કોઈ સારી આદત કેળવવી છે ?
- {Lk {¬{
nkuÞ, íkku xufLkku÷kuS ykÃkýe {ËË fhðk {kxu íkíÃkh Au
ઉનાળો નજીક છે. વોટ્સએપમાંના ડોક્ટર્સ, અસલી ડોક્ટર્સ તથા ઘરમાં મમ્મી-દાદી બધાં તરફથી આપણને વધુ પાણી પીવાની સલાહ
મળવાનું શરૂ થઇ જવામાં છે. કદાચ તમે પણ આ ઉનાળામાં રોજ ૨-૩ લીટર પાણી
અચૂક પીવું છે એવો નિર્ધાર કરી લીધો હશે.
પછી ઉનાળો બરાબર જામશે એ પહેલાં જ સમજાશે કે આવો જ કોઈ નિર્ધાર આપણે નવા વર્ષની શરૂઆતમાં પણ કર્યો હતો,
જે ગરમી વધે તે પહેલાં
જ બાષ્પીભવન થઈ ગયો હતો.
આવું કેમ થાય છે? કોઈ સારી વાતની આદત-હેબિટ
મોટા ભાગે આપણે કેમ કેળવી શકતા નથી?
કારણ કદાચ એટલું જ કે આપણે ફક્ત કંઈક નક્કી કરીએ છીએ. એ માટે જરૂરી એક્શન ને
તે માટે જરૂરી પુશની વ્યવસ્થા ઊભી કરતા નથી.
નિયમિત ચાલવું, યોગ કે જિમમાં જવું , રીડિંગ વધારવું, ઇંગ્લિશ સુધારવું વગેરે ફક્ત
વિચારવાથી ન થાય, એની આદત કેળવવી પડે. આપણે
વિચાર્યંું હોય તે રોજેરોજ, નિશ્ચિત સમયે આપણને યાદ આવે, આપણે એ એક્શન લઈએ, એ પૂરું કર્યું હોવાનું
સ્પષ્ટપણે નોંધીએ...
આ બધું નિયમિત રીતે થાય તો વિચાર આદતમાં ફેરવાય - પછી જે વિચાર્યું હોય તે આપોઆપ થાય. અંતે બધી વાત આપણી પોતાની મક્કતા પર છે, પણ આદત કેળવવામાં ટેકનોલોજી પણ મદદ કરી શકે. કઈ રીતે, એ તપાસીએ!
nurçkx
rçk®Õzøk yuÃk íkÃkkMkku
ઉનાળો નજીક છે ત્યારે રોજેરોજ નિયમિત રીતે પૂરતું પાણી પીવાની હેલ્ધી હેબિટને
જ આપણે ઉદાહરણ તરીકે લઈએ. દરેક ઉંમરની વ્યક્તિ માટે આ કામની આદત છે - પણ આપણે ભૂલી
જઈએ છીએ. તમારા એપલ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં હેબિટ બિલ્ડિંગ એપ સર્ચ કરશો તો પાર વગરની એપ
મળી આવશે. એમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકો. ચાહો તો સાવ સાદી રીત, કાગળ-પેનની મદદથી રોજ કેટલા ગ્લાસ પાણી પીધું એની નોંધ પણ રાખી શકાય, પણ હેબિટ બિલ્ડિંગ એપ આખી વાતને નવા લેવલે લઈ જાય છે. એવું કેમ? બાજુમાં આપેલાં સ્ટેપ્સને દિલથી અનુસરશો તો તમે બરાબર સમજી જશો!
મૂળ કન્સેપ્ટ લગભગ બધી એપમાં સરખો જ મળશે -
કોઈ પણ હેબિટ નક્કી કરો, તેનાં એક્શન અને ગોલ નક્કી
કરો, ટ્રિગર તરીકે રિમાઇન્ડર મેળવો, એક્શન પૂરું કર્યાની નોંધ કર્ો અને છેવટે રોજના ગોલ પૂરા થયા કે નહીં તે ટ્રેક
કરતા રહો. આટલું દિલથી, નિયમિત રીતે કરો તો થોડા
દિવસમાં આવી કોઈ એપની જરૂર ન રહે, એ આદત આપણી રોજિંદી
દિનચર્ચાનો ભાગ બની જાય.
આપણે ટિકટિક (ticktick.com/download)
નામની એક એપમાં આ
કન્સેપ્ટનાં સ્ટેપ્સ સમજીએ. આ એપ મૂળ હેબિટ બિલ્ડિંગ માટે ડિઝાઇન થઈ નથી. એ બહુ
સારી ટુ-લિસ્ટ અને કેલેન્ડર એપ છે, હેબિટ બિલ્ડિંગ તેનો ફક્ત એક
ભાગ છે અને ફ્રી છે! તેની મદદથી કોઈ પણ વાતની આદત કેળવવાનો પ્રયાસ કરશો તો ટાઇમ
મેનેજમેન્ટની બહુ મહત્ત્વની આદત કેળવવામાં પણ આ એપ મદદરૂપ થશે! ફોનમાં આ એપ
ઇન્સ્ટોલ કરો, નીચેનાં પગલાં લઈ હેબિટ સેક્શન એક્ટિવેટ કરો અને પછી
બાજુમાં આપેલાં પગલાંને અનસરો - નિયમિત રીતે!
એપ ઓપન કરી, ડાબી પેનલ ઓપન કરો. તેમાં
સેટિંગ્સમાં જાઓ.
તેમાં ટેબ બારમાં જાઓ. તેમાં હેબિટ ટ્રેકરને ઇનેબલ કરો.
હવે એપના હોમ સ્ક્રીન પર ઉપર દર્શાવ્યા મુજબ, હેબિટનો આઇકન ઉમેરાઈ જશે.
rxÙøkh yLku xÙu®føkLke ÔÞðMÚkk fheLku, fkuE Ãký Lkðe nurçkx fu¤ðe þfkÞ, yk heíku...
એપમાં નીચે હેબિટ આઇકન પર ક્લિક કરતાં, ઉપર મુજબનું પેજ ઓપન થશે, પહેલાં તે કોરી પાટી જેવું હશે. પ્લસ ક્લિક કરી, નવી હેબિટ પસંદ કરવા આગળ વધો.
જુદા જુદા પ્રકારની હેબિટની ગેલેરી ઓપન થશે. ચાહો તો બિલકુલ નવી હેબિટ ક્રિએટ
કરી શકાય. આપણે ડ્રિંક વૉટર પસંદ કરી, આગળ વધીએ.
આપણી હેબિટ માટે પાણીના ગ્લાસનો આઇકન પસંદ કરીએ. નીચેની તરફ સ્ક્રોલ કરતાં, આ આદત કેળવવાનું જોમ ચઢે તેવું કોઈ વાક્ય પસંદ કરી શકાશે.
હવેનો ભાગ મહત્ત્વનો છે. હેબિટ મુજબ ક્યારે ક્યારે એક્શન લેવાનાં છે તે નક્કી
કરો. અહીંથી હેબિટ સંબંધિત વિવિધ બાબતો નક્કી કરી શકાશે.
રોજના દસેક કપ પીવાનો ગોલ નક્કી કરો. એપમાં તેનો રિમાઇન્ડર મળે અને આપણે પાણી પીધાની નોંધ કરીએ તો, ઓટોમેટિક એક કપ નોંધાઈ જાય એવું સેટ કરો.
હવે સવારના સાત-આઠ વાગ્યાથી આખા દિવસ માટે થોડા થોડા કલાકના અંતરે દસ
રિમાઇન્ડર સેટ કરી દો. એપ આપણને એ મુજબ પાણી પીવાનું યાદ અપાવશે.
આપણે ગોઠવેલા રિમાઇન્ડર મુજબ, નિશ્ચિત સમયે એપ ઓપન નહીં હોય
તો પણ પાણી પીવાનું યાદ અપાવતી સૂચના સ્ક્રીન પર પોપ-અપ થશે.
પાણી પીધા પછી આપણે યસ ટિક માર્કસને જમણી તરફ લસરાવીશું, એ સાથે અગાઉ કરેલા સેટિંગ મુજબ ટાર્ગેટના દસમાંથી એક કપ પાણી પીધાનું નોંધાઈ
જશે.
ટિક માર્કની નીચે આપેલા એરોને સ્વાઇપ કરતાં, ઉપર મુજબ, આપણે રોજેરોજ ખરેખર કેટલી વાર
પાણી પી રહ્યા છીએ તેની વિગતવાર માહિતી જોવા મળશે!