ગૂગલ પર એક પછી એક વધી રહી છે મુશ્કેલીઓ : અમેરિકા બાદ હવે યુકે પણ કરશે સર્ચ સર્વિસની તપાસ
Google's Trouble in UK: અમેરિકા બાદ હવે યુકે પણ ગૂગલની સર્ચ સર્વિસ પાછળ પડી હોવાની ચર્ચા છે. અમેરિકામાં ગૂગલ પર એન્ટી-ટ્રસ્ટ કેસ ચાલી રહ્યો છે. એવી શક્યતા છે કે સરકાર ગૂગલને તેનો ક્રોમ વેબ બ્રાઉઝર અને એન્ડ્રોઇડ વેચવા માટે કહે. જોકે, હવે યુકેની સરકાર પણ ગૂગલની તપાસ માટે આગળ આવી રહી છે. યુકેની કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) દ્વારા ગૂગલની સર્ચ સર્વિસને કારણે ગ્રાહકો, બિઝનેસ અને એડ્વર્ટાઇઝર્સ પર પડતી અસર અંગે તપાસ કરવામાં આવશે.
ડિપાર્ટમેન્ટને મળેલા નવા પાવર્સ
યુકેની CMAને નવું પાવર મળ્યું છે કે તે મોટી કંપનીઓની પણ તપાસ કરી શકે છે. પહેલાં તેઓ સબૂત મળ્યા પછી જ તપાસ કરતાં, પરંતુ હવે ઇકોનોમિક ગ્રોથને ધ્યાનમાં રાખીને પણ કંપનીઓની તપાસ કરી શકશે. સર્ચ સેક્ટરમાં હેલ્ધી કોમ્પિટિશન રહે તે માટે યુકેની સરકાર પણ તૈયાર છે.
ચિંતાનો વિષય
CMA માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે એડ્વર્ટાઇઝમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કોઈ કોમ્પિટિશન જોવા નથી મળતું. 90% સર્ચ માત્ર ગૂગલના પ્લેટફોર્મ પર થાય છે અને 200000થી વધુ યુકેના બિઝનેસ ગૂગલના પ્લેટફોર્મ પર એડ્વર્ટાઇઝ કરે છે. CMA ગૂગલના સર્ચ એડ્વર્ટાઇઝિંગ પર પણ નજર રાખશે.
સરકારના આદેશ
યુકેની સરકાર દ્વારા CMAને ઓર્ડર આપવામાં આવ્યો છે કે તે દેશના ઇકોનોમિક ગ્રોથ વિશે પહેલાં વિચાર કરે. CMA એ પણ ખાતરી આપવી છે કે ગ્રાહકોને વધુ ચોઇસ અને સર્ચ સર્વિસમાં નવા ઇનોવેશન મળે.
ગૂગલની પ્રતિક્રિયા
ગૂગલના કોમ્પિટિશન ડિરેક્ટર ઓલિવર બેથેલે CMAને પૂરેપૂરો સહકાર આપવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ ગ્રાહકો અને બિઝનેસને ગૂગલની સર્વિસ કેવી રીતે ફાયદો પહોંચાડી શકે છે તે અંગે CMAને જાણ કરશે.
અમેરિકાનું પ્રેશર
અમેરિકા પણ ગૂગલ પર પ્રેશર આપી રહ્યું છે. અમેરિકાની કોર્ટમાં ગૂગલ પર એન્ટી-ટ્રસ્ટ કેસ ચાલી રહ્યો છે અને તે વિશ્વનું ડિફોલ્ટ સર્ચ એન્જિન બની ગયું છે. તે મુજબ, ગૂગલને ક્રોમ બ્રાઉઝર અને એન્ડ્રોઇડ વેચવા માટે કહેશું.
અન્ય કંપનીઓ CMAના રડાર પર
CMA દ્વારા હવે માત્ર ગૂગલ જ નહીં, પરંતુ એમેઝોન અને માઇક્રોસોફ્ટને પણ તપાસ કરી રહી છે. તેઓ ક્લાઉડ કોમ્યુટિંગ માર્કેટ પર પણ ઇન્વેસ્ટિગેશન કરશે. ગૂગલ અને એપલના મોબાઇલ બ્રાઉઝરની તપાસ પણ ચાલી રહી છે.
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સર્ચ એન્જિન
ગૂગલને હવે AI આધારિત સર્ચ એન્જિન ટક્કર આપી શકે છે. ChatGPTના જેવી AI સર્વિસ યુકેમાં નવી ચીલો લાવી શકે છે. CMA દ્વારા નવા AI આધારિત સર્ચ એન્જિનને કારણે યૂઝરને ફાયદો થાય છે કે કેમ તે પણ તપાસ કરવામાં આવશે.