Get The App

પહેલીવાર અમેરિકન ટૉપ સિક્રેટ અંતરિક્ષ વિમાન X-37Bની તસવીરો થઈ જાહેર, જાણો તેની કામગીરી

Updated: Feb 22nd, 2025


Google NewsGoogle News
પહેલીવાર અમેરિકન ટૉપ સિક્રેટ અંતરિક્ષ વિમાન X-37Bની તસવીરો થઈ જાહેર, જાણો તેની કામગીરી 1 - image

X-37B Space Plane : અમેરિકાના અવકાશ દળે (USSF) ટોપ સિક્રેટ X-37B અવકાશયાનની પહેલી તસવીર જાહેર કરી છે. અવકાશયાનમાં લગાવાયેલા કેમેરાથી ખેંચવામાં આવેલી તસવીરમાં યાન અવકાશમાં દેખાઈ રહ્યું છે અને તે આફ્રિકન ખંડની ઉપર પરિક્રમાં કરતો દેખાઈ રહ્યો છે.

X-37B સ્પેસ પ્લેને અવકાશમાં એક વર્ષથી વધુ સમય કાઢ્યો

અવકાશયાનની સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેને અવકાશાં એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. USSFએ ગત વર્ષે 28 ડિસેમ્બરે સ્પેસએક્સ ફાલ્કન (SpaceX Falcon) હેવી રૉકેટમાં અવકાશયાન મોકલ્યું હતું. તેના દ્વારા શું પ્રયોગ કરાશે, તેની માહિતી અમેરિકન સરકારે ગુપ્ત રાખી છે. જોકે સ્પેસ ફોર્સે ગુપ્ત યાનની તસવીર જાહેર કરી હોય, તેવું પ્રથમવાર બન્યું છે.

USSF તસવીર શેર કરી

USSF એક્સ પર પોસ્ટ તસવીર શેર કરવાની સાથે લખ્યું છે કે, ‘X-37B અવકાશ વિમાન 2024થી ઉચ્ચ પૃથ્વી ભ્રમણકક્ષામાં પ્રયોગ કરી રહ્યો છે. તેના ઑનબૉર્ડ કેમેરા દ્વારા પૃથ્વીની તસવીર ખેંચવામાં આવી છે. X-37Bમાં વધુ ઈંધણ વપરાતું નથી.

X-37Bની ખાસિયત

X-37B અમેરિકાનું ખૂબ જ ખાસ વિમાન છે, તેને અવકાશમાં લઈ જવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેનું સંચાલન અમેરિકાના સ્પેસ ફોર્સના રેપિડ કેપેબિલિટીઝ ઓફિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિમાનના પાંખીયાની લંબાઈ 15 ફુટ છે, જ્યારે X-37Bની લંબાઈ 29 ફુટ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, X-37B અવકાશનું મિશન સફળતા પૂર્વક પાર પડી પરત ફરવામાં સક્ષમ છે.


Google NewsGoogle News