Get The App

ઉબર, ઓલા અને અન્ય એપ્સમાં એન્ડ્રોઇડ અને આઇફોનમાં કિંમતનો તફાવત જોવા મળ્યો, યુનિયન મિનિસ્ટર દ્વારા આપવામાં આવ્યો તપાસનો આદેશ

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
ઉબર, ઓલા અને અન્ય એપ્સમાં એન્ડ્રોઇડ અને આઇફોનમાં કિંમતનો તફાવત જોવા મળ્યો, યુનિયન મિનિસ્ટર દ્વારા આપવામાં આવ્યો તપાસનો આદેશ 1 - image


Taxi Services: ભારતમાં ચાલતી ટેક્સી સર્વિસમાં એક ડાર્ક પેટર્ન જોવા મળી છે. આ માટે લોકલ સર્કલ દ્વારા એક સરવે કરવામાં આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે આઇફોન અને એન્ડ્રોઇડમાં ઓલા, ઉબર અને અન્ય ટ્રાન્સપોર્ટેશન એપ્સ દ્વારા જે કિંમત દર્શાવવામાં આવે છે, તેમાં તફાવત હોય છે. આ સાથે, અન્ય પણ ઘણી ડાર્ક પેટર્ન્સ જોવા મળી હતી. ડાર્ક પેટર્ન્સ એટલે ખોટી રીતે કરવામાં આવતાં કાર્યો, જેના કારણે કંપનીને ફાયદો થાય, પરંતુ ગ્રાહકને નુકસાન થાય.

કોના પર કરવામાં આવ્યો સરવે?

ભારતના લગભગ 269 જિલ્લાના 33,000 વ્યક્તિઓ પર સરવે કરવામાં આવ્યો હતો. આ તમામ લોકોમાં 42 ટકા યુઝર્સે હિડન ચાર્જિસનો સામનો કર્યો છે, 84 ટકા યુઝર્સની જબરજસ્તી ટ્રીપ કેન્સલ કરી દેવામાં આવી છે અને 78 ટકા યુઝર્સને ખોટો વેઇટિંગ ટાઇમ જણાવવામાં આવ્યો હતો. ઉબર, બ્લુસ્માર્ટ, ઓલા, ઇનડ્રાઇવ અને રેપિડો જેવી ઍપ્લિકેશન્સના યુઝર્સ સાથે આ થઈ રહ્યું હતું.

કિંમતમાં ભેદભાવ

આઇફોન અને એન્ડ્રોઇડ યુઝર્સ વચ્ચે આ તમામ ઍપ્લિકેશન્સમાં કિંમતમાં ભેદભાવ કરવામાં આવે છે. આ ભેદભાવ યુઝર્સના બેટરી લેવલના આધારે પણ કરવામાં આવે છે. જો યુઝરની બેટરી ઓછી હોય, તો તેને વધુ કિંમત દર્શાવવામાં આવે છે. સરકાર દ્વારા હાલમાં જ ટ્રાન્સપોર્ટેશન ઍપ્લિકેશન્સ વિશે તપાસ કરવામાં આવી હતી અને એમાં 13 ડાર્ક પેટર્ન્સ નોટિસ કરવામાં આવી હતી. આ પેટર્ન્સ પર હાલમાં તપાસ ચાલી રહી છે.

ઉબર, ઓલા અને અન્ય એપ્સમાં એન્ડ્રોઇડ અને આઇફોનમાં કિંમતનો તફાવત જોવા મળ્યો, યુનિયન મિનિસ્ટર દ્વારા આપવામાં આવ્યો તપાસનો આદેશ 2 - image

ઍરપૉર્ટ અને રેલવે સ્ટેશન માટે સૌથી મોટી તકલીફ

ઍરપૉર્ટ અને રેલવે સ્ટેશન્સ માટે જેટલી પણ ટેક્સી બુક કરવામાં આવે છે, તેમાં સૌથી વધુ કિંમતનો ફેરફાર જોવા મળે છે. આ સાથે, એ ટેક્સીઓને સૌથી વધુ કેન્સલ કરવામાં આવે છે અને તેમને ખોટા વેઇટિંગ ટાઇમ પણ આપવામાં આવે છે. આ કારણે ઍરપૉર્ટ અને રેલવેના ગ્રાહકો સૌથી વધુ મુશ્કેલીમાં પડે છે. તેમને રાહ જોવડાવવામાં આવે છે અને છેલ્લી ઘડીએ ટેક્સી કેન્સલ કરી દેવામાં આવે છે, એ પણ કોઈ પણ જાતના કારણ વગર. તેમ જ, યુઝર દ્વારા કેન્સલ કરવામાં આવી હોય તો તે માટે પૈસા ચાર્જ કરવામાં આવે છે, પરંતુ જ્યારે તેઓ દ્વારા કેન્સલ કરવામાં આવે છે ત્યારે કોઈ પગલાં લેવામાં નથી આવતા.

કડક પગલાં લેવામાં આવશે

સેન્ટ્રલ કન્ઝયુમર પ્રોટેક્શન ઑથોરિટી દ્વારા ખૂબ જ કડક પગલાં લેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે. આ સાથે, ઓલાને પણ આ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ દ્વારા જ્યારે રીફંડ કરવાની વાત હોય, ત્યારે સીધા ગ્રાહકના બૅન્ક ખાતામાં પૈસા જમા કરાવી દેવામાં આવે, ન કે યુઝરના ઓલા એકાઉન્ટમાં આ સાથે, 13 ડાર્ક પેટર્ન્સ પર પણ પગલાં લેવામાં આવશે. ટેક્સી ઑપરેટર્સને આ વિશે જણાવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: વીડિયો કયો જોવો એની અવઢવમાં છો? YouTube લાવે છે આ સમાધાનનો ઉકેલ...

યુનિયન કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર પ્રહલાદ જોષી દ્વારા આ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એપલ અને એન્ડ્રોઇડ વચ્ચેની કિંમતમાં જે ભેદભાવ છે, તેના વિશે તપાસ કરવા માટે તેમણે ડિપાર્ટમેન્ટને નોટિસ આપી દીધી છે. જો તેમાં કોઈ પણ ભેદભાવ હોય તો તેમના પર તરત જ એક્શન લેવા માટે જણાવ્યું છે. આ સાથે, ફૂડ ડિલીવરી અને ઓનલાઇન ટિકિટ ઍપ્લિકેશન્સ પર પણ તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે.


Google NewsGoogle News