ક્લાઈમેન્ટ ચેન્જ : હિમાલયના કારણે ખતરો વધ્યો, આ 3 રાજ્યો પર કુદરતી આફતો સર્જાવાના એંધાણ

ભૂસ્ખલનની ઘટનાઓમાં 6 ગણો ચિંતાજનક વધારો

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ક્લાઈમેન્ટ ચેન્જ : હિમાલયના કારણે ખતરો વધ્યો, આ 3 રાજ્યો પર કુદરતી આફતો સર્જાવાના એંધાણ 1 - image


Climate Change : વિશ્વમાં કલાઇમેટ ચેન્જની પરિસ્થિતિના કારણે કુદરતી આફતોનું સંકટ પણ વધ્યું છે. ખાસ કરીને જો ભારતની વાત કરવામાં આવે તો હિમાલય (himalayas) અને મધ્ય હિમાલયના પહાડી વિસ્તારમાં રહેતા લોકો પર ભૂસ્ખલન અને હિમપ્રપાતના જોખમોમાં વધારો થયો છે. આ વર્તમાન પરિસ્થતિને જોતા એવું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં પણ આ જોખમ વધી શકે છે. વૈજ્ઞાનિકોના મતે આ સમગ્ર વિસ્તાર અત્યંત સંવેદનશીલ શ્રેણીમાં આવે છે. 

હિમાચલ, ઉત્તરાખંડ અને લદ્દાખ પર સૌથી વધુ ભૂસ્ખલનનું જોખમ

હિમાલયની રચના ભારતીય અને યુરેશિયન પ્લેટોના અથડામણને કારણે થઈ હતી. ભારતીય પ્લેટની ઉત્તર (ચીન) તરફ ગતિને કારણે, ખડકો પર સતત દબાણ રહે છે, જેના કારણે તે બરડ અને નબળા બની જાય છે. જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ સતત વધી રહી છે અને ભૂકંપનો ભય પણ વધે છે. આબોહવા પરિવર્તનને કારણે, ભૂસ્ખલન અને હિમપ્રપાતની ઘટનાઓ માત્ર વધશે જ નહીં પરંતુ વિનાશનું પણ સર્જન કરશે. હિમાચલ, ઉત્તરાખંડ અને લદ્દાખ પર તેની સૌથી વધુ અસર થઇ શકે છે. જર્નલ અર્થ્સ ફ્યુચરમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, હિમાચલ, ઉત્તરાખંડ અને લદ્દાખ હવે ભૂસ્ખલનની દૃષ્ટિએ અત્યંત જોખમી શ્રેણીમાં આવી ગયા છે.

ભૂસ્ખલનની ઘટનાઓમાં 6 ગણો ચિંતાજનક વધારો

એક રિપોર્ટ અનુસાર, હિમાચલમાં મોટા ભૂસ્ખલનની ઘટનાઓમાં 2022 સુધીમાં 6 ગણો ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં 17,120 ભૂસ્ખલન-જોખમવાળી જગ્યાઓ છે, જેમાંથી 675 જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વસાહતોની નજીક છે. મળતી માહિતી અનુસાર, 2000 થી 2017 ની વચ્ચે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં 20,196 ભૂસ્ખલન થયા છે. હિમાચલ પ્રદેશમાં 1674, ઉત્તરાખંડમાં 11219, જમ્મુ-કાશ્મીરમાં 7280 અને લદ્દાખમાં 23 ઘટનાઓ નોંધાઈ છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News