Get The App

ફોનના આ ફીચર માટે પોલીસે જાહેર કરવી પડી ચેતવણી, જાણો વિગતવાર

NameDropની મદદથી માત્ર એક ટચથી એક આઈફોનમાંથી બીજા આઈફોનમાં ફોટો, વીડીયો કે અન્ય ફાઈલ શેર કરી શકાય છે

આ ફીચર લોકપ્રિય છે પરંતુ તે બાબતે હાલ પોલીસે ચેતવણી જાહેર કરી છે

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ફોનના આ ફીચર માટે પોલીસે જાહેર કરવી પડી ચેતવણી, જાણો વિગતવાર 1 - image


Police issues warning over NameDrop feacher: Apple એ થોડા દિવસો પહેલા જ તેના નવા iOS 17 સાથે NameDrop ફીચર રજૂ કર્યું છે. જે AirDropનું લેટેસ્ટ વર્ઝન છે. નેમડ્રોપની મદદથી તમે કોન્ટેક્ટ્સથી લઈને મોટી ફાઈલો સુધી કોઈપણ વસ્તુ સરળતાથી શેર કરી શકો છો. નેમડ્રોપની મદદથી, તમે કોઈપણ ફોટો, વિડિયો અથવા અન્ય ફાઇલને એક આઇફોનથી બીજા આઇફોન પર માત્ર ટચ કરીને શેર કરી શકો છો. તે યુઝર્સમાં ખૂબ જ લોકપ્રિય છે પરંતુ આ દરમિયાન પોલીસે નેમડ્રોપને લઈને ચેતવણી જાહેર કરી છે.

અમેરિકાની ઘણી પોલીસ એજન્સી જાહેર કરી ચેતવણી 

ઓકલેન્ડ કાઉન્ટી શેરિફ ઓફિસ, કાર્મી પોલીસ વિભાગ, મિડલટાઉન પોલીસ વિભાગ, વોટરટાઉન સીટી પોલીસ વિભાગ, જેફરસન હિલ્સ પોલીસ વિભાગ અને ફોર્ટ સ્મિથ પોલીસ વિભાગ સહિત અમેરિકાની ઘણી પોલીસ અને એજન્સીઓએ નેમડ્રોપ અંગે ચેતવણી જાહેર કરી છે. પોલીસે સુરક્ષા અને ગોપનીયતાને લઈને આ એલર્ટ જાહેર કર્યું છે.

iOS 17માં નેમડ્રોપ ફીચર ઓટોમેટિકલી થાઉં છે એક્ટીવ

સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો છે કે જયારે તેમણે તેમના આઈફોનને iOS 17થી અપડેટ કર્યું ત્યારે નેમડ્રોપ ફીચર ઓટોમેટિકલી એક્ટીવ થઇ જાય છે. જેવા તેઓ કોઈ અન્ય આઈફોનના સંપર્કમાં આવે છે કે તરત જ નેમડ્રોપ ફીચર એક્ટીવ થાય છે અને કોન્ટેક્ટ શેર થવા લાગે છે. એવામાં પોલીસે ખાસ રીતે પેરેન્ટ્સ માટે ચેતવણી જાહેર કરી છે, કારણે કે મોટા પ્રમાણમાં બાળકો આઈફોનનો ઉપયોગ કરતા હોય છે. 

એપલનું નેમડ્રોપ ફીચર શું છે?

એપલે iOS 17 સાથે નેમડ્રોપ રિલીઝ કર્યું છે. નેમડ્રોપ iPhonesમાં Near Field Communication (NFC) સાથે કામ કરે છે. નેમડ્રોપની મદદથી ફાઇલ શેર કરવા માટે બંને આઇફોનને નજીક લાવવા પડશે અને ફોનને અનલોક કરવા પડશે. તમે ફોનના સેટિંગમાં જઈને નેમડ્રોપને પણ બંધ કરી શકો છો. જો તમે તેને ડિફૉલ્ટ રૂપે ચાલુ ન કરવા માંગતા હોય, તો iPhoneના સેટિંગ્સ પર જાઓ, સામાન્ય સેટિંગ્સમાંથી AirDrop પસંદ કરો અને પછી તેને બંધ કરો.

ફોનના આ ફીચર માટે પોલીસે જાહેર કરવી પડી ચેતવણી, જાણો વિગતવાર 2 - image



Google NewsGoogle News