Get The App

UP સરકારની નવી સોશિયલ મીડિયા પૉલિસી, એન્ટી-નેશનલ પોસ્ટ કરનારને થઈ શકે છે ઉંમર કેદ અને ઇન્ફ્લુએન્સર કમાઈ શકશે મહિને આઠ લાખ રૂપિયા

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
UP સરકારની નવી સોશિયલ મીડિયા પૉલિસી, એન્ટી-નેશનલ પોસ્ટ કરનારને થઈ શકે છે ઉંમર કેદ અને ઇન્ફ્લુએન્સર કમાઈ શકશે મહિને આઠ લાખ રૂપિયા 1 - image


UP New Digital Policy: ઉત્તર પ્રદેશની કેબિનેટ દ્વારા ડિજિટલ મીડિયા પોલિસી 2024 રજૂ કરવામાં આવી છે. આ પોલિસીમાં કોને કેટલી સજા મળશે અને કોણ સોશિયલ મીડિયા દ્વારા કમાણી કરી શકશે એ તમામ માહિતી આવરી લેવામાં આવી છે. એન્ટી-નેશનલ પોસ્ટ કરનારને હવે ઉંમર કેદ સુધીની સજા પણ મળી શકે છે.

ત્રણ વર્ષથી ઉંમર કેદ સુધીની સજા

દેશ વિરુદ્ધ પોસ્ટ કરનારને હવે સજા આપવામાં આવશે. અત્યાર સુધી ફ્રિડમ ઑફ સ્પીચ હતી, પરંતુ ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા નવો નિયમ બનાવવામાં આવ્યો છે જેમાં હવે કોઈ પણ વ્યક્તિ ફ્રિડમ ઑફ સ્પીચના બહાને દેશ વિરુદ્ધ કંઈ પણ નહીં બોલી શકે. એન્ટી-નેશનલ પોસ્ટ કરનારને હવે ત્રણ વર્ષથી લઈને ઉંમરકેદ સુધીની સજા થઈ શકે છે. કેવી પોસ્ટ કરી છે અને કેટલી વાર કરી છે એના આધારે આ નિર્ણય લેવામાં આવશે.

UP સરકારની નવી સોશિયલ મીડિયા પૉલિસી, એન્ટી-નેશનલ પોસ્ટ કરનારને થઈ શકે છે ઉંમર કેદ અને ઇન્ફ્લુએન્સર કમાઈ શકશે મહિને આઠ લાખ રૂપિયા 2 - imageઇન્ફ્લુએન્સર્સ માટે મેગા ઓફર

સરકારી સ્કીમ અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામને પ્રમોટ કરવા માટે હવે ઇન્ફ્લુએન્સર્સને પૈસા ચૂકવવામાં આવશે. ઇન્ફ્લુએન્સર્સ મહિને બે લાખથી આઠ લાખ રૂપિયા ફક્ત સરકારી સ્કીમને શેર કરીને કમાઈ શકશે. આ પૈસા તેમના કેટલા ફોલોઅર્સ અને વ્યુઅસ આવે છે એના આધારે નક્કી કરવામાં આવશે. X પર પોસ્ટ કરવા માટે પાંચ લાખ રૂપિયાની લિમિટ, ફેસબુક પર પોસ્ટ કરવા માટે ચાર લાખ રૂપિયા અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે ત્રણ લાખ રૂપિયાની લિમિટ રાખવામાં આવી છે. એટલે કે ઇન્ફ્લુએન્સર્સ એક મહિનામાં આ પ્લેટફોર્મથી વધુમાં વધુ આટલાં રૂપિયા કમાઈ શકે છે. યૂટ્યુબ પર વીડિયો માટે આઠ લાખ રૂપિયા, શોર્ટ્સ માટે છ લાખ રૂપિયા અને પોડકાસ્ટ માટે ચાર લાખ રૂપિયાની મર્યાદા રાખવામાં આવી છે. આ માટે સરકારે ડિજિટસ એજન્સી ‘v-form’ને કામગીરી સોંપી છે જે એડ્સને હેન્ડલ કરશે. આ વિશે નિયમો બની ગયા બાદ એ પૉલિસીનો અમલ કરવામાં આવશે.


Google NewsGoogle News