વોયેજર -૨ અવકાશયાન પૃથ્વીથી ૨ હજાર કરોડ કિમી દૂર, સફર અનંત કાળ સુધી ચાલતી રહેશે

૧૯૭૭માં સૌર મંડળ બહારના ગ્રહોના અભ્યાસ માટે નાસાએ લોંચ કરેલું

એન્ટેનાને પૃથ્વી તરફ પોઇન્ટ કરવા માટે એક નવો કમાંડ તૈયાર કરવામાં આવ્યો છે.

Updated: Aug 8th, 2023


Google NewsGoogle News
વોયેજર -૨ અવકાશયાન પૃથ્વીથી ૨ હજાર કરોડ કિમી દૂર, સફર અનંત કાળ સુધી ચાલતી રહેશે 1 - image


ન્યૂયોર્ક,8 ઓગસ્ટ,2023,મંગળવાર 

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ૧૯૭૭માં સૌર મંડળ બહારના ગ્રહોના અભ્યાસ માટે વોયેજર-૨ સ્પેસ મિશન લોંચ કર્યુ હતું. આ વોયેજર હાલમાં પૃથ્વીથી ૨૦૦૦ કરોડ કિમી દૂર છે. ગત વર્ષ અગમ્ય ટેકનિકલ ખામીના લીધે યાન સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નાસાની જેટ પ્રોપલ્શન લેબોરટરી ગત સપ્તાહ જણાવ્યું હતું કે ૨૧ જુલાઇના રોજ વોયેજરને મોકલવામાં આવેલા કમાંડના કારણે ભૂલથી એન્ટેના પૃથ્વીથી  બે ડિગ્રી પોઇન્ટ દૂર થયો હતો.

આથી  તે પોતાના મિશન કંટ્રોલનો ડેટા મોકલતું ન હતું અને કમાંડ રિસીવ પણ થતા ન હતા.૧૫ ઓકટોબરના રોજ ઓટોમેટેડ રી ઓરિેએન્ટેશન ના થાય ત્યાં સુધીમાં આ પરીસ્થિતિમાં કોઇ સુધારો થવાની આશા ન હતી.૧ ઓગસ્ટના રોજ વૉયજર પ્રોજેકટ મેનેજર સુજેન ડૉડે જણાવ્યું હતું કે ટીમ દ્વારા ડીપ સ્પેસ નેટવર્કની મદદ લીધી હતી.આ વિશાળ રેડિયો એન્ટેનાનું એક નેટવર્ક છે. આમાં પ્રયાસ સફળ રહેતા અંતરિક્ષયાનમાંથી હાર્ટ બીટ સિગ્નલ મળ્યા હતા. આથી માલૂમ પડયું કે અંતરિક્ષયાન જીવંત છે અને તે કામ કરી રહયું છે. એટલું જ નહી નાસાની ટીમ અંતરિક્ષયાનના એન્ટેનાને પૃથ્વી તરફ પોઇન્ટ કરવા માટે એક નવો કમાંડ તૈયાર કરવામાં આવ્યો છે.

વોયેજર -૨ અવકાશયાન પૃથ્વીથી ૨ હજાર કરોડ કિમી દૂર, સફર અનંત કાળ સુધી ચાલતી રહેશે 2 - image

નાસાનું વોયેજર -૨ સ્પેસયાન જેપીએલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું એના દ્વારા જ ઓપરેટ કરવામાં આવી રહયું છે. આ મિશન નાસાના હેલિયોફિઝિટકલ સિસ્ટમ ઓબ્જર્વેટરીનો જ એક ભાગ છે. વોયેજર-૨ ડિસેમ્બર ૨૦૧૮માં હેલિયોસ્ફેયરને આંબી ગયું હતું. આ સૂર્યથી સુદૂર વાતાવરણનું એક પડ છે જે અંતરિક્ષમાં એક પ્રકારનું સુરક્ષાત્મક ચુંબકિય બબલ છે. વોયેજર હજુ તારાઓની વચ્ચેની જગ્યાએ યાત્રા કરી રહયું છે. સૌર મંડળને પાર કર્યુ તે પહેલા ગુરુ અને શનિ ગ્રહ પર સંશોધન કર્યુ હતું. યુરેન્સ અને નેપ્ચ્યૂન ગ્રહની યાત્રા કરનારું એક માત્ર સ્પેસયાન છે એટલું જ નહી ઇન્ટરટેલર મીડિયમમાં દાખલ થનારું પણ પ્રથમ અંતરિક્ષયાન છે. 

વોયેજર -૨ અવકાશયાન પૃથ્વીથી ૨ હજાર કરોડ કિમી દૂર, સફર અનંત કાળ સુધી ચાલતી રહેશે 3 - image

વોયેજર -૨ ની સફર અનંત કાળ સુધી ચાલ્યા કરવાની છે. તેમાં ૧૨ ઇંચની ગોલ્ડ પ્લેટેડ કોપર ડિસ્ક છે જેને ગોલ્ડન રેકોર્ડ કહેવામાં આવે છે. આ રેકોર્ડની સામગ્રીઓ નાસાની એક કમિટીએ પસંદ કરી હતી. જેના તત્કાલિન અધ્યક્ષ અમેરિકાના ખ્યાતનામ ખગોળશાસ્ત્રી કાર્લ સાગન હતા. જો કયારેક સંભવિત બીજા ગ્રહોના નિવાસીઓ મળશે તો આ રેકોર્ડ પરગ્રહવાસીઓને આપણી દુનિયા અને માણસોની કહાની જણાવશે. આમા સૌરમંડળના એક નકશાનો પણ સમાવેશ થાય છે.યૂરેનિયમનો એક ટુકડો છે જે રેડિયો એકિટવ કલોકનું કામ કરે છે જે અંતરિક્ષયાન રવાના થયાની તારીખ બતાવી શકે છે. 

વોયેજર -૨ અવકાશયાન પૃથ્વીથી ૨ હજાર કરોડ કિમી દૂર, સફર અનંત કાળ સુધી ચાલતી રહેશે 4 - image

આ ગોલ્ડન રેકોર્ડ કેવી રીતે વગાડવી તેને  લગતા દિશા સૂચન પણ આપવામાં આવ્યા છે. પૃથ્વી પર લોકો કેવી રીતે રહે છે તે દર્શાવવા માટે ઇનકોડેડ તસ્વીરો પણ છે. કેટલાક પ્રકારનું સંગીત અને ખાસ ધ્વની પણ સેટ કરવામાં આવ્યો છે. હાલમાં વોયજર પાવર બેંકની મદદથી ડેટા મોકલતું રહે છે પરંતુ ૨૦૨૫ પછી પાવર બેંક ધીમે ધીમે ઓછી થતી જશે. જો કે તેમ છતાં વોયેજર મિલ્કી વે માં તરવાનું અને આગળ વધવાનું ચાલું રાખશે. કદાંચ અનંતકાળ સુધી અટકયા વિના આગળ વધતું રહેશે.


Google NewsGoogle News