Get The App

જૂના અને નકામા મેસેજ આપોઆપ ડિલીટ કરવા છે ?

Updated: Aug 23rd, 2022


Google NewsGoogle News
જૂના અને નકામા મેસેજ આપોઆપ ડિલીટ કરવા છે ? 1 - image


આપણા સ્માર્ટફોનમાં સ્ટોરેજ સ્પેસ સતત વધતી જાય છે અને એસએમએસ સામાન્ય રીતે ખાસ્સી જગ્યા રોકતા નથી, પણ જ્યારે તેનો હદ બહાર ભરાવો થઈ જાય ત્યારે તેની અસર વર્તાવા લાગે છે. મેસેજિંગની એપ ઓપન થવામાં ઘણી વાર લાગે, ખૂલ્યા પછી ઉપર કે નીચેની તરફ સ્ક્રોલ કરવામાં તકલીફ થાય વગેરે એસએમએસનો ભરાવો થયાની નિશાની છે. વધુ પડતા મેસેજ જોઈને તમને માનસિક તાણ થતી હોય તો પણ જૂના, નકામા મેસેજ ડિલીટ કરવા જોઈએ! સદનસીબે અમુક સંખ્યામાં એસએમએસ જમા થયા પછી, જૂના મેસેજ આપોઆપ ડિલીટ થતા રહે એવી ગોઠવણ કરી શકાય છે.

એન્ડ્રોઇડ ફોનઃ એન્ડ્રોઇડ ફોનમાં મેસેજિંગ એપ ઓપન કરી, સેટિંગ્સમાં જાઓ. અહીં ‘ડિલીટ ઓલ્ડ મેસેજીસ’નો વિકલ્પ જોવા મળે તો તેને ક્લિક કરી, ઇનેબલ ન હોય તો કરો. હવે તમે મહત્તમ કેટલા મેસેજ જમા થયા પછી જૂના મેસેજ ડિલીટ કરવા માગો છો તે નક્કી કરી શકો છો. મોબાઇલની સ્ટોરેજ કેપેસિટી અનુસાર તેમાં વધઘટ કરી શકાય છે. ટેક્સ્ટ મેસેજ કરતાં, મલ્ટિમીડિયા મેસેજ વધુ હેવી હોય છે, તેથી તેની સંખ્યા એકદમ મર્યાદિત રાખી શકાય. તમારા પર આવતા ઓટીપીના મેસેજ, તેનો સમય વીત્યા પછી કોઈ કામના હોતા નથી. તે ૨૪ કલાક પછી ઓટોમેટિકલી ડિલીટ થાય એવું સેટિંગ પણ કરી શકાય.

આઇફોનઃ આઇફોનમાં મેસેજની સંખ્યાને બદલે સમયની મર્યાદા નક્કી કરી શકાય છે. એ માટે, સેટિંગ્સમાં જઈને મેસેજીસમાં જાઓ.અહીં મેસેજ હિસ્ટ્રીમાં જઈ, કીપ મેજીસ પર ક્લિક કરો. અહીં ફોરએવરને બદલે ૩૦ દિવસ કે ૧ વર્ષનો વિકલ્પ પસંદ કરવાથી એટલા સમયથી જૂના મેસેજ ડિલીટ થતા રહેશે.


Google NewsGoogle News