Get The App

UPI ATM: હવે એટીએમ કાર્ડ વગર મોબાઈલથી પણ ઉપાડી શકશો કેશ, જાણો કઈ રીતે

ATM Card ઘરે ભૂલી ગયા હોવ તો હવે એટીએમ કાર્વડ ગર પણ કેશ નિકાળી શકશો.

UPI એપ્લિકેશનમાં રજીસ્ટર્ડ કોઈ પણ વ્યક્તિ યુપીઆઈ-એટીએમનો ઉપયોગ કરી શકે છે.

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
UPI ATM: હવે એટીએમ કાર્ડ વગર મોબાઈલથી પણ ઉપાડી શકશો કેશ, જાણો કઈ રીતે 1 - image
Image Freepic

તા. 22 નવેમ્બર 2023, બૂધવાર 

cardless Cash સુવિધા વિશે તો તમે ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય QR Code સ્કેન દ્વારા એટીએમમાંથી સરળતાથી પૈસા નિકાળી શકો છો..? શું છે આ બન્નેમાં ફરક અને કેવી રીતે QR કોડ દ્વારા પૈસા નિકાળી શકાય છે. આ સુવિધા માટે તમારે કેટલાક સરળ સ્ટેપ ફોલો કરવા પડશે.

QR Code સ્કેન કરી એટીએમમાંથી કેશ નિકાળી શકશો

જો તમે કેશ ઉપાડવા માટે એટીએમમાં પૈસા નિકાળવા ગયો હોવ અને ATM Card ઘરે ભૂલી ગયા હોવ તો હવે એટીએમ કાર્ડ વગર પણ કેશ નિકાળી શકશો. હા, તમે બરોબર સાચુ સાંભળી રહ્યા છો. QR Code સ્કેન કરી એટીએમમાંથી કેશ નિકાળી શકશો પરંતુ તેના માટે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પડશે. 

ATMમાંથી કેશ નિકાળવા માટે આ પાંચ સ્ટેપ ફોલો કરો

1. UPI એપ્લિકેશનમાં રજીસ્ટર્ડ કોઈ પણ વ્યક્તિ યુપીઆઈ-એટીએમનો ઉપયોગ કરી શકે છે.

2.   સૌથી પહેલા તમારે એટીએમ પર જઈને UPI Cardless Cash/QR Cash ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 

3.   તેના પછી તમારે જેટલી રકમ નિકાળવાની હોય તેટલી રકમ નિકાળી શકો છો.  

4.  રકમ દાખલ કર્યા બાદ મશીન તમારી સામે એક QR Code જનરેટ કરશે. ત્યાર બાદ તમારા ફોનમાં રહેલા કોઈ પણ UPI એપ દ્વારા સ્કેન કરી પૈસા ઉપાડી શકો છો. 

UPI ATM Withdrawl Limit:  કેટલા નિકાળી શકો છો પૈસા ?

તમે યુપીઆઈ દ્વારા એટીએમથી એક વાર માત્ર 10 હજાર રુપિયા જ નિકાળી શકો છો. યુપીઆઈ પેમેન્ટ આવવાથી લોકોને હવે વિવિધ બેંકના એટીએમ સાથે રાખવાની જરુરત ખત્મ થઈ ગઈ છે. મહત્વની વાત એ છે કે જો તમે આ સુવિધાનો ઉપયોગ કરવા ઈચ્છતા હોવ તો તમારી પાસે એક  સ્માર્ટફોન હોવો જરુરી છે કે જેના દ્વારા તમે યુપીઆઈ પેમેન્ટ મેળવી શકશો. 



Google NewsGoogle News