Get The App

આઇફોનમાં ફોન અને મેસેજ માટે વોટ્સએપને ડિફોલ્ટ એપ કેવી રીતે બનાવશો? આ સ્ટેપ અનુસરો

Updated: Mar 28th, 2025


Google News
Google News
આઇફોનમાં ફોન અને મેસેજ માટે વોટ્સએપને ડિફોલ્ટ એપ કેવી રીતે બનાવશો? આ સ્ટેપ અનુસરો 1 - image


Phone and Message Default App in iPhone: વોટ્સએપ અને એપલ બન્ને દ્વારા યુઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આઇફોન યુઝર્સ હવે તેમની ડિફોલ્ટ ફોન અને મેસેજ એપ્લિકેશનની જગ્યાએ હવે વોટ્સએપનો ઉપયોગ કરી શકે છે. અત્યાર સુધી યુઝર્સ ફોન કરવા માટે ડિફોલ્ટ એપ તરીકે આઇફોનની ફોન એપ્લિકેશનનો ઉપયોગ કરતાં હતાં. તેમ જ ટેક્સ્ટ માટે મેસેજ એપ્લિકેશનનો ઉપયોગ કરતાં હતાં. જોકે હવે આ બન્નેમાં બદલાવ કરીને વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે.

ડિફોલ્ટ એપ બદલવા માટે શું જરૂરી છે?

ડિફોલ્ટ એપ બદલવા માટે યુઝર્સ માટે બે વસ્તુ સૌથી મહત્ત્વનું છે.

  • સૌથી પહેલાં યુઝર્સના આઇફોનમાં ઓછામાં ઓછું iOS 18.2 ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે.
  • તેમ જ વોટ્સએપનું ઓછામાં ઓછું વર્ઝન 25.8.74 એટલે કે લેટેસ્ટ અપડેટ હોવું જરૂરી છે.

આઇફોનમાં ફોન અને મેસેજ માટે વોટ્સએપને ડિફોલ્ટ એપ કેવી રીતે બનાવશો? આ સ્ટેપ અનુસરો 2 - image

કેવી રીતે બદલશો?

આ માટે યુઝર્સે સૌથી પહેલાં આઇફોનના સેટિંગ્સમાં જવું. ત્યાર બાદ એકદમ નીચે એપ્સ લખ્યું હશે એના પર ક્લિક કરવું જેથી એક અલગ વિન્ડો ખુલશે. એ વિન્ડોમાં ડિફોલ્ટ એપ્લિકેશન લખ્યું હશે એના પર ક્લિક કરવું. એ ક્લિક કરતાની સાથે જે વિન્ડો ખુલે છે એમાં કોલિંગ પર ક્લિક કરવું અને ત્યાં વોટ્સએપ પસંદ કરવું. આ સાથે જ કોલિંગની જગ્યાએ મેસેજ ઓપ્શન હશે એના પર ક્લિક કરીને પણે ત્યાં વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે. આ બન્ને જગ્યાએ વોટ્સએપ પસંદ કરવાથી ડિફોલ્ટ એપ્લિકેશન બદલાઈ જશે. યુઝર્સ પોતાની ઇચ્છા અનુસાર કોઈ પણ એક પણ બદલી શકે છે.

કેવી રીતે કામ કરશે?

યુઝર્સ જ્યારે ડિફોલ્ટ એપ્લિકેશનમાં બદલાવ કરે ત્યારે મેસેજ મોકલવા અથવા તો ફોન કરવા માટે વોટ્સએપનો ઉપયોગ થશે. ઉદાહર તરીકે જ્યારે કોઈ મેસેજ આવ્યો હોય અને એમાં નંબર હોય એના પર ક્લિક કરતાં કોલિંગ માટે ફોન એપ નહીં, પરંતુ સીધું વોટ્સએપ ખુલશે અને વોટ્સએપ કોલિંગ થશે. એ જ રીતે કોઈ નંબર પર મેસેજ ઓપ્શનને પસંદ કરતાં મોબાઇલનું મેસેજ એપ્લિકેશન નહીં, પરંતુ વોટ્સએપ ઓપન થશે.

આઇફોનમાં ફોન અને મેસેજ માટે વોટ્સએપને ડિફોલ્ટ એપ કેવી રીતે બનાવશો? આ સ્ટેપ અનુસરો 3 - image

મેસેજ અને ફોન એપનો પણ ઉપયોગ કરી શકાશે

ડિફોલ્ટ એપ્લિકેશન ભલે વોટ્સએપ હોય, પરંતુ યુઝર્સ તેમની ઓરિજિનલ ફોન અને મેસેજ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકશે. કોઈ પણ નંબર પર સીધો ફોન અથવા તો મેસેજ કરવા કરતાં જે-તે એપ્લિકેશન ઓપન કરી એમાં નંબર ડાયલ કરી અથવા તો એ નંબર નાંખી એના પરથી ફોન અથવા તો મેસેજ કરી શકાશે. આથી ડિફોલ્ટ એપ્લિકેશન ભલે બદલી હોય, પરંતુ એમ છતાં પણ ઓરિજિનલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાશે.

વોટ્સએપ અને એપલ દ્વારા કેમ બદલાવ કરવામાં આવ્યો?

વોટ્સએપ અને એપલ દ્વારા આ બદલાવ કરવાનું કારણ યુરોપિયન યુનિયન છે. તેમના નિયમ મુજબ દરેક વ્યક્તિને ડિફોલ્ટ એપ્લિકેશન પસંદ કરવા માટેની પસંદગી આપવામાં આવી હોવી જોઈએ. આથી એપલ અને વોટ્સએપ દ્વારા યુઝર્સ માટે આ ઓપ્શન લાવવામાં આવ્યું છે. યુરોપિયન યુનિયન દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો પરંતુ એની અસર દુનિયાભરના યુઝર્સ પર પડી છે.

આ પણ વાંચો: ચેટજીપીટીના GPU થઈ રહ્યાં છે ડેમેજ, કારણ જાણી તમને પણ લાગશે નવાઈ…

રી-રાઇટ કરશે AI

વોટ્સએપ હાલમાં અન્ય ફીચર પર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરમાં યુઝર્સ દ્વારા જે મેસેજ લખવામાં આવ્યો છે એને ફરી રી-રાઇટ કરી શકાશે. એટલે કે યુઝરે કોઈ ભૂલ કરી હોય અથવા તો પ્રોફેશનલ ભાષામાં લખવું હોય અથવા તો પ્રૂફ-રિડીંગ કરવું હોય AI હવે તેમને એ સુવિધા પૂરી પાડશે. આ માટે યુઝર દ્વારા હાલમાં અન્ય એપ્લિકેશન અથવા તો નોટ્સમાં કોપી-પેસ્ટ કરી એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો પડે છે. જોકે હવે યુઝર્સ જે-તે ચેટના ટેક્સ બોક્સમાં લખ્યા બાદ ત્યાં જ આ બદલાવ કરી શકશે. આ માટે હાલ એના પર કામ ચાલી રહ્યું છે અને બહુ જલદી એ ને લોન્ચ કરવામાં આવશે.

Tags :