Get The App

જિયો, એરટેલ અને BSNL પર સંકટના વાદળ: વોડાફોને સામાન્ય સ્માર્ટફોન દ્વારા સેટેલાઇટની મદદથી કર્યો પહેલો વીડિયો કોલ

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
જિયો, એરટેલ અને BSNL પર સંકટના વાદળ: વોડાફોને સામાન્ય સ્માર્ટફોન દ્વારા સેટેલાઇટની મદદથી કર્યો પહેલો વીડિયો કોલ 1 - image


Vodafone Creates History: વોડાફોન દ્વારા હાલમાં જ એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. તેમણે સામાન્ય સ્માર્ટફોન દ્વારા દુનિયાનો પહેલો સેટેલાઇટ વીડિયો કોલ કર્યો છે, અને તે વિપુલ સફળ થયો. કોઈ પણ નવી ડિવાઇઝનો ઉપયોગ કર્યા વગર 4G/5G સ્માર્ટફોન વડે આ વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ AST સ્પેસમોબાઇલ સાથેના સહયોગ દ્વારા મેળવી હતી. કનેક્ટિવિટી વધારવા અને વિશ્વભરમાં કનેક્ટ રહેવા માટે આ ખૂબ જ ઉત્તમ ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજી દ્વારા ગામડાઓ અને પર્વતીય વિસ્તારોમાં પણ સારી કનેક્ટિવિટી મળશે. આ સર્વિસને કારણે જિયો, એરટેલ અને BSNL માટે સંકટની સ્થિતિ જોવા મળશે.

ક્યારે પ્રાપ્ત કરી આ સિદ્ધિ?

વોડાફોન દ્વારા આ પરિક્ષણ 28 જાન્યુઆરીએ લંડનમાં આવેલા મિડ-વેલ્સના પર્વતીય વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. અહીં મોબાઇલ બ્રોડબેન્ડ નેટવર્ક નહિંવત છે, અને આ જ કારણે આ સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું. આ વીડિયો કોલ વોડાફોનના એન્જિનિયર રોવાન ચેસ્મર અને વોડાફોન ગ્રુપ ચીફ એક્ઝિક્યુટીવ માર્ગરિટા ડેલા વેલ વચ્ચે કરવામાં આવ્યો હતો. યુકેના ન્યૂબરી, બર્કશાયરમાં આવેલા વોડાફોનના મુખ્ય મથક પર આ ઇવેન્ટ યોજાઈ હતી, જેને સ્પેસ-ટૂ-લેન્ડ ગેટવે તરીકે ઓળખવામાં આવી છે.

કેવી રીતે કરવામાં આવ્યો વીડિયો કોલ?

આ વીડિયો કોલ AST સ્પેસમોબાઇલની બ્લુબર્ડ સેટેલાઇટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો. આ એકમાત્ર મોબાઇલ બ્રોડબેન્ડ નેટવર્ક છે જે સ્પેસમાં કાર્ય કરે છે અને સામાન્ય 4G/5G નેટવર્ક સાથે કામ કરી શકે છે. અન્ય સેટેલાઇટ સર્વિસ માટે ખાસ સાધનની જરૂર પડે છે, પરંતુ વોડાફોન દ્વારા મોબાઇલને સેટેલાઇટ સાથે કનેક્ટ કરવાનો નવો અને સરળ રસ્તો શોધાયો છે.

બ્લુબર્ડ સેટેલાઇટ્સ પૃથ્વીની ઓરબિટની નીચે તરણીકમાં કાર્યરત છે. આ સિગ્નલ વોડાફોનના ગ્રાઉન્ડ સ્ટેશન દ્વારા પકડવામાં આવે છે અને પછી વોડાફોનના નેટવર્ક દ્વારા એ વિસ્તારમાં મોકલવામાં આવે છે. આ ટેક્નોલોજી દ્વારા યૂઝર પોતાની ઇચ્છા અનુસાર સ્પેસ અને ગ્રાઉન્ડ આધારિત નેટવર્કનો ઉપયોગ કરી શકે છે.

જિયો, એરટેલ અને BSNL પર સંકટના વાદળ: વોડાફોને સામાન્ય સ્માર્ટફોન દ્વારા સેટેલાઇટની મદદથી કર્યો પહેલો વીડિયો કોલ 2 - image

વોડાફોનનો ભવિષ્યનો પ્લાન

આ સિદ્ધિ ખૂબ જ સિમ્બોલિક છે કારણ કે બ્રિટનમાં પહેલી વાર મોબાઇલ કોલ 1985માં થયો હતો અને 40 વર્ષ પછી વિશ્વનો પહેલો સેટેલાઇટ વીડિયો કોલ પણ બ્રિટનમાં થયો છે. વોડાફોન બ્રિટનની કંપની છે અને 1984માં સ્થાપના પામી હતી. આ સિદ્ધિની સાથે વોડાફોનની અન્ય સિદ્ધિઓમાં પ્રથમ સ્પેસ આધારિત વોઇસ કોલ, 4G ડાઉનલોડ સ્પીડ 10 Mbpsથી વધુ અને પહેલી વાર 5G આધારિત વોઇસ કોલનો સમાવેશ થાય છે.

આ સ્પેસ આધારિત સર્વિસ દ્વારા ઇન્ટરનેટની સ્પીડમાં પણ વધારો જોવા મળે છે. વોડાફોન યુરોપમાં આ વર્ષના અંત સુધીમાં આ સર્વિસ શરૂ કરવાની યોજના ધરાવે છે અને 2026માં સમગ્ર યુરોપમાં આ સેવા ઉપલબ્ધ થશે. વોડાફોનનું લક્ષ્ય એ છે કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં હોય, તે કનેક્ટ રહેવી જોઈએ.

આ પણ વાંચો: ટીમ કૂકે કહ્યું ‘એપલ ઇન્ટેલિજન્સને એપ્રિલમાં ઇન્ડિયામાં લોન્ચ કરવામાં આવશે’: iOS 18.4 રિલીઝમાં સમાવેશ કરવામાં આવશે

જિયો, એરટેલ અને BSNL પર સંકટના વાદળ

ભારતમાં વોડાફોન અને આઇડિયા સાથે મળીને કાર્ય કરે છે. જો કે, તેઓ હજી સુધી 5G સર્વિસ શરૂ નથી કરી શક્યા. આ સિદ્ધિ બાદ, જો ભારતમાં આ સેવા શરૂ કરવામાં આવે, તો તેની સીધી અસર જિયો, એરટેલ અને BSNLના યૂઝર્સ પર જોવા મળશે. વોડાફોન તેના નેટવર્ક માટે જાણીતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ટેક્નોલોજી સાથે ન ચાલતાં પાછળ પડી ગયા હતા. જોકે, આ સિદ્ધિ બતાવે છે કે તેઓ ફરી મેદાનમાં આવી ગયા છે અને અગ્રેસર બની રહ્યા છે.


Google NewsGoogle News