એપલના AI ફીચરનો ઉપયોગ કરવો છે? ચૂકવવા પડી શકે છે મહિને 1500 રૂપિયા...
Apple AI Charges: એપલ તેના આઇફોન 16માં AI ફીચર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જોકે આ ફીચરનો ઉપયોગ કરવા માટે ગ્રાહકે મહિને 1500 રૂપિયા ચૂકવવા પડશે એવું લાગી રહ્યું છે. આ વર્ષે એપલ તેની નવી iOS 18 લોન્ચ કરી રહ્યું છે. જો કે એ વર્ષના અંત સુધીમાં એ ફીચર લોન્ચ કરશે એવા એંધાણ છે.
એપલ જ નહીં, પરંતુ અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઇડર પહેલેથી એ માટે ચાર્જ કરી રહ્યું છે. કોમ્પિટિશનમાં રહેવા માટે એપલ પણ ચાર્જ કરે તો નવાઈ નહીં. ઓપન એઆઇ કંપની તેના ચેટજીપીટી સોફ્ટવેરમાં પ્રીમિયમ ફીચર માટે ચાર્જ કરે છે. તેમ જ ગૂગલ પણ તેના AI જેમિની માટે ચાર્જ કરે છે. આ માટે એક મહિનાના 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે. જો કે આ માટે પ્રીમિયર સુવિધા પણ મળે છે. આથી એપલ પણ તેની દરેક એપ્લિકેશન એટલે કે પ્રીમિયર ફીચર્સ માટે જ પૈસા ચાર્જ કરશે.
વર્લ્ડ વાઇડ ડેવલપર કોન્ફરન્સમાં એપલ દ્વારા સિરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ઇન્ટીગ્રેશન દેખાડવામાં આવ્યું હતું. સિરીની વર્ષોથી ટીકા કરવામાં આવતી હતી. જોકે આ એક ઝલક બાદ દરેક લોકો એવી આશા રાખી રહ્યાં છે કે એપલે વોઇસ આસિસ્ટન્ટને જે ઉદ્દેશથી બનાવ્યું હતું એનો ખરો ઉપયોગ હવે કરવામાં આવી રહ્યો છે.
એપલ દ્વારા દર વર્ષે હાર્ડવેર પર ફોકસ કરવામાં આવે છે. જોકે આ વર્ષે તેમણે ખાસ કરીને સોફ્ટવેર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન આપ્યું છે. તેમ જ એપલ તેના પ્રોસેસરને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સપોર્ટ આપી રહ્યું છે. આથી બેક-એન્ડ-પ્રોસેસ માટે ડેવલપરને એટલે કે ખાસ કરીને અન્ય એપ્લિકેશન પણ એ મુજબ તેમના ફીચરમાં વધારો કરી શકશે.