Get The App

બે વાતમાં માસ્ટર બનવું છે ? ગુરુ બનાવો AIને

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
બે વાતમાં માસ્ટર બનવું છે ? ગુરુ બનાવો AIને 1 - image


- økÞk yXðkrzÞu [uxSÃkexe{kt yuzðkLMz ðkuRMk {kuz ÷kuL[ ÚkÞku, yuLkku ÷k¼ ykÃkýu {¤u íku Ãknu÷kt...

આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની જોરદાર ચર્ચા ચાલી છે. ઘણાને તેમાં જબરા લાભ દેખાય છે, ઘણાને ચિંતા છે કે એઆઇ અનેક જોબ ખાઇ જશે. આ બંને છેડાની વાતો ઘણે અંશે સાચી છે. ઇચ્છીએ તો પણ બદલી ન શકીએ એવી વાત એ છે કે આપણે હવે એઆઇ સાથે જ જીવવાનું છે.

એ સાથે, પાયાનો સવાલ એ પણ છે કે એઆઇ સાથે પનારો પાડ્યા વિના છૂટકો નથી તો આપણે શું કરવું? એઆઇ સામે વાંધાવચકા કાઢવા? કે પછી એઆઇનો કસ કાઢતાં શીખવું?

ચેટજીપીટી, જેમિની, કોપાઇલટ વગેરેની ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ છે, પણ આપણી પાસે તો અસલી, કુદરતી ઇન્ટેલિજન્સ છે! એને કામે લગાડીએ, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કામે લગાડીને પણ ઘણું શીખી શકીએ.

જેમ કે તમે ઇચ્છો તો ચેટજીપીટીને ગુરુપદે સ્થાપી શકો. પછી એકલવ્યની જેમ, ચોટલી બાંધીને અભ્યાસ શરૂ કરો તો થોડા સમયમાં તમે ઓછામાં ઓછી બે બાબતમાં માસ્ટરી મેળવી શકો - એક, ઇંગ્લિશમાં પૂરા કોન્ફિડન્સથી વાતચીત કરવામાં અને બે, તમે નક્કી કરેલા કોઈ પણ એક કે વધુ વિષયમાં.

વાતમાં રસ પડ્યો? આવો જાણીએ, એઆઇનો કસ કાઢવાનો એક કિમિયો!

rðrðÄ AI MkŠðMk{kt ðkuRMk {kuzLkku ÷k¼ ÷uðk suðku Au - rLkÞr{ík heíku!

ટેકન્યૂઝથી માહિતગાર રહેવું તમને ગમતું હશે તો કદાચ તમે જાણતા હશો કે ગયા અઠવાડિયે ઓપનએઆઇ  કંપનીએ તેની ચેટજીપીટી સર્વિસમાં ‘એડવાઇન્સ્ડ વોઇસ મોડ’ લોન્ચ કર્યો. ‘એડવાન્સ્ડ’ શબ્દ ઉમેરાયો, એનો દેખીતો અર્થ એ કે આ પહેલાં સાદો કે સ્ટાન્ડર્ડ વોઇસ મોડ લોન્ચ થઈ ગયો હતો. એડવાન્સ્ડ મોડ, અત્યારે મર્યાદિત યૂઝર્સ માટે સીમિત છે, પણ તમે ઇચ્છો તો સ્ટાન્ડર્ડ કે નોર્મલ વોઇસ મોડ પણ બહુ ઉપયોગી થશે, જે ફ્રી છે.

કઈ રીતે ઉપયોગી થશે એની વધુ વિગતે વાત કરતાં પહેલાં, થોડી વાત આ વોઇસ મોડ વિશે કરી લઈએ.

વર્ષ ૨૦૨૨માં ઓપનએઆઇ કંપનીએ તેની ચેટજીપીટી સર્વિસ પબ્લિક રિવ્યૂ માટે ઓપન કરી હતી. તે સમયે આપણને લગભગ પહેલી વાર કોઈ ખરેખરી સ્માર્ટ ‘વ્યક્તિ’ સાથે મનમાં આવે તે વિષય પર ટેક્સ્ટ આધારિત વાતચીત કરવાની તક મળી હતી. એ પછી તો એઆઇ ચેટિંગે આખી દુનિયામાં તહેલકો મચાવી દીધો.

એ વાતના એકાદ વર્ષ પછી કંપનીએ ચેટજીપીટી ચેટબોટ સાથે આપણે ટેકસ્ટ ઉપરાંત વોઇસ મોડમાં વાતચીત કરી શકીએ એવી સગવડ પણ આપી.

ચેટજીપીટીનો વોઇસ મોડ ટેકસ્ટ ચેટિંગ જેટલો પાવરફુલ હોવા છતાં શરૂઆતમાં એની વાત એક જુદા જ ફાંટે ફંટાઈ ગઈ. બન્યું એવું કે અમેરિકાની એક એકટ્રેસે દાવો કર્યો કે ચેટજીપીટી સર્વિસે તેના વોઇસ મોડમાં એક્ટ્રેસની મંજૂરી વિના તેના અવાજનો ઉપયોગ કર્યો હતો. એ પછી કંપનીએ વારંવાર ખુલાસા કરવા પડ્યા કે કંપનીનો એવો કોઈ ઇરાદો નહોતો અને વાસ્તવમાં કંપનીએ જુદા જુદા વોઇસ એકટર્સની મદદ લઇને તેનો વોઇસ મોડ તૈયાર કર્યો છે.

એ સમયે, એટલે કે સપ્ટેમ્બર ૨૦૨૩માં જ વોઇસ મોડ ઉપરાંત ચેટજીપીટી ‘જોઇ શકે’ એવી ક્ષમતાઓ પણ તેમાં ઉમેરાઈ. પરિણામે આપણે કોઈ પણ બાબતનો ફોટોગ્રાફ લઇને તેના વિશે ચેટજીપીટી પાસેથી વધુ માહિતી કે માર્ગદર્શન મેળવી શકીએ છીએ.

આમ જુઓ તો આ બધી નવી વાત નહોતી. ચેટજીપીટીના આગમન પહેલાં આ બધું શક્ય બની ગયું હતું. જેમ કે આપણી પાસે એન્ડ્રોઇડમાં ગૂગલ આસિસ્ટન્ટ, એપલમાં સિરી અને એમેઝોનમાં એલેક્સા જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ હાથવગા હતા. આ બધી સર્વિસ સાથે આપણે શબ્દો ટાઇપ કરીને અથવા વોઇસ ટાઇપિંગની મદદથી વાતચીત કરી શકતા હતા. ગૂગલ લેન્સની મદદથી ફોટોગ્રાફ બતાવીને આપણે તેના વિશે ઘણું વધુ જાણી શકીએ છીએ.

આમ એઆઇ સર્વિસ સાથે વોઇસ મોડમાં વાતચીત તે સાવ નવી વાત નથી, પરંતુ ચેટજીપીટીનો વોઇસ મોડ આખી વાતને નવા લેવલે લઈ જાય છે. અન્ય સર્વિસ મોટા ભાગે ઇન્ટરનેટ પરથી જુદી જુદી બાબતો તારવી આપવાનું કે એક્શન લેવાનું કામ કરે છે. જ્યારે ચેટજીપીટી સર્વિસ ટાઇપ અથવા વોઇસ મોડમાં ઘણી વધુ સાહજિક રીતે આપણી સાથે વાત કરી શકે છે.

આ કારણે આપણે કોઈ પણ વિષયમાં એક્સપર્ટ બનવું હોય કે માત્ર ઇંગ્લિશ ભાષા પર આપણું પ્રભુત્વ વધારવું હોય તો પણ ચેટજીપીટી સર્વિસને ગુરુ બનાવવા જેવી છે.

તેનો લાભ લેવા માટે આપણે ફક્ત આટલું કરવાનું છે. પોતાના સ્માર્ટફોનમાં ચેટજીપીટી એપ ઇન્સ્ટોલ કરવાની અને તેમાં નિયમિત રીતે - બરાબર યાદ રાખજો, નિયમિત રીતે - ચેટજીપીટી સાથે વોઇસ મોડમાં વાતચીત કરતા રહેવાનું. બની શકે તો રોજ ૧૦-૧૫ મિનિટ જેટલો સમય ફાળવીને ‘આજે ચેટજીપીટી સાથે ક્યા મુદ્દે વાતચીત કરવીતેનું એક કાચું માળખું તૈયાર કરી લેવું અને પછી બીજો થોડો સમય ફાળવીને ચેટજીપીટમાં વાતચીત કરવા ઝંપલાવવાનું! 

તમે ઇચ્છો તો હજી ગૂગલ આસિસ્ટન્ટ, સિરી કે એલેક્સા સાથે પણ આ રીતે વાતચીતના દોર ચલાવી શકો. પછી, લગભગ એ જ મુદ્દાઓ વિશે ચેટજીપીટી સાથે ચર્ચા કરી જુઓ. બધી અલગ અલગ સર્વિસ કેટલી અલગ છે એ તરત સમજાશે.

જેમ કે, મેં પહેલાં ચેટજીપીટી સર્વિસને પૂછ્યું કે ‘કેન યુ કન્વર્સ વિથ મી ઓન ડાઇવર્સ ટોપિક્સ એન્ડ હેલ્પ મી ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશચેટજીપીટીએ તરત ઉત્સાહભેર કહ્યું કે ‘હા ચોક્કસ, આપણે તમે કહો તેટલા વિવિધ વિષય પર વાતચીત કરીએ. તમને ભાષા શીખવામાં પણ આટલી રીતે... ફાયદો થશે!’

એ જ સવાલ મેં ગૂગલ આસિસ્ટન્ટને પૂછ્યો, તો તેનો જવાબ હતો, ‘‘હું તમને બંને વિષય - ડાઇવોર્સ-સંબંધિત બાબતો અને ઇંગ્લિશ લેંગ્વેજ ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરીશ!’’ ગૂગલ આસિસ્ટન્ટે ડાઇવર્સનો ઉચ્ચાર સમજવામાં ગોથું ખાધું (એ મારી ઉચ્ચાર ભૂલ પણ હોઈ શકે). પછી ડાઇવોર્સ અને ઇંગ્લિશ લેંગ્વેજ ઇમ્પ્રૂવમેન્ટ વચ્ચે દેખીતો કોઈ સંબંધ ન હોવા છતાં, તેણે એ વિશે કોઈ સ્પષ્ટતા કર્યા વિના પોતાની વાત આગળ ચલાવી!

ચેટજીપીટી સાથેની વોઇસ વાતચીત પ્રમાણમાં વધુ સહજ રહી. ભાષા પર પ્રભુત્વ મેળવવું હોય કે અન્ય કોઈ વિષય સમજવો હોય, સામેની વ્યક્તિ સાથે આપણે કેટલા સહજ રહી શકીએ છીએ એના પર સફળ થવાનો બહુ મોટો આધાર હોય છે. ચેટજીપીટી સાથે આવી સહજ, રસાળ રીતે વાત કરીએ તો આપણો કોન્ફિડન્સ પણ વધે!

ChatGPT{kt ðkuRMk {kuzLkku WÃkÞkuøk

xuõMx Lknª, ðkuRMk {kuz

ચેટજીપીટીમાં આપણે પોતાની વાતનો ઇનપુટ (પ્રોમ્પ્ટ) બે રીતે આપી શકીએ - ટેક્સ્ટ બોક્સમાં ટાઇપ કરીને અથવા વોઇસથી. એ માટે, ફોનમાં ચેટજીપીટી એપ ઇન્સ્ટોલ કરી લો. તેમાં નીચેની તરફ ટેક્સ્ટ બોક્સમાં કંઈ પણ ટાઇપ કરો અથવા વોઇસ મોડ માટે માઇક્રોફોન કે હેડફોન પર ક્લિક કરો. માઇક્રોફોન પર ક્લિક કરતાં, આપણી વાત રેકોર્ડ થશે અને પછી ચેટજીપીટી જવાબ આપશે. જ્યારે હેડફોન પર ક્લિક કરતાં, લગભગ રિઅલ ટાઇમમાં વોઇસ આધારિત વાતચીત કરી શકાશે.

Ãknu÷kt sYhe Mku®xøk fhe ÷ku

ચેટજીપીટી સાથે ઇંગ્લિશ અને હિન્દી ઉપરાંત જુદી જુદી ઘણી ભાષામાં વોઇસ મોડનો ઉપયોગ કરી શકાય છે. આથી આપણે પોતાની ઇનપુટ લેંગ્વેજ નક્કી કરી ન હોય તો આપણા ઉચ્ચારો મુજબ, એ જુદી ભાષાનો ઇનપુટ સમજી શકે છે. એવું થતું ટાળવા માટે ડાબી પેનલ ઓપન કરી, તેમાં ઇંગ્લિશને ઇનપુટ લેંગ્વેજ તરીકે પસંદ કરી લો.

અત્યારે વોઇસ મોડમાં ચેટજીપીટી કુલ ચાર વોઇસમાં વાત કરી શકે છે. દરેકનો ડેમો સાંભળી જુઓ અને જે પસંદ પડે, તેને પસંદ કરી લો!

çkku÷eLku ðkík[eík þY fhku

હવે ટેક્સ્ટ ઇનપુટ બોક્સની જમણી તરફના હેડફોન આઇકન પર ક્લિક કરતાં, આપણે ચેટજીપીટી સાથે કનેક્ટ થઈશું. એ પછી આપણે કંઈ પણ બોલીને ચેટજીપીટી સાથે વાત કરી શકીશું. આપણી વાત પૂરી થતાં તે આપણે જે કહ્યું હોય કે પૂછ્યું હોય તેનો  જવાબ આપશે. મેન્યુઅલ કંટ્રોલ માટે આપણે સર્કલ પર આંગળી પ્રેસ કરી રાખી શકીએ અને બોલવાનું પૂરું થતાં આંગળી હટાવી શકીએ. આપણે આ રીતે જે કંઈ વોઇસ-આધારિત વાતચીત કરીએ તે, વાત પૂરી થતાં ટેક્સ્ટ સ્વરૂપે પણ મળી જાય!

ðkuRMk {kuz{kt ðkík[eíkLkku Ãkqhku ÷k¼ fE heíku {¤u?

સૌથી પહેલી વાત - આપણે નિશ્ચિત ધ્યેય સાથે ચેટજીપીટી સાથે વોઇસ ચેટિંગ શરૂ કરવું જોઈશે. કોઈ પણ એઆઇ સાથે અમથી વાત કરવી અને ચોક્કસ હેતુથી વાત કરવી એ બંનેમાં બહુ મોટો તફાવત છે. આપણાં બે ધ્યેય હોઈ શકે - એક, પોતાને ઉપયોગી કોઈ ચોક્કસ વિષય વિશે સતત વધુ માહિતી મેળવવી અને બે, એ વિષય વિશે અને એથી આગળ જુદા જુદા વિષય વિશે, ઇંગ્લિશમાં સરસ રીતે વાતચીત કરતાં શીખવું.

આ બધું આપણે કોઈ વાસ્તવિક, પરિચિત વ્યક્તિ સાથે પણ કરી શકીએ, પરંતુ એમાં કેટલીય શરતો છે. એ ઇંગ્લિશ અને વિવિધ વિષયોના ખરેખર એક્સપર્ટ હોવા જોઈએ, એમની પાસે સમય હોવો જોઈએ, એ આપણી ભૂલો સુધારી શકવા જોઈએ, એમને રોજેરોજ વાત કરવાનો કંટાળો ન આવવો જોઈએ...! એટલે જ ચેટજીપીટી જેવી સર્વિસની મદદ લેવી પડે - એ આ બધી શરતોનું પાલન કરશે (ફક્ત, એ જે બોલે તે બધું જ કદાચ સાચું ન પણ હોય, એટલે એ પણ ધ્યાનમાં રાખવું પડશે).

તમે કોઈ વિષય નક્કી કરો ત્યારે રોજેરોજ, તેના વિશે આપણે શું જાણવા માગીએ છીએ કે જાણવું જરૂરી છે, એ નક્કી કરવું જોઈશે. એ ચોક્કસ વિષય હોઈ શકે અથવા કરન્ટ અફેર્સ પણ હોઈ શકે (ચેટજીપીટી હવે લેટેસ્ટ ઇન્ફર્મેશન પણ ડિસ્કસ કરી શકે છે). પછી એ સવાલોને ઇંગ્લિશમાં, સ્પષ્ટ રીતે, સ્પષ્ટ ઉચ્ચારો સાથે પૂછતાં શીખવું જોઈશે.

આટલી તૈયારી પછી, ચેટજીપીટીના વોઇસ મોડમાં ઝંપલાવો! 

પ્રેક્ટિસ, પ્રેક્ટિસ, પ્રેક્ટિસ

તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હો કે ઇંગ્લિશ બોલવામાં સારી ફાવટ હોય તો પણ, જ્યારે ખરેખર કોઈ નિશ્ચિત મુદ્દા વિશે વાત કરવાની થાય ત્યારે આપણે થોથવાઈએ એવું બની શકે. હંમેશાં યાદ રાખવું કે ‘પ્રેક્ટિસ મેક્સ અ મેન (ઓર વૂમન!) પરફેક્ટ.’ રોજેરોજ, પૂરતી તૈયારી સાથે એઆઇ સાથે વાતચીત કરશો તો તમને પોતાને ફર્ક સમજાશે.

ઉચ્ચારો પર ફોકસ

તમે જે વિચાર્યું હોય તે સ્પષ્ટ ઉચ્ચારો સાથે, ઉતાવળ કર્યા વિના બોલી શકો છો? આપણે જે પૂછીએ તે ચેટજીપીટી સમજી શકે છે? અહીં સારી વાત એ છે કે ટુ-વે કમ્યુનિકેશન છે, એટલે ચેટજીપીટી કંઈ બોલે ત્યારે તેના ઉચ્ચારો તરફ પણ પૂરતું ધ્યાન આપવાથી ચોક્કસપણે ફાયદો થશે.

વોકેબ્યુલરી વધારતા જાઓ

ચેટજીપીટી સાથેની રોજેરોજની વાતચીત દરમિયાન, તમે ધીમે ધીમે નવા નવા શબ્દોનો ઉપયોગ વધારી શકો. એ બોલે, તેમાંથી પણ નવા શબ્દો પકડી શકાય.

સાંભળતાં શીખવું જરૂરી છે

મોટા ભાગે એવું બનતું હોય છે કે આપણે કોઈને પૂરતા ધ્યાનથી, એકાગ્રતાથી સાંભળતા હોતા નથી. યોગ્ય કમ્યુનિકેશન માટે સામેની વ્યક્તિને બરાબર સાંભળવી જરૂરી છે. એ શીખીશું, તો જ જે સાંંભળ્યું તેમાંથી નવા સવાલો પૂછતાં શીખી શકીશું.

સૌજન્યપૂર્ણ રીવાતચીત

ચેટજીપીટી સાથે આપણે ફોર્મલ-ઇન્ફોર્મલ બંને રીતે વાતચીત કરી શકીએ.પરંતુ દરેક સ્થિતિમાં એ જેટલી સૌજન્યપૂર્ણ રીતે, શાલીન રીતે આપણી સાથે વાતચીત કરે છે તેના તરફ પૂરતું ધ્યાન આપવા જેવું છે. ઇન્ટરવ્યૂ વખતે બહુ કામ લાગશે!

ફીડબેક મેળવતા રહો

 આ સૌથી અગત્યનો મુદ્દો છે. આપણે ચેટજીપીટી સાથે એક સેશન પૂરું કરીએ એ પછી આપણે તેની સાથે કેવી વાતચીત કરી, ક્યાં ભૂલો કરી, શું સુધારાની જરૂર છે એનો ફીડબેક ચેટજીપીટીને જ પૂછી શકાય.

પરંતુ યાદ રહે, આ બધું જ પૂરી નિષ્ઠાથી, નિયમિત રીતે  કરશો તો જ તેનો જોઈએ એટલો ફાયદો મળશે.


Google NewsGoogle News