Get The App

હાથ મિલાવશે UPI અને મોબાઈલ વોલેટ

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
હાથ મિલાવશે UPI અને મોબાઈલ વોલેટ 1 - image


- ykÃkýe ÷kRV RÍe çkLkkðu íkuðku ðÄw yuf VuhVkh ykðe hÌkku Au

સવારના પહોરમાં તમે એક હાથમાં ચા ને બીજા હાથમાં અખબાર લઈને આ લેખ વાંચવા બેઠા હો, તો એક ખાસ ભલામણ - ગરમાગરમ ચાના બે-ચાર ઘૂંટ લઈને પછી જ આગલાં બે વાક્યો વાંચજો, કેમ એ પછી પણ તમે ગૂંચવાશો એ નક્કી છે. ગયા વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર ૨૦૨૪માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ પેમેન્ટ અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના સંદર્ભે એક મોટો ફેરફાર કર્યો. એ મુજબ હવે પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રૂુમેન્ટ્સ (પીપીઆઇ)ના યૂઝર, તેઓ જે પીપીઆઇ પ્રોવાઇડરની સર્વિસનો ઉપયોગ કરતા હોય તેના ઉપરાંત અન્ય થર્ડ પાર્ટી એપ્સનો પણ ઉપયોગ કરી શકશે.

કહ્યું હતુંને, તમે ગૂંચવાશો! યુપીઆઇ તો આપણે જાણીએ છીએ, પણ આ પીપીઆઇ શું છે? ભારતની યુપીઆઇ વ્યવસ્થા સમગ્ર વિશ્વસ્તરે ઉદાહરણરૂપ ગણાય એટલી એડવાન્સ્ડ છે. પરંતુ તેના ઉપયોગમાં પણ ઘણા લોકો હજી ગૂંચવાય છે. એમાં હવે આરબીઆઇએ જે નવો ફેરફાર કર્યો છે તેને કારણે સરેરાશ લોકો હજી વધુ ગૂંચવાય તેમ છે.

આપણી આ આખી વાતને શક્ય એટલી સહેલી રીતે સમજીએ કેમ કે હમણાં હમણાં રિઝર્વ બેંકે જે ફેરફાર કર્યો છે તેને કારણે ભારતના ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રે હજી મોટું પરિવર્તન આવશે.

સારી વાત એ છે કે આપણી લાઇફ હજી વધુ ઇઝી બનશે!

રિઝર્વ બેંકે જે નવો નિયમ લાગુ કર્યો છે તેમાં યુપીઆઇ અને પીપીઆઇ બંનેની ભૂમિકા છે. યુપીઆઇમાં આપણને બહુ સારી ફાવટ આવી ગઈ છે. બીજી તરફ પીપીઆઇ એટલે બીજું કંઈ નહીં પરંતુ જૂના ને જાણીતા મોબાઇલ વોલેટ (એ ઉપરાંત ખાસ ગિફ્ટ કાર્ડ, મેટ્રો રેલ કાર્ડ વગેરે પણ ખરું, પણ મુખ્ત્વે ડિજિટલ વોલેટ).

આ બંને બાબતો અત્યાર સુધી પ્રમાણમાં ઘણી અલગ રહી છે. પરંતુ હવે તે પણ ઇન્ટરઓપરેબલ બનશે. એટલે આપણે પહેલાં યુપીઆઇ અને પીપીઆઇ એટલે કે મોબાઇલ વોલેટ એક્ઝેટલી શું છે અને બંનેમાં હાલની સ્થિતિ મુજબ તફાવત શું છે તેની સ્પષ્ટતા કરી લઇએ. એ પછી હવે શું ફેરફાર આવી રહ્યો છે તેની વાત કરીએ.

{kuçkkR÷ ðku÷ux þwt Au yLku UPI Úke fE heíku y÷øk Au?

ભારતમાં વર્ષ ૨૦૦૪માં મોબાઇલ વોલેટ સર્વિસ લોન્ચ થઈ ગઈ હતી. એ સમયે ઓક્સિજન વોલેટ ભારતનું પહેલું મોબાઇલ વોલેટ બન્યું હતું. તેના બે વર્ષ પછી વર્ષ ૨૦૦૬માં યસ બેંકના સાથમાં ટાઇમ્સ ગ્રૂપે વોલેટ૩૬૫ લોન્ચ કર્યું હતું. અલબત્ત આપણે માટે સૌથી જાણીતું પહેલું મોબાઇલ વોલેટ કદાચ પેટીએમ હતું, જેની સર્વિસ હજી પણ અનેક ઊંચ-નીચ પછી ખાસ્સી પોપ્યુલર છે.

મોબાઇલ વોલેટે આપણને પહેલી વાર પર્સમાં રોકડા રૂપિયા રાખ્યા વિના, આંગળીના ઇશારે અન્ય વ્યક્તિ કે બિઝનેસને પેમેન્ટ કરવાની સગવડ આપી. મોબાઇલ વોલેટ મુખ્યત્વે પ્રીપેઇડ વોલેટ હોય છે. આપણે તેમાં નિશ્ચિત રકમ જમા કરીએ અને પછી તેની મદદથી ઓનલાઇન પેમેન્ટ કરીએ.

૨૦૧૬માં નોટબંધીના પગલે રોકડ નાણાની તંગી ઊભી થઈ એ સમયે મોબાઇલ વોલેટના ઉપયોગમાં જબરો ઉછાળો આવ્યો. જોકે એ પછી યુપીઆઇ વ્યવસ્થા આવી અને એ તેજ ગતિએ આગળ વધી તેમાં મોબાઇલ વોલેટ પાછળ ધકેલાઈ ગયાં.

આમ થવાનું એક મોટું કારણ હતું.

મોબાઇલ વોલેટની એક બહુ મોટી મર્યાદા રહી છે, તે ઇન્ટરઓપરેબલ નથી. એટલે કે આપણે પોતાના ગમે તે બેંકના ખાતામાંથી નિશ્ચિત રકમ મોબાઇલ વોલેટમાં જમા કરીએ એ પછી એ રકમનો ઉપયોગ કરવા માટે સામે પક્ષે એ જ કંપનીનું મોબાઇલ વોલેટ હોવું જરૂરી.

મતલબ કે આપણે પેટીએમ વોલેટનો ઉપયોગ કરતા હોઇએ  તો સામે પેટીએમનું વોલેટ હોય તો જ આપણે પેમેન્ટ કરી શકીએ. યુપીઆઇ આવતાં આ સ્થિતે એકદમ બદલાઈ ગઈ.

UPI Lkk ½ýk VkÞËk Au,Aíkkt nS ftEf ¾qxu Au!

મોબાઇલ વોલેટમાં આપણે પહેલેથી રકમ જમા કરવી પડે છે અને પછી એ રકમ ખર્ચી શકાય છે. જ્યારે યુપીઆઇ વ્યવસ્થામાં આપણે પોતાની બેંકના ખાતાને સીધું યુપીઆઇ એપ સાથે કનેક્ટ કરી શકીએ છીએ. એ પછી રકમની આપલે સીધેસીધી એક બેંક ખાતામાંથી બીજી વ્યક્તિ કે બિઝનેસના બેંક ખાતામાં થાય છે.

હાલમાં યુપીઆઇ વ્યવસ્થા સંપૂર્ણપણે ઇન્ટરઓપરેબલ છે. આથી બંને છેડાની પાર્ટીના બેંક ખાતા કોઈ પણ બેંકમાં હોય તો પણ બંને વચ્ચે રકમની આપ-લે થઈ શકે. બંને પાર્ટી જુદી જુદી યુપીઆઇ એપનો ઉપયોગ કરતી હોય તો પણ બંને એક બીજા સાથે રૂપિયાની આપ-લે કરી શકે. 

યુપીઆઇની આ યુનિવર્સલ અપીલ હજી આગળ વધે છે. તેમાં વિવિધ બેંક ઉપરાંત લોકોમાં પહેલેથી પોપ્યુલર વિવિધ ખાનગી કંપનીને પણ યુપીઆઇ એપ તરીકે ઓપરેટ કરવાની મંજૂરી મળી છે.

આથી આપણે પોતાની બેંકની યુપીઆઇ એપ ઉપરાંત ગૂગલપે, ફોનપે જેવી થર્ડ પાર્ટી એપ કે પછી વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં પણ યુપીઆઇનો ઉપયોગ કરી શકીએ છીએ.

એ જ રીતે વિવિધ કંપનીઓને પેમેન્ટ બેંક તરીકે કામ કરવાના લાયસન્સ મળ્યા છે આથી એરટેલ કે જિઓ જેવી મોબાઇલ કંપની તથા એમેઝોન-ફ્લિપકાર્ટ જેવી ઓનલાઇન શોપિંગ કંપની પણ યુપીઆઇ સર્વિસ આપી શકે છે. યુપીઆઇના નામમાં જ યુનિફાઇડ છે. આમ તેમાં કોઈ પણ બેંક, કોઈ પણ એપના યૂઝર કોઈ પ્રકારના બંધન કે અવરોધ વિના એકમેક સાથે રૂપિયાની આપ-લે કરી શકે છે. પરંતુ બે બેંક ખાતાં સીધેસીધાં કનેક્ટ થાય છે એ જ યુપીઆઇની તકલીફ છે. આપણે ગફલત કરી કે ફ્રોડમાં ભેરવાયા, તો ખાતામાંના બધા રૂપિયા - યુપીઆઇની દૈનિક મર્યાદા અનુસાર - જોખમાઈ જાય.

nðu UPI yuÃk{kt fkuE Ãký {kuçkkR÷ ðku÷ux ÃkMktË fhe, íku{ktÚke Ãku{Lx fhe þfkþu

હવે રિઝર્વ બેંકે મોબાઇલ વોલેટ્સને પણ યુપીઆઇની જેમ યુનિફાઇડ કે યુનિવર્સલ બનાવવાની શરૂઆત કરી છે.

યુપીઆઇની સરખામણીમાં અત્યાર સુધી મોબાઇલ વોલેટ ખાસ્સાં મર્યાદિત રહ્યાં હોવાથી તેનો ઉપયોગ ઘણો ઘટતો જાય છે. પરંતુ હવે તેમને પણ યુપીઆઇની જેમ ઇન્ટરઓપરેબલ બનાવવામાં આવે તો તેનો ઉપયોગ પણ વધે તેવી સંભાવના છે.

એ ખાસ નોંધવા જેવું છે કે અત્યારે ફોનપે, પેટીએમ, મોબિક્વિક વગેરે કંપની મોબાઇલ વોલેટ ઉપરાંત યુપીઆઇ વ્યવસ્થાનો લાભ આપે છે. તેમાં મોબાઇલ વોલેટથી અન્ય વ્યક્તિ કે કંપનીના યુપીઆઇ એકાઉન્ટમાં રૂપિયાની લેવડદેવડ કરવાની સગવડ મળે છે.

રિઝર્વે બેંકે એપ્રિલ ૨૦૨૪થી આ ફેરફારોની શરૂઆત કરી હતી. તે મુજબ વિવિધ પેમેન્ટ એપ મોબાઇલ વોલેટ તથા યુપીઆઇ બંને વ્યવસ્થાનો સમન્વય કરી શકે છે. જોકે ત્યારે શરત એ હતી કે જે તે પેમેન્ટ એપ તેના યૂઝરને તેના પોતાના મોબાઇલ વોલેટ તથા એ એપ દ્વારા જ આપવામાં આવતી યુપીઆઇ વ્યવસ્થા સાથે કનેક્ટ કરી શકતી હતી.

હવે જો કોઈ ડિજિટલ વોલેટના યૂઝરે ફૂલ કેવાયસી કમ્પલિટ કરેલ હશે તો તેઓ અન્ય કંપની કે એપ દ્વારા આપવામાં આવતી યુપીઆઇ વ્યવસ્થાનો પણ લાભ લઈ શકશે.

મતલબ કે જો તમે પેટીએમ કે ફોનપે જેવી કંપનીના પોતાના મોબાઇલ વોલેટમાં રૂપિયા રાખ્યા હોય તો હવે તેની મદદથી તમે એ મોબાઇલ વોલેટને અન્ય કંપનીની એપથી પણ એક્સેસ કરી શકશો.

રિઝર્વ બેંકની પહેલને કારણે આ વ્યવસ્થા વધુ વ્યાપક બનશે.

નવી વ્યવસ્થાને કારણે આપણે વિવિધ કંપનીના મોબાઇલ વોલેટનો ઉપયોગ કરી શકીશું અને તેની મદદથી અન્ય કોઈ પણ મોબાઇલ વોલેટ કે યુપીઆઇ એકાઉન્ટમાંની રકમનો ઉપયોગ કરી શકીશું.

યુપીઆઇ વ્યવસ્થા ઘણી સલામત હોવા છતાં તેમાં ફ્રોડનો ભય રહે છે. ઉપરાંત તેમાં સીધું આપણું બેંક એકાઉન્ટ કનેક્ટ થતું હોવાથી ખાતામાં જેટલી રકમ હોય એ બધી જોખમાઈ જાય છે. જ્યારે મોબાઇલ વોલેટમાં મર્યાદિત રકમનું બેલેન્સ રાખી શકાય છે.

હવે જો પોતાના મોબાઇલ વોલેટથી કોઈ પણ યુપીઆઇ એપમાંથી પેમેન્ટ કરવાની સુવિધા મળશે તો ચોક્કસપણે તે યુપીઆઇ કરતાં બહેતર વિકલ્પ બનશે.

ykðwt nk÷{kt Ãký þõÞ Au -  y{wf ¾kMk «fkhLkk UPI ðku÷uxÚke

હાલમાં કેટલીક કંપની કે બેંક યુપીઆઇ વોલેટની સગવડ આપે છે.

ફક્ત એક ઉદાહરણ લઇએ તો મોબિક્વિક કંપનીએ આ દિશામાં નોંધપાત્ર પહેલ કરી છે. કંપનીએ પોકેટ યુપીઆઇ નામે એક એવી સર્વિસ લોન્ચ કરી છે, જેમાં આપણે પોતાના બેંક એકાઉન્ટને યુપીઆઇ વ્યવસ્થા સાથે કનેક્ટ કર્યા વિના યુપીઆઇનો લાભ લઈ શકીએ છીએ.

મતલબ કે મોબિક્વિકની પોકેટ યુપીઆઇ સર્વિસ, બેંક ખાતા વિના કામ કરે છે, તે મોબાઇલ વોલેટ જેવું જ કામ આપે છે.

તેનો લાભ લેવા માટે આપણે મોબિક્વિક એપમાં પોકેટ યુપીઆઇમાં જઇને તેમાં રૂપિયા ઉમેરવાના રહે છે.

આ માટે આપણે પોતાના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે બેંક ખાતામાંથી વગેરે રીતે પોકેટ યુપીઆઇમાં રૂપિયા ઉમેરી શકીએ છીએ.

એ પછી જ્યારે પણ કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય ત્યારે આપણે કોઈ પણ ક્યૂઆર કોડ સ્કેન કરી શકીએ અથવા મોબાઇલ નંબર કે યુપીઆઇ આઇડી એન્ટર કરી શકીએ, જે બધી રીતો યુપીઆઇ એપમાં શક્ય છે એ જ રીતો.

ત્યાર પછી પેમેન્ટ મોડ તરીકે ડ્રોપ-ડાઉન મેનૂમાં પોકેટ યુપીઆઇ પસંદ કરવાનું રહે. ‘‘કન્ફર્મ પેમેન્ટ’ પર ક્લિક કરતાં આપણા પોકેટ યુપીઆઇ એકાઉન્ટમાંની રકમથી પેમેન્ટ થાય!

આ વ્યવસ્થાનો લાભ લેવા માટે આપણે મોબિક્વિકની કેવાયસી પ્રોસેસ કમ્પલિટ કરવી જરૂરી છે.

આગામી નવી વ્યવસ્થામાં કંઈક આ જ રીતે પેમેન્ટ કરી શકીશું.

ફેર ફક્ત એટલો રહેશે કે તેમાં મોબિક્વિક એપની જગ્યાએ બીજી કોઈ પણ એપ હોઈ શકે છે. ફોનપે કે ગૂગલપે જેવી એપમાં પેમેન્ટ મોડ તરીકે આપણે પોતાના અન્ય એપમાંના મોબાઇલ વોલેટને પસંદ કરી શકીશું અને પછી તેમાંથી પેમેન્ટ કરી શકીશું.


Google NewsGoogle News