Get The App

iOS 18 અપડેટ બાદ આઇફોનમાં બેટરી ખૂબ જ જલદી ઉતરી રહી હોવાની ફરિયાદો

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
iOS 18 અપડેટ બાદ આઇફોનમાં બેટરી ખૂબ જ જલદી ઉતરી રહી હોવાની ફરિયાદો 1 - image


iPhone Battery Issue: iOS 18 અપડેટ બાદ આઇફોનમાં બેટરી ખૂબ જ જલદી ઉતરી રહી હોવાની ફરિયાદો યુઝર્સ કરી રહ્યા છે. એપલની આઇફોન સીરિઝ 16 લોન્ચને લઈને લોકોમાં ખૂબ જ કૂતુહલ હતું. એ સીરિઝને લોન્ચની સાથે iOS 18ને લઈને પણ યુઝર્સ રાહ જોઈ રહ્યા હતા. જો કે હવે તેમની રાહ તો પૂરી થઈ છે, પરંતુ એમાં હવે પ્રોબ્લેમ આવી રહ્યા હોવાની ફરિયાદો થઈ રહી છે.

નવા ફીચર્સ

iOS 18માં ઘણાં નવા ફીચર્સ છે. તેમ જ એને પહેલાંની ઓપરેટિંગ સિસ્ટમ કરતાં વધુ ફાસ્ટ પણ બનાવવામાં આવી છે. આ કારણસર યુઝર્સ એની અપડેટ માટે રાહ જોઈ રહ્યા હતા. આ અપડેટ જેવી આવી કે ઘણાં યુઝર્સે એને અપડેટ કરી દીધી હતી. જો કે આ અપડેટ બાદ થોડા દિવસ તેમને મજા તો આવી, પરંતુ ત્યાર બાદ એમાં પ્રોબ્લેમ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

iOS 18 અપડેટ બાદ આઇફોનમાં બેટરી ખૂબ જ જલદી ઉતરી રહી હોવાની ફરિયાદો 2 - image

બેટરી ઉતરવી અને આઇફોન ગરમ થવો

યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર ફરિયાદ કરવામાં આવી રહી છે કે iOS 18ને અપડેટ કર્યા બાદ તેમણે એક વસ્તુ નોટિસ કરી હોય તો એ છે કે ફોનની બેટરી જલદી ઉતરી રહી છે. તેમ જ નવી અપડેટ બાદ તેમનો આઇફોન પણ ખૂબ જ જલદી ગરમ થઈ રહ્યો હોવાની વાતો ચાલી રહી છે. આને લઈને સોશિયલ મીડિયા પર ઘણી મજાક પણ બની છે.

ટચ સ્ક્રીનમાં પ્રોબ્લેમ

આઇફોનની દરેક સીરિઝમાં બેટરીનો ઇશ્યુ આવી રહ્યો છે. જો કે આઇફોન 16 સીરિઝમાં ટચ સ્ક્રીન પણ કામ નથી કરતી એવી ફરિયાદ યુઝર્સ કરી રહ્યા છે. બેટરી અને ટચ સ્ક્રીન બન્નેનો ઇશ્યુ ખરેખર હોય તો એપલ બહુ જલદી નવી અપડેટ દ્વારા એનો ઉકેલ લાવવાની કોશિશ કરશે.


Google NewsGoogle News