Get The App

ફોનમાં મ્યુઝિક ચાલુ કરી, તેને બંધ કરવાની ચિંતા વિના ઊંઘી જવું છે ?

Updated: Sep 17th, 2022


Google NewsGoogle News
ફોનમાં મ્યુઝિક ચાલુ કરી, તેને બંધ કરવાની ચિંતા વિના ઊંઘી જવું છે ? 1 - image


ઘણા બધા લોકોને ઓફિસમાં કે રસોડામાં કામ કરતી વખતે બાજુમાં સ્માર્ટફોનમાં યુટ્યૂબ એપ ઓપન કરી તેના ગમતાં ગીતો કે મ્યુઝિક સાંભળવાનો શોખ હોય છે. તે જ રીતે રાત્રે સૂતી વખતે ધીમું, હળવું, સૂધિંગ મ્યુઝિક સાંભળતાં સાંભળતાં ઊંઘમાં સરી જવાનું પણ ઘણા લોકોને ગમતું હોય છે. દિવસ દરમિયાન તો આપણે ઇચ્છીએ ત્યારે સ્માર્ટફોન હાથમાં લઇને યુટ્યૂબ કે અન્ય એપમાં ચાલતું મ્યુઝિક બંધ કરી શકીએ. પરંતુ રાત્રે સૂતાં પહેલાં તેને બંધ કરવાનો ભાર મન પર રહે એ કેમ ચાલે? યુટ્યૂબ કે અન્ય મોટા ભાગની મ્યુઝિક એપ્સમાં સ્લિપર ટાઇમરની ઇનબિલ્ટ સુવિધા હોતી નથી. પરંતુ આઇફોન અને એન્ડ્રોઇડમાં તેના જેવી જ સુવિધા મળે છે.

આઇફોનમાંઃ તમે કોઈ પણ મ્યુઝિક એપ શરૂ કરો પછી તમારે જાતે તેને બંધ ન કરવી પડે, નિશ્ચિત સમય પછી એ આપોઆપ બંધ થઈ જાય એવી સુવિધા આઇફોનમાં ક્લોક એપની મદદથી મળી શકે છે. એ માટે યુટ્યૂબ મ્યુઝિક અથવા તમારી મનગમતી કોઈ પણ મ્યુઝિક એપમાં ગમતું મ્યુઝિક કે પ્લે લિસ્ટ પ્લે કરવાનું શરૂ કરો એ પછી ક્લોક એપ ઓપન કરીને તેમાં ટાઇમર પસંદ કરો. તેમાં ‘વ્હેન ટાઇમર એન્ડ’ના વિકલ્પમાં ‘સ્ટોપ પ્લેઇંગ’ પસંદ કરો. આ પછી તમે ધીમું મ્યુઝિક સાંભળતાં સાંભળતાં ઊઘી જશો તો પણ ટાઇમરમાં સેટ કરેલો સમય પૂરો થતા આઇફોનમાં તમે શરૂ કરેલું કોઈ પણ મ્યુઝિક પ્લે થવાનું બંધ થશે.

એન્ડ્રોઇડમાંઃ એન્ડ્રોઇડમાં આઇફોનની જેમ ક્લોક એપમાં ટાઇમરની સુવિધા તો છે પરંતુ ટાઇમરમાં સેટ કરેલ ટાઇમ પૂરો થાય ત્યારે ફોનમાં પ્લે થતું કંઈ પણ આપોઆપ સ્ટોપ થાય તેવી સગવડ નથી. આ માટે આપણે કોઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડે છે.

ગૂગલ પ્લેસ્ટોરમાંથી આ માટે સંખ્યાબંધ ફ્રી એપ મળી જશે. તમે Sleep Timer (Turn music off) જેવી કોઈ એપ પસંદ કરી શકો છો. પછી તેનો ઉપયોગ સહેલો છે. મનગમતી એપમાં મ્યુઝિક ચાલુ કર્યા પછી મ્યુઝિક સ્લિપ ટાઇમર એપ ઓપન કરો. ટાઇમ લિમિટ સેટ કરો અને ઊંઘી જાઓ. નિશ્ચિત સમયે એપ પ્લે થવાનું બંધ થઈ જશે!


Google NewsGoogle News