÞËk {kuxk
કમ્પ્યૂટરમાં પણ ફક્ત બે નાનાં પગલાં
લઇને આપણે પોતાનું ફોકસ વધારી શકીએ છીએ. પહેલું પગલું સ્માર્ટફોનની જેમ
કમ્પ્યૂટરના બ્રાઉઝરમાં આવતાં નોટિફિકેશન્સ બંધ કરવાનું છે. આજકાલ આપણે બ્રાઉઝરમાં
કોઈ વેબસાઇટની મુલાકાત લઇએ ત્યારે તરત જે તે વેબસાઇટ નોટિફિકેશન્સ મોકલવા માટે
આપણી મંજૂરી માગે છે. તેમાં ચાલાકી એ થાય કે મંજૂરી માટેનું યસ બટન ગ્રીન કલરમાં બરાબર ધ્યાન
ખેંચાય એ રીતે મૂકવામાં આવે અને નો બટન મોટા ભાગે આછા ગ્રે કલરમાં અને એમાં પણ નો શબ્દ લગભગ વંચાય નહીં તેવા
વ્હાઇટ કલરમાં રાખવામાં આવે. આપણે આ ચાલાકીમાં સપડાઈ જઇએ અને બેધ્યાન પણે યસ પર ક્લિક કરી બેસીએ.
એ પછી આપણે કમ્પ્યૂટર પર કોઈ કામ પર ફોકસ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે અવારનવાર
પેલી વેબસાઇટ પરથી નોટિફિકેશન્સ આવે અને સ્ક્રીન પર ઝબકે. આપણું બધું ફોકસ ખોરવાઈ
જાય. કમ્પ્યૂટરમાં પણ બધી વેબસાઇટના નોટિફિકેશન વહેલી તકે બંધ કરવા કે કંટ્રોલ
કરવા માટે વિન્ડોઝમાં સેટિંગ્સમાં નોટિફિકેશન્સ એન્ડ એક્શન્સ સેક્શનમાં જાઓ.
કમ્પ્યૂટર પર કામ કરતી વખતે ફોકસ જાળવવા માટેનું બીજું મહત્ત્વનું પગલું
સ્ક્રીન પર નીચેની તરફ દેખાતા ટાસ્કબારને હાઇડ કરી દેવાનું છે. આ ટાસ્કબાર ખરેખર
તો ઉપયોગી સગવડ છે. આપણે જુદા જુદા પ્રોગ્રામ ઓપન કરીને તેમાં કામ કરતા હોઇએ
ત્યારે એ બધા પ્રોગ્રામના આઇકન ટાસ્કબારમાં ગોઠવાઇ જાય છે. આપણે જે પ્રોગ્રામ
વારંવાર ઓપન કરતા હોઇએ તેને ક્લિકવગા રાખવા માટે પણ તેમને ટાસ્કબારમાં ગોઠવી શકાય છે. આપણે ઓપન કરેલા અને
ટાસ્કબારમાં દેખાતા પ્રોગ્રામના આઇકન પર માઉસ લઇ જઇએ એ સાથે નાની વિન્ડોમાં એ
પ્રોગ્રામમાં ઓપન ડોક્યુમેન્ટ્સ જોવા મળે છે તથા નાનું મેનૂ ઓપન કરીને એ પ્રોગ્રામ
સંબંધિત ઘણાં પગલાં પણ લઈ શકાય છે.
તકલીફ એ છે કે આ ટાસ્કબાર પણ આપણું ફોકસ હલબલાવી શકે છે. આપણે વર્ડમાં કોઈ
ડોક્યુમેન્ટ પર કામ કરતા હોઇએ એ સમયે નીચેની તરફ ટાસ્કબારમાં અન્ય કોઈ પ્રોગ્રામના
આઇકન પર નજર પહોંચે ફક્ત એટલા માત્રથી પણ ક્યારેક આપણે એ પ્રોગ્રામમાંની બીજી કોઈ
ફાઇલ ઓપન કરવા તરફ દોરવાઈ જઇએ.
આનો સહેલો ઉપાય જરૂર ન હોય ત્યારે ટાસ્કબારને હાઇડ રાખવાનો છે. એ માટે
ટાસ્કબાર પર રાઇટ ક્લિક કરી, ટાસ્કબાર સેટિંગ્સમાં જાઓ. અહીં આપણે ટાસ્કબાર સતત વિઝિબલ ન રહે, અલોપ થઈ જાય એવું સેટિંગ કરી શકીએ છીએ. જ્યારે અન્ય કોઈ પ્રોગ્રામમાં જવાની
ખરેખર જરૂર ઊભી થાય ત્યારે આપણે માઉસને સ્ક્રીન પર નીચેની તરફ ટાસ્કબારની જગ્યાએ
લઇ જઇએ એ સાથે ટાસ્કબાર પ્રગટ થાય અને આપણે તેમાં જોઇતું એકશન લઇ શકીએ તેવું
સેટિંગ ફોકસ જાળવવામાં બહુ ઉપયોગી થઈ શકે.
ટ્રાય કરી જુઓ!