Get The App

વીડિયો મીટિંગ સર્વિસ ઝૂમને ભારતમાં ફોન માટે લાઈસન્સ

Updated: May 8th, 2023


Google NewsGoogle News
વીડિયો મીટિંગ સર્વિસ ઝૂમને ભારતમાં ફોન માટે લાઈસન્સ 1 - image


એક સમયે જુદી જુદી ઓફિસમાં રિસેપ્શનિસ્ટની જોબ માટે જાહેરાત આપવામાં આવે ત્યારે તેમાં એક લાઇન અચૂક લખવામાં આવતી - ‘પીબીએક્સ સિસ્ટમ’નો  અનુભવ જરૂરી છે! આ પીબીએક્સ એટલે પ્રાઇવેટ બ્રાન્ચ એક્સચેન્જ. આ પ્રકારની સિસ્ટમમાં આખી ઓફિસમાં ટેબલે ટેબલે જે ટેલિફોન્સ હોય તે ઓફિસના પોતાના પ્રાઇવેટ બ્રાન્ચ એક્સચેન્જ સાથે કનેક્ટેડ રહેતા. પીબીએક્સ સિસ્ટમ બહારથી આવતી ટેલિફોન લાઇન સાથે પણ કનેક્ટેડ હોય. આથી ઓફિસમાં જુદા જુદા ટેબલે કામ કરતા લોકો એકમેક સાથે ફોન પર વાત કરી શકે તથા જો બહારથી ફોનકોલ આવે તો રિસેપ્શનિસ્ટ પીબીએક્સ સિસ્ટમથી એ કોલને ઓફિસમાંની સંબંધિત વ્યક્તિ સાથે કનેક્ટ કરી આપે.

આજના સ્માર્ટફોન અને નવા સમયની ટેલિફોનીના યુગમાં આ પીબીએક્સ સિસ્ટમ લગભગ ભૂલાઈ ગઈ છે, પણ હવે એ નવા સ્વરૂપે પાછી આવી રહી છે! હમણાં આપણા સૌ માટે જાણીતી અમેરિકાની વીડિયો કોલિંગ કંપની ઝૂમની  ભારતની પેટા કંપનીને સમગ્ર ભારતમાં ‘ક્લાઉડ બેઝડ પીબીએક્સ સર્વિસ’ ઓફર કરવા માટે લાયસન્સ મળ્યું છે. અત્યારે આપણે સૌ ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ તરીકે ઝૂમ પર વોઇસ અને વીડિયો કોન્ફરન્સનો લાભ લઇએ છીએ. આપણને આ સર્વિસ કંપનીની વેબસાઇટ અને એપ દ્વારા મળે છે, ટેલિફોન નેટવર્ક દ્વારા નહીં.  ભારતમાં ઝૂમને ટેલિફોન સર્વિસ માટેનું લાયસન્સ મળ્યું છે તેનો ભારતમાં કાર્યરત મલ્ટિનેશનલ કોર્પોરેશન્સ તથા અન્ય બિઝનેસિસ લાભ લઈ શકશે. ઝૂમની આ સર્વિસ ‘ઝૂમ ફોન’ તરીકે ઓળખાય છે. તેની મદદથી મોટી કંપનીઓ પોતાના એમ્પ્લોઈના ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે અગાઉના પીબીએક્સ જેવું જ પ્રાઇવેટ એક્સચેન્જ ઊભું કરી શકે છે. ફેર ફક્ત એટલો કે આ એક્સચેન્જ ક્લાઉડ બેઝડ રહેશે. આ એક જ પ્લેટફોર્મ પર વીડિયો, વોઇસ, ચેટ અને અન્ય પ્રકારનું કોલાબોરેશન કરી શકાશે.


Google NewsGoogle News