UPI હવે વધુ સલામત, વધુ સુવિધાજનક

Updated: Apr 10th, 2024


Google NewsGoogle News
UPI હવે વધુ સલામત, વધુ સુવિધાજનક 1 - image


- ÞwÃkeykR {kxu çkUf yufkWLx ®÷f fhðwt ík{Lku òu¾{e ÷køkíkwt nkuÞ íkku nðu íkuLkk rðfÕÃkku {éÞk Au

હમણાં આઇપીએલની મેચ તમે ટીવી પર જોતા હો તો તેમાંની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વિશેની એક જાહેરાતે તમારું ધ્યાન ખેંચ્યું હશે. જાહેરાત કંઈક એવી છે કે એક વ્યક્તિ કંઈક ઓનલાઇન ઓર્ડર કરે છે. ડિલિવરી પર્સન આવીને પોતાના ફોન પર ક્યૂઆર કોડ બતાવીને કહે છે કે રૂ.૨૦૦નું પેમેન્ટ કરવાનું છે. ઓનલાઇન ઓર્ડર કરનારી પેલી વ્યક્તિ ખીચોખીચ રૂપિયા ભરેલી ખુલ્લી તિજોરી બતાવીને કહે છે કે ‘ઉઠા લો!’

એડનો મેસેજ કંઈક એવો છે કે આપણે સૌ યુપીઆઇનો ઉપયોગ કરવા પોતાના બેંક એકાઉન્ટની તિજોરી ખોલી આપીએ છીએ. હવે એવી જરૂર નથી કેમ કે મોબીક્વિક કંપનીએ ‘પોકેટ યુપીઆઇ’ નામે એક નવી સર્વિસ લોન્ચ કરી છે. જેમાં આપણા બેંક એકાઉન્ટને યુપીઆઇ સાથે લિંક કરવાની જરૂર નથી!

આ જાહેરાતે તમારું ધ્યાન ખેંચ્યું હોવાનું પૂરી શક્યતા એટલા માટે છે કે અત્યારે યુપીઆઇથી ઓનલાઇન પેમેન્ટનું ચલણ જબરજસ્ત વધ્યું છે, પરંતુ હવે આપણને સૌને તે જોખમી પણ લાગે છે. યુપીઆઇનો ઉપયોગ કરવા માટે આપણે વિવિધ પ્રાઇવેટ કંપની કે બેંકની યુપીઆઇ એપનો ઉપયોગ કરી શકીએ છીએ, પણ તેમાં રૂપિયાની લેવડદેવડ સીધેસીધી બેંક ખાતા અને ઇન્સ્ટન્ટલી થતી હોવાથી નાની એવી ભૂલ આપણને મોંઘી પડી શકી છે. હવે એવી સ્થિતિ છે કે આપણને આંગળીના ઇશારે લેવડદેવડ માટે યુપીઆઇ જેવી સગવડ જોઈએ છે, પણ સલામતીનો પાકો ભરોસો પણ જોઈએ  છે. આ કારણે હવે યુપીઆઇ એપના વિકલ્પ રૂપે યુપીઆઇ વોલેટ પોપ્યુલર થવા લાગ્યાં છે - એ વળી શું છે એવો સવાલ થયો હોય તો આવો જાણીએ.

ગયા અઠવાડિયે રિઝર્વ બેન્કે આ વિશે નવી છૂટછાટો પણ જાહેર કરી છે.

MkkËe UPI yuÃk yLku UPI ðku÷ux{kt þku Vuh Au?

હવે આપણે સૌ પરંપરાગત યુપીઆઇ એપથી પૂરેપૂરા પરિચિત છીએ. આપણું બેંક એકાઉન્ટ ગમે તે બેંકમાં હોય, આપણે બેંક અથવા કે પ્રાઇવેટ કંપનીની યુપીઆઇ એપમાં પોતાના બેંક એકાઉન્ટની મદદથી યુપીઆઇ એકાઉન્ટ ઓપન કરી શકીએ છીએ. પછી તેમાંથી કોઈ પણ જગ્યાએ યુપીઆઇ ક્યૂઆર કોડ સ્કેન કરીને અથવા સામેની વ્યક્તિના યુપીઆઇ આઇડી કે મોબાઇલ નંબરની મદદથી રૂપિયા ટ્રાન્સફર કરી શકીએ છીએ. આવે સમયે રૂપિયા આપણા બેંક એકાઉન્ટમાંથી ડેબિટ થાય છે અને સામેની વ્યક્તિના બેંક એકાઉન્ટમાં જમા થાય છે - તરત ને તરત. આ પરંપરાગત યુપીઆઇની વાત થઈ.

હવે વાત કરીએ મોબાઇલ વોલેટ્સની. ભારતમાં ૨૦૧૬માં યુપીઆઇ વ્યવસ્થા વિકસી તે પહેલાં મોબાઇલ વોલેટ્સ પ્રચલિત થયાં હતાં ને નોટબંધી સમયે તેના ઉપયોગમાં ઉછાળો આવ્યો હતો. એ સમયે આપણે અલગ અલગ કંપનીના મોબાઇલ વોલેટમાં નેટ બેંકિંગથી કે ક્રેડિટ/ડેબિટ કાર્ડથી રૂપિયા જમા કરાવી શકતા હતા અને પછી તેમાંથી પેમેન્ટ કરી શકતા હતા કે અન્ય વ્યક્તિ તરફથી પોતાના વોલેટમાં પેમેન્ટ મેળવી શકતા હતા.

એ સમયે બધાં મોબાઇલ વોલેટનાં અલગ અલગ રજવાડાં હતાં. એક કંપનીના મોબાઇલ વોલેટનો બીજી કંપનીના મોબાઇલ વોલેટ સાથે કોઈ વ્યવહાર શક્ય નહોતો. મતલબ કે આપણી પાસે પેટીએમનું મોબાઇલ વોલેટ હોય તો સામેની વ્યક્તિ પાસે પણ પેટીએમનું મોબાઇલ વોલેટ હોવું જોઇએ.

એ પછી યુપીઆઇ વ્યવસ્થા આવી અને તેમાં આવી કોઈ મર્યાદા નહોતી. કોઈ પણ યુપીઆઇ એપની મદદથી,  કોઈ પણ બેંકના એકાઉન્ટના સાથે સીધી લેવડદેવડ શક્ય બની. આગળ જતાં બેંક એકાઉન્ટ ઉપરાંત ક્રેડિટ કાર્ડને પણ યુપીઆઇ વ્યવસ્થા સાથે લિંક કરવાની સગવડ મળી. પરંતુ શરૂઆતમાં લખ્યું તેમ યુપીઆઇમાં લેવડદેવડ તરત અને સીધી બે બેંક ખાતાં વચ્ચે થતી હોવાથી તેમાં ભૂલ થવાની કે નજીવી ગફલતથી ફ્રોડનો શિકાર થવાની મોટી શક્યતા રહે છે - એ સમયે બેંક ખાતામાં હોય એટલી બધી રકમ જોખમાઈ જાય.

હવે પોપ્યુલર થઈ રહેલાં યુપીઆઇ વોલેટ આ શક્યતા અને ડરનો ઉપાય આપે છે. એ અગાઉનાં મોબાઇલ વોલેટ જેવાં જ છે. ફક્ત હવે તેમાં રિઝર્વ બેંકના આદેશ મુજબ ‘ઇન્ટરઓપરેબિલિટી’ મળી ગઈ છે. મતલબ કે યુપીઆઇની જેમ જ યુપીઆઇ વોલેટમાં પણ સામસામે એક જ કંપની હોવી જરૂરી નથી.

અમુક કિસ્સામાં યુપીઆઇ વોલેટમાં એકાઉન્ટ ખોલાવવા માટે બેંક એકાઉન્ટની વિગતો પણ આપવાની જરૂર નથી. આપણે ફક્ત યુપીઆઇ વોલેટમાં જરૂર મુજબ રૂપિયા ઉમેરતા જવાના અને જરૂર પડે ત્યારે તેમાંથી પેમેન્ટ કરવાનું. વોલેટમાં રૂપિયા ખૂટે એટલે નવેસરથી ઉમેરી દેવાના. આથી મોબીક્વિકની પેલી જાહેરાતમાં કહે છે કે તેમ આપણે સામેની પાર્ટી સમક્ષ આપણું આખું બેંક એકાઉન્ટની તિજોરી ખોલી આપવાની જરૂર નથી. મોબાઇલ વોલેટમાં હોય એટલી રકમનું જ જોખમ રહે.

ઉપરાંત, સામાન્ય યુપીઆઇ એપમાંથી નાની-નાની રકમનાં પેમેન્ટ કરીએ તો એ બધાં બેંક એકાઉન્ટમાં ઉમેરાતાં જાય, તેનો હિસાબ સાચવવો અઘરો થાય, યુપીઆઇ વોલેટમાં જેટલી રકમ ઉમેરીએ ફક્ત એની જ એન્ટ્રી કરવાની થાય - આપણી દરેક લેવડ-દેવડ બેંકના ચોપડે ચઢે નહીં, એ વધારાનો ફાયદો!

ÞwÃkeykR ðku÷ux {kxu yíÞkhu {¤íkk ykuÃþLMk

વિવિધ એપમાં યુપીઆઇ લાઇટ

એક રીતે જોઇએ તો ‘યુપીઆઇ લાઇટ’ એ અલગ યુપીઆઇ વોલેટ નથી. તે આપણી રોજિંદી યુપીઆઇ એપનો જ એક ભાગ છે. આપણી ફોનપે, ગૂગલપે, ભીમ એપ વગેરે રોજિંદી યુપીઆઇ એપમાં આ ફીચર એક્ટિવેટ કર્યા પછી આપણે તેમાં રૂપિયા બે હજાર સુધીની મર્યાદામાં રકમ ઉમેરી શકીએ. એ પછી એક સમયે રૂપિયા પાંચસોની મર્યાદામાં પેમેન્ટ કરી શકીએ. આપણે જ્યારે પણ પેમેન્ટ માટે કોઈ ક્યૂઆર કોડ સ્કેન કરીએ ત્યારે રકમ પાંચસોથી ઓછી હોય અને એટલી રકમનું બેલેન્સ આપણા યુપીઆઇ લાઇટ એકાઉન્ટમાં હોય તો તે રકમનું પેમેન્ટ આપણા બેંક એકાઉન્ટમાંથી થવાને બદલે યુપીઆઇ લાઇટમાંથી થાય છે. આ સમયે આપણે યુપીઆઇ પિન આપવાની પણ જરૂર રહેતી નથી. મતલબ કે યુપીઆઇ લાઇટ એ રોજિંદી યુપીઆઇ વ્યવસ્થાનો ભાગ હોવા છતાં તે મોબાઇલ વોલેટ જેવું જ કામ કરે છે. યુપીઆઇ લાઇટમાં જમા રકમ ખર્ચાતી જાય તેમ તેમ આપણે જરૂર મુજબ ફરીથી રૂપિયા ઉમેરી શકીએ છીએ.

ઉપયોગની મર્યાદા: વધુમાં વધુ, રૂ. ૨૦૦૦ સુધીનું બેલેન્સ રાખી શકાય, એક સમયે વધુમાં વધુ રૂ. ૫૦૦ સુધીનું પેમેન્ટ યુપીઆઇ લાઇટમાંથી કરી શકાય.

વધુ માહિતી: લગભગ બધી જાણીતી યુપીઆઇ એપ.

મોબીક્વિકમાં પોકેટ યુપીઆઇ

પોકેટ યુપીઆઇ એ મોબીક્વિક કંપનીએ લોન્ચ કરેલી નવી સર્વિસ છે. આ સર્વિસ બરાબર યુપીઆઇ લાઇટ જેવી જ રીતે કામ કરે છે. તેમાં એકાઉન્ટ ખોલાવ્યા પછી આપણે પોતાના બેંક એકાઉન્ટમાંથી રકમ ઉમેરી શકીએ છીએ. પછી જ્યારે જરૂર પડે ત્યારે કોઈ પણ યુપીઆઇ ક્યૂઆર કોડ સ્કેન કરીને કે અન્ય રીતે પોકેટ યુપીઆઇમાંથી પેમેન્ટ કરી શકીએ છીએ.

પોકેટ યુપીઆઇ અને યુપીઆઇ લાઇટ વ્યવસ્થામાં સૌથી મોટો ફેર રકમની મર્યાદા વિશેનો છે. આ વોલેટમાં આપણે રૂપિયા બે લાખ સુધીની રકમ જમા રાખી શકીએ છીએ અને એક દિવસમાં રૂપિયા એક લાખ સુધીના ટ્રાન્ઝેકશન કરી શકીએ છીએ (અલબત્ત પોકેટ યુપીઆઇમાં આટલી મોટી રકમ જમા રાખવાથી બેંક એકાઉન્ટમાંની બધી રકમ જોખમમાં ન મૂકવાનો મૂળ હેતુ માર્યો જાય!). રોજિંદી લેવડદેવડને ધ્યાનમાં રાખીને જરૂરિયાત પૂરતું બેલેન્સ પોકેટ યુપીઆઇમાં રાખીએ તો તે યુપીઆઇ એપનો વધુ સલામત વિકલ્પ બની શકે.

ઉપયોગની મર્યાદા: વધુમાં વધુ, રૂ. બે લાખ સુધીનું બેલેન્સ, દૈનિક રૂ. એક લાખ સુધીની લેવડદેવડ.

વધુ માહિતી https://www.mobikwik.com/pocket-upi

આઇસીઆઇસીઆઇ તરફથી પોકેટ્સ

આઇસીઆઇસીઆઇ બેંક પણ મોબીક્વિકના પોકેટ યુપીઆઇ જેવી યુપીઆઇ વોલેટની સગવડ આપે છે. તેનુું નામ છે પોકેટ બાય આઇસીઆઇસીઆઇ બેંક.

આ એપનો ઉપયોગ કરવા માટે આપણું આઇસીઆઇસીઆઇ બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી નથી.  ખરેખર તો કોઈ સેવિંગ્સ એકાઉન્ટની વિગત આપવાની આપણે પોતાના આઇફોન કે એન્ડ્રોઇડ ફોનમાં આ એપ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. તેમાં એકાઉન્ટ ઓપન કર્યા પછી આપણે કોઈ પણ બેંકના ડેબિટ કાર્ડથી કે નેટબેંન્કિંગ, યુપીઆઇ વગેરે રીતે આ વોલેટમાં રૂપિયા જમા કરી શકીએ છીએ. પછી જરૂર મુજબ તેમાંથી ટ્રાન્ઝેકશન કરી શકીએ છીએ.

આ વ્યવસ્થામાં પણ કોઈ પણ યુપીઆઇ ક્યૂઆર કોડ સ્કેન કરીને તેમાં પેમેન્ટ કરી શકાય છે. પરંતુ આપણું બેંક એકાઉન્ટ સીધેસીધું લિંક્ડ રહેતું ન હોવાથી બેંક એકાઉન્ટમાંની બધી રકમ જોખમમાં મૂકાતી નથી (જોકે આઇસીઆઇસીઆઇ બેંકના યૂઝર્સ ઇચ્છે તો પોતાના બેંક એકાઉન્ટને આ એપ સાથે કનેક્ટ કરી શકે છે).

ઉપયોગની મર્યાદા: વેબસાઇટ પર સ્પષ્ટતા નથી.

વધુ માહિતી https://www.icicibank.com/personal-banking/bank-wallet/pockets/upi

¾kMk æÞkLk ykÃkþku...

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિય હવે અગાઉનાં યુપીઆઇ વ્યવસ્થા આવ્યા પહેલાંથી પ્રચલિત  પ્રી-પેઇડ મોબાઇલ વોલેટ્સને   યુપીઆઇની ઇકોસિસ્ટમમાં જોડાવાની છૂટ આપી રહી છે. આથી ફોનપે, પેટીએમ, ફ્રીચાર્જ વગેરે જેવી એપમાં મોબાઇલ વોલેટ અને યુપીઆઇ બંને પ્રકારની સર્વિસનો ઉપયોગ કરતા લોકો યુપીઆઇનો ક્યૂઆર કોડ સ્કેન કરે ત્યારે તેમને બેંક એકાઉન્ટ સાથે લિંક્ડ યુપીઆઇ અથવા મોબાઇલ વોલેટમાંથી પેમેન્ટનો વિકલ્પ મળશે. હાલની સ્થિતિ અનુસાર આટલી બાબતો તરફ ખાસ ધ્યાન આપશો...

બધી જાણીતી યુપીઆઇ એપ્સ મોબાઇલ વોલેટ્સની સગવડ આપતી નથી.

જે આપે છે, એમાંથી અમુકમાં મોબાઇલ વોલેટથી પેમેન્ટ કરવા માટે હજી પણ સામે એ જ કંપનીનો ક્યૂઆર કોડ હોવો જરૂરી છે.

આમ, અમુક મોબાઇલ વોલેટમાં તમામ પ્રકારના ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ ન પણ કરી શકાય.

અમુક મોબાઇલ વોલેટમાંથી આપણા બેંક એકાઉન્ટમાં રૂપિયા પરત લાવી શકાતા નથી. આપણે તેને મોબાઇલ વોલેટથી જ ખર્ચ કર્યે છૂટકો.

કેટલાંક મોબાઇલ વોલેટ બેંક એકાઉન્ટમાં રૂપિયા પરત લેવાની સગવડ આપે છે, પણ એ માટે અમુક નિશ્ચિત ચાર્જ લે છે.

અમુક મોબાઇલ વોલેટમાં રૂ. ૨૦૦૦થી વધુ રકમનું પેમેન્ટ હોય, તો પેમેન્ટ સ્વીકારનાર વેપારી પાસેથી ૧.૧ ટકા જેટલો ચાર્જ લેવામાં આવે છે, ગ્રાહક માટે કોઈ ચાર્જ હોતો નથી.


Google NewsGoogle News