ઇલોન મસ્ક પર SECનો કેસ: ખોટી રીતે ટ્વિટરના શેર ખરીદી $150 મિલિયન ઓછી રકમ ચૂકવી હોવાનો આરોપ
Case on Elon Musk: અમેરિકાની સિક્યોરિટીસ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા ઇલોન મસ્ક પર કેસ કરવામાં આવ્યો છે. દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ પર આ કેસ SEC દ્વારા ટ્વિટરને ખરીદવામાં આવ્યું હતું એને લઈને કરવામાં આવ્યો છે. ઇલોન મસ્ક દ્વારા ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવામાં આવ્યું હતું, જેને હવે X તરીકે ઓળખવામાં આવે છે.
ઇલોન મસ્ક પર આરોપ
SEC દ્વારા ઇલોન મસ્ક પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે ટ્વિટરના શેર ખરીદ્યા એનો બેનિફિશિયલ ઓનરશિપ રિપોર્ટ ફાઇલ નહોતો કર્યો. આ રિપોર્ટ ટ્વિટરના ખરીદ્યું એની જાહેરાત કરવા પહેલાં ફાઇલ કરવાનો હોય છે. ઇલોન મસ્ક દ્વારા સતત ટ્વિટરના શેર ખરીદતાં રહેવામાં આવ્યાં હતાં. ઇલોન મસ્ક દ્વારા જાહેરાત કરવામાં આવી કે તેણે ટ્વિટર ખરીદી લીધું છે એ પહેલાં ટ્વિટરના શેર ખૂબ જ ઓછા હતા. આથી તેણે રિપોર્ટ ફાઇલ કરવામાં મોડું કર્યું હતું, જેથી કરીને તે વધુ સમય સુધી શેર ખરીદી શકે એવો તેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી તારીખ બાદ તેણે જે પણ શેર ખરીદ્યા એમાં તેણે અંદાજે 150 મિલિયન ડોલર ઓછી રકમ ચૂકવી હતી.
ઇલોન મસ્ક અને ટ્વિટરની ટાઇમલાઇન
2022ની શરૂઆત: ઇલોન મસ્ક દ્વારા ટ્વિટરના શેર ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું.
માર્ચ 2022: ઇલોન મસ્ક પાસે ટ્વિટરના ટોટલ પાંચ ટકાથી વધુ શેર થઈ ગયા.
એપ્રિલ 4, 2022: ઇલોન મસ્ક દ્વારા રિપોર્ટ ફાઇલ કરવાનો હતો, પરંતુ આ તારીખ નીકળી ગયાને અગિયાર દિવસ બાદ ઇલોન મસ્કે તેની માલિકી જાહેર કરી.
કાયદાકીય જોગવાઈ
કાયદા પ્રમાણે, ઇલોન મસ્ક દ્વારા તેની પાસે ટ્વિટરની માલિકી હેઠળ કેટલા શેર છે એ જણાવવું જરૂરી હતું. ઇલોન મસ્કે રિપોર્ટ ફાઇલ નહોતો કર્યો અને એની તારીખના થોડા દિવસ સુધી તેણે એની જાહેરાત પણ નહોતી કરી, એથી તે ઓછી કિંમતે શેર ખરીદતો રહ્યો.
SECની ફરિયાદ
SEC દ્વારા કાયદાનો ભંગ થયો અને ઇલોન મસ્ક દ્વારા ખોટી રીતે શેર ખરીદવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદને પગલે SEC દ્વારા ઇલોન મસ્ક વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો છે.
ઇલોન મસ્કનો જવાબ
ઇલોન મસ્કના વકીલ એલેક્સ સ્પિરોએ કહ્યું છે કે ‘મારા ક્લાઇન્ટ ઇલોન મસ્ક દ્વારા કંઈ ખોટું કરવામાં નથી આવ્યું. આ કારણસર તેઓ ઇલોન મસ્ક પર કેસ નહીં કરી શકે. SEC છેલ્લા ઘણાં વર્ષથી એક કેમ્પેન ચલાવી રહ્યાં છે અને ઇલોન મસ્કને હેરેસમેન્ટ કરી રહ્યાં છે. જો આ કેસમાં ઇલોન મસ્ક ખોટો પણ પૂરવાર થાય, જે એક ફોર્મ ભરવાની તારીખ ચૂકી ગયો એ છે. જો આ પણ સાબીત થાય તો એના માટે એક નાની ફરિયાદ કરવામાં આવશે અને એની પેનલ્ટી પણ ખૂબ જ નાની છે.’
આ પણ વાંચો: અજાણી વ્યક્તિને ફોન કરવા માટે મોબાઇલ આપતા હોવ તો ચેતી જજો, બેંક ખાતું સફાચટ થઈ જશે
ભૂતકાળનો કેસ
SEC દ્વારા ભૂતકાળમાં એટલે કે 2018માં પણ ઇલોન મસ્ક પર કેસ કર્યો હતો. એ સમયે ઇલોન મસ્ક દ્વારા એક ટ્વીટ કરવામાં આવી હતી. આ ટ્વીટમાં એવા અણસાર હતાં કે તે ટેસલા કંપનીને પ્રાઇવેટ બનાવવા જઈ રહ્યો છે. આ કારણસર ઇલોન મસ્ક અને ટેસલા બન્નેએ 20-20 મિલ્યન ડોલરનો દંડ ભરવો પડ્યો હતો.