એક હજાર લોકોનું વીડિયો કોલિંગ
મેસેજિંગ એપ તરીકે
વોટ્સએપ અને ટેલિગ્રામની લાંબા સમયથી સરખામણી થતી આવી છે. પરંતુ વોટ્સએપની
સરખામણીમાં ટેલિગ્રામ ઘણી બાબતે બહુ ઉદાર છે. વોટ્સએપમાં આપણે ગ્રૂપ બનાવીએ તો
તેમાં વધુમાં વધુ ૨૫૬ સભ્યોને ઉમેરી શકીએ છીએ. જ્યારે ટેલિગ્રામમાં ગ્રૂપમાં બે
લાખ સભ્યો હોઈ શકે છે! જો ચેનલ બનાવીએ તો તેમાં સભ્યોની કોઈ લિમિટ નથી! શરત માત્ર
એટલી કે પહેલા ૨૦૦ સભ્યોને આપણે ડાયરેક્ટ ઉમેરી શકીએ અને ત્યાર પછીના સભ્યો પોતાની
મરજી હોય તો આપણી ઇન્વિટેશન લિંકનો ઉપયોગ કરીને એ ચેનલમાં જોડાઈ શકે છે.
વોટ્સએપમાં ગ્રૂપમાં જોડાતા નવા સભ્યો અગાઉની ચેટ્સ કે મીડિયા જોઈ શકતા નથી, ટેલિગ્રામમાં જોઈ શકે
છે.
એવો જ મોટો ફેરફાર
હવે વીડિયો કોલિંગ બાબતે પણ જોવા મળી રહ્યો છે. વોટ્સએપમાં વધુમાં વધુ ૮ લોકો
વચ્ચે ગ્રૂપ વીડિયો કોલ થઈ શકે છે. ટેલિગ્રામ હવે એક સાથે એક હજાર લોકો ગ્રૂપ
વીડિયો કોલિંગમાં જોડાઈ શકે એવી સુવિધા આપી રહ્યું છે! ટેલિગ્રામમાં હવે ફટાફટ
વીડિયો મેસેજ મોકલવાની સુવિધા પણ ઉમેરાઈ છે. આવા વીડિયો વધુ એક વીડિયો તરીકે આપણી
ગેલેરીમાં ગોઠવાઈને સ્પેસ નહીં રોકે, પરંતુ જે રીતે વોટ્સએપમાં ઓડિયો મેસેજ મોકલી શકાય
છે એ જ રીતે ટેલિગ્રામમાં ચેટબોક્સમાં રેકોર્ડિંગ બટન પ્રેસ કરીને વીડિયો રેકોર્ડ
કરીને તેને મેસેજ સ્વરૂપે મોકલી શકાશે.