યુટ્યૂબર બનવું છે ? ઇઝી બન્યું છે વીડિયો એડિટિંગ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
યુટ્યૂબર બનવું છે ? ઇઝી બન્યું છે વીડિયો એડિટિંગ 1 - image


- Þwxâqçk {kxu ðerzÞku þqx fhðkLkwt fk{ Mknu÷wt Au, Ãký íkuLkwt yurz®xøk Úkkuzwt {w~fu÷ hÌkwt Au

અન્ય લોકોના વીડિયો યુટ્યૂબ પર જોઈ જોઈને અને ખાસ તો તેમની સતત વધતી પોપ્યુલારિટી જોઇને તમને પણ વીડિયો ક્રિએટર  કે યુટ્યૂબર બનવાનું મન થાય છે? આવા ‘વ્લોગર’ બનવાનું કામ આમ તો સહેલું છે, તમારી પાસે એક સારો કેમેરા ધરાવતો સ્માર્ટફોન હોવો જોઇએ. ઘેરબેઠાં શૂટિંગ કરી શકાય તેવા ટોપિક હોય તો વાત હજી સહેલી બને. જો વિવિધ ટુરિસ્ટ પ્લેસ કે શહેરનાં જાણીતાં ખાણીપીણીનાં સ્થળો વિશે તમે વીડિયો બનાવતા હો તો પણ બહુ મુશ્કેલ નથી. બસ, જે તે જગ્યાએ નીકળી પડો અને તમારા સ્માર્ટફોનથી વીડિયો શૂટ કરતા રહો. સેલ્ફ વીડિયો શૂટ કરવા કોઈ જોડીદાર જોઈએ કે પ્રમાણમાં સારી સેલ્ફી સ્ટિકથી કામ ચાલી જાય.

આમ તમારી વીડિયો ચેનલ માટે વીડિયો શૂટ કરવાનું કામ તો સહેલું છે, પરંતુ એ પછી તેનું સારી રીતે એડિટિંગ કરવું એ થોડું મુશ્કેલ કામ છે.

આ માટે પણ સંખ્યાબંધ ફ્રી અને પેઇડ ટૂલ્સ ઉપલબ્ધ છે. અગાઉ આપણે ‘ટેકનોવર્લ્ડ’માં આવાં ટૂલ્સની વાત કરી છે. અમુક ટૂલ્સ ખાસ્સાં ફીચર રિચ હોય છે, પરંતુ તેનો ઉપયોગ વીડિયો એડિટિંગની શરૂઆત કરી રહેલા લોકો માટે મુશ્કેલ હોય છે. ઉપરાંત આવાં ટૂલ મોટા ભાગે ડેસ્કટોપ પર ઉપલબ્ધ હોવાથી કમ્પ્યૂટર હોવું પણ જરૂરી બને.

વીડિયો ક્રિએટર્સની આ તકલીફો ધ્યાનમાં રાખીને યુટ્યૂબે હવે તેમને એક નવી ભેટ આપી છે. એન્ડ્રોઇડની એક એપ સ્વરૂપે.

આ એપ સરેરાશ વીડિયો ક્રિએટરની લગભગ બધી જરૂરિયાતો પૂરી કરી શકે તેવી છે, ફક્ત મોબાઇલના નાના સ્ક્રીન પર વીડિયો એડિટિંગમાં તમને ફાવટ આવી જવી જોઇએ. તો હવે મોટા ભાગના યુટ્યૂબર્સની ભાષામાં કહીએ તો ‘‘આઇએ શુરુ કરતે હૈં મુદ્દે કી બાત, બિના કિસી વિલંબ કે…!’’

ðerzÞku yurz®xøk {kxu Lkðe yuÃk: Þwxâqçk r¢yux

ભારતમાં તો ટિકટોક એપ પર પ્રતિબંધ મુકાઈ ગયો છે, પણ દુનિયામાં બીજે બધે ટિકટોક તરફથી યુ્ટ્યૂબને જબરી હરીફાઈ મળી રહી છે. તેનાં ઘણાં બધાં કારણો છે. તેમાંનું એક એ કે યુટ્યૂબની સરખામણીમાં ટિકટોક માટે વીડિયો બનાવવાનું કામ વધુ સહેલું છે.  બીજી તરફ યુટ્યૂબ પર ટિકટોક જેવા ટૂંકા વીડિયો ‘શોર્ટ્સ’ જોવાનું પ્રમાણ જબરજસ્ત વધી રહ્યું છે. યુ્ટ્યૂબના આંકડા અનુસાર અત્યારે દુનિયાભરમાં યુટ્યૂબ પર શોર્ટ વીડિયોઝને રોજના ૭૦ અબજ વ્યૂ મળી રહ્યા છે!

યુટ્યૂબ કંપની આ પોપ્યુલારિટીને નેકસ્ટ લેવલ પર લઇ જવા માગે છે. એ માટે કંપની યુટ્યૂબ માટે ટૂંકા કે લાંબા વીડિયો બનાવવાનું કામ બને એટલું સહેલું કરી રહી છે. એ માટે કંપનીએ હમણાં ત્રણ મોટી જાહેરાત કરી છે. જેમાંથી એક - એપ - આપણા સુધી પહોંચી ગઈ છે. કંપનીએ શરૂઆતમાં એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ‘યુ્ટ્યૂબ ક્રિએટ’ નામની આ એપ (YouTube Create Google LLC)લોન્ચ કરી છે.

આમ તો યુટ્યૂબ માટે વીડિયો ક્રિએટ કરવા ઓનલાઇન ટૂલ્સ અને એપ સ્વરૂપે મળતા એડિટરની કોઈ કમી નથી. યુટ્યૂબની નવી એપમાં જે સહવડો છે તેવી જ કે વધુ સગવડો આપતી અન્ય એપ્સ પણ છે, જેની આપણે અગાઉ ‘ટેકનોવર્લ્ડ’માં વાત કરી ગયા છીએ. મુખ્ય ફેર એ છે કે હવે યુટ્યૂબ કંપનીએ પોતે આવી એપ લોન્ચ કરી છે.

હાલમાં આ ફ્રી એપ ભારત ઉપરાંત યુએસ, યુકે, જર્મની, ફ્રાંસ, ઇન્ડોનેશિયા, કોરિયા અને સિંગાપોરમાં લોન્ચ થઈ ગઈ છે.

આઇઓએસ માટેની એપ આવતા વર્ષ સુધીમાં લોન્ચ થવાની શક્યતા છે.

પ્રોફેશનલ લાગે તેવા વીડિયો ક્રિએટ કરવાનું કામ થોડું મુશ્કેલ હોય છે, ખાસ કરીને બિગિનર્સ માટે. યુટ્યૂબ ક્રિએટ એપથી આ કામ સહેલું બનવાની આશા છે.

આ એપમાં ખાસ્સી ચોકસાઈ સાથે વીડિયો એડિટિંગ અને ટ્રીમિંગ (એટલે કે વીડિયો ક્લિપને જરૂર મુજબ કાપવાની સુવિધા)નાં ટૂલ્સ મળશે. એ ઉપરાંત વીડિયોમાં ઓટોમેટિક કેપ્શન તથા વોઇસ ઓવર ઉમેરવાની સુવિધા પણ મળશે. તેની સાથોસાથ એપમાં જ આપણે વીડિયોમાં જુદા જુદા પ્રકારનાં ફિલ્ટર્સ, ઇફેક્ટ્સ અને ટ્રાન્ઝિશન ઉમેરી શકીશું.

સાથે રોયલ્ટી ફ્રી મ્યુઝિક લાઇબ્રેરી પણ રહેશે. આ મ્યુઝિક ‘બીટ મેચિંગ’ ટેકનોલોજીથી સજ્જ હશે એટલે સ્ક્રીન પરના વીડિયો સાથે મ્યુઝિકનો તાલમેલ મિલાવી શકાશે. આ બધું  મોટા ભાગે ડેસ્કટોપ પરના પ્રોફેશનલ એડિટિંગ સોફ્ટવેરમાં મળતું હોય છે. જેનો ઉપયોગ હવે સહેલાઈથી મોબાઇલ પર કરી શકાશે.

yk yuÃkLkku WÃkÞkuøk fhðk {kxu...

તમને યુટ્યૂબ માટે વીડિયો ક્રિએટ કરવામાં રસ હોય તો આ એપ પર હાથ અજમાવી શકો છો. અગાઉ તમે અન્ય કોઈ વીડિયો એડિટિંગ એપ પર હાથ અજમાવ્યો હશે તો આ એપમાં એડિટિંગ વધુ સહેલું બનશે, કેમ કે મૂળ મુદ્દો વીડિયો એડિટિંગના કન્સેપ્ટ સમજવાનો જ છે.

શરૂઆત કરવા માટે...

તમારા એન્ડ્રોઇડ ફોનમાં યુટ્યૂબ ક્રિએટ એપ (YouTube Create Google LLC) ઇન્સ્ટોલ કરો (ફોનમાં ઓછામાં ઓછી ૪ જીબી રેમ હોવી જરૂરી છે, ભવિષ્યમાં ઓછી રેમવાળા અન્ય ડિવાઇસ માટે પણ આ એપ ઉપલબ્ધ થવાની શક્યતા છે).

ફોનમાં એપ ઓપન કર્યા પછી તમારા યુટ્યૂબ એકાઉન્ટથી સાઇન ઇન થાઓ.

એપના હોમ સ્ક્રીન પર ‘+’ પ્લસ આઇકન ક્લિક કરીને નવો પ્રોજેક્ટ શરૂ કરો.

હવે ફોનની ગેલેરીમાંથી ફોટો કે વીડિયો તમારા આ નવા પ્રોજેક્ટમાં ઉમેરી શકાશે (તમે ડિવાઇસમાંની અન્ય એપમાંથી પણ મીડિયા ઇમ્પોર્ટ કરી શકો છો).

આપણે એક પ્રોજેક્ટમાં એકથી વધુ ઇમેજ કે વીડિયો ઇમ્પોર્ટ કરી શકીએ છીએ.

સિલેક્ટ કરેલા ફોટો કે વીડિયો આપણા પ્રોજેક્ટમાં ઇમ્પોર્ટ કરવા માટે ‘ઇમ્પોર્ટ’ બટન પર ક્લિક કરો.

આ પછી વિવિધ એડિટિંગ ટૂલ્સની મદદથી આપણે પોતાના વીડિયોને એડિટ કરી શકીશું.

ðerzÞku r¢yuþLk{kt Ãký yuykR xqÕMk

યુટ્યૂબ ક્રિએટ એપ ઉપરાંત યુટ્યૂબ કંપનીએ વીડિયો ક્રિએટર્સને મદદરૂપ થાય તેવાં જુદાં જુદાં ઘણાં ફીચર્સ એનાઉન્સ કર્યાં છે. દેખીતી રીતે આ બધામાં નવા સમય અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મુખ્ય ભૂમિકા રહેશે. આ બધાં ફીચર્સ આવતા વર્ષમાં આપણને મળવા લાગશે.

yuykR-Ãkkðzo RLMkkRxTMk

યુટ્યૂબ માટે વીડિયો ક્રિએટ કરવો એ એક આખી અલગ પ્રોસેસની વાત છે, પરંતુ એની પહેલાંનું મહત્ત્વનું કદમ છે વીડિયો માટેનો આઇડિયા નક્કી કરવો. યુટ્યૂબ સ્ટુડિયોમાં ઉમેરાઇ રહેલા ‘એઆઇ-પાવર્ડ ઇન્સાઇટ્સ’ ફીચરની મદદથી વીડિયો ક્રિએટર્સને એઆઇ તરફથી નવા વીડિયો ક્યા ટોપિક પર બનાવી શકાય તેનાં સૂચન મળશે. મજાની વાત કે આવાં સૂચન જનરલ નહીં હોય, જે તે ચેનલ માટે પર્સનલાઇઝ્ડ હશે અને એ ચેનલના કયા વીડિયો વધુ જોવાઈ રહ્યા છે તે તપાસીને તેને આધારે નવા વીડિયોના ટોપિક સજેસ્ટ કરવામાં આવશે!

BÞwrÍf{kt ykrMkÂMxð Mk[o

યુટ્યૂબ વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. વીડિયોના ટોપિક અનુસાર જરૂરી માહોલ ઊભો કરવાનું કામ મ્યુઝિક બહુ પાવરફુલ રીતે કરી શકે. પરંતુ એ માટે મ્યુઝિક જે તે ટોપિકને મેચ થાય તેવું હોવું જોઇએ. ઇન્ટરનેટ પર વીડિયોમાં ઉમેરી શકાય તેવી પાર વગરની ફ્રી મ્યુઝિક ક્લિપ્સ ઉપલબ્ધ હોય છે. તેમ યુટ્યૂબ સ્ટુડિયોમાં પણ આવી ફ્રી અને પેઇડ મ્યુઝિક લાઇબ્રેરી છે. એઆઇની મદદથી આ  લાઇબ્રેરીનો ઉપયોગ વધુ સહેલો બનશે. આપણે પોતાનું વીડિયો કન્ટેન્ટ ક્યા પ્રકારનું છે એ ટાઇપ કરવાનું રહેશે, તેને આધારે એઆઇ વીડિયો માટે યોગ્ય મ્યુઝિક સૂચવશે.

ðerzÞkuLkwt ykuxku{urxf z®çkøk

હવે મોટા ભાગના યુટ્યૂબ ક્રિએટર્સને ફક્ત એક લેંગ્વેજમાં વીડિયો ક્રિએટ કરીને સંતોષ થતો નથી. ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચવું હોય તો તેમણે પોતાના વીડિયોને જુદી જુદી ભાષામાં ડબ કરવા પડે (ફક્ત સબ-ટાઇટલ્સ નહીં, ઓડિયો).  આ કામ સહેલું નથી. ખાસ કરીને જ્યારે વાત વીડિયો કન્ટેન્ટને પ્રોફેશનલ રીતે ડબ કરવાની હોય ત્યારે. તેના ઉપાય તરીકે યુટ્યૂબમાં ‘અલાઉડ’ નામે એક નવું એઆઇ -પાવર્ડ ટૂલ ઉમેરાઈ રહ્યું છે. આ ડબિંગ ટૂલની મદદથી વીડિયો ક્રિએટર્સ ખાસ્સી સહેલાઈથી તેમના કન્ટેન્ટને જુદી જુદી ભાષામાં ઓફર કરી શકશે!

{wMkkVhe ð¾íku ík{khk Áx ÃkhLkkt MÚk¤ku Mk[o fhðkt Au?

ધારો કે રજાઓનો મેળ પડતાં જ, તમે ફેમિલી સાથે પોતાની કારમાં અમદાવાદથી ઉદયપુર ફરવા નીકળી પડ્યા છો. આ રસ્તે મેપ્સથી નેવિગેશનની ખાસ જરૂર નહીં, છતાં તમારા ફોનમાં કે કારમાં એન્ડ્રોઇડ ઓટોથી મેપ્સમાં નેવિગેશન ઓન રાખવાના કેટલાક ફાયદા છે.

જેમ કે મુસાફરી દરમિયાન તમે બ્રેકફાસ્ટ માટે રસ્તામાં આવતી રેસ્ટોરાં શોધવી હોય કે પછી સૌથી નજીકનો પેટ્રોલ પમ્પ કેટલો દૂર છે એ જાણવું જરૂરી હોય. આ બધું જ મેપમાં આપણા ડેસ્ટિનેશન માટેનું નેવિગેશન ચાલુ હોય ત્યારે શોધી શકાય છે.

આ રીતે...

1. નેવિગેશન ઓન કર્યા પછી...

મુસાફરી ચાલુ હોય ત્યારે ફોનમાં મેપમાં નેવિગેશન શરૂ કરો. આથી મેપ પર તમારી કાર એરો સ્વરૂપે આગળ વધતી દેખાશે.

હવે ધારો કે આપણે રસ્તા પરના બધા પેટ્રોલ પમ્પ શોધવા છે. એ માટે સ્ક્રીન પર નીચે દેખાતા, સમય અને અંતર દર્શાવતા કાર્ડને ઉપરની તરફ સ્વાઇપ કરો.

2. જે કાર્ડ ખૂલે તેમાં...

નેવિગેશન ચાલુ હોય ત્યારે સમય અને અંતર દર્શાવતા કાર્ડને સ્વાઇપ કરીને ઉપર લઈ જતાં વિવિધ ઓપ્શન્સનો સ્ક્રીન ઓપન થાય છે.

અહીં ‘સર્ચ એલોંગ રુટ’ના વિકકલ્પ પર ક્લિક કરો. તમે પોતે ડ્રાઇવ ન કરતા હો ને પૂરતી ફુરસદ તથા જિજ્ઞાસા હોય તો અન્ય વિકલ્પો પણ તપાસી શકાય!

3. જોઈતી બાબતો સર્ચ કરો...

ઓપ્શન્સના સ્ક્રીન પર ‘સર્ચ એલોંગ રુટ’ પર ક્લિક કરતાં, વળી નવા વિવિધ વિકલ્પો દર્શાવતો સ્ક્રીન જોવા મળશે. અહીં તમે જોશો તેમ, રુટ પરના પેટ્રોલ પમ્પ, રેસ્ટોરાં, કોફી શોપ, ગ્રોસરી સ્ટોર, રેસ્ટ સ્ટોપ, હોટેલ વગેરેમાંથી કંઈ પણ અથવા બીજી કોઈ પણ બાબત સર્ચ માટે પસંદ કરી શકાશે.

4. જોઇતી બાબતો રૂટ પર જુઓ!

ધારો કે આગલા સ્ક્રીન પર આપણે પેટ્રોલ પંપનો વિકલ્પ પસંદ કર્યો. તો હવે આપણે નેવિગેશનના મેઇન સ્ક્રીન પર આવીશું અને ત્યારે આપણા રૂટ પર જેટલા પેટ્રોલ પંપ હશે એ બધા દેખાશે. સાથોસાથ આપણા લોકેશનથી કેટલા અંતરે છે એ પણ દેખાશે. હવે પછીની ટ્રિપ વખતે આવું સર્ચ ટ્રાય કરજો!


Google NewsGoogle News