Get The App

એપલના iCloud પર મોનોપોલીનો આરોપ, 320 અબજ રૂપિયાનો કેસ દાખલ

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
એપલના iCloud પર મોનોપોલીનો આરોપ, 320 અબજ રૂપિયાનો કેસ દાખલ 1 - image


Apple Case: એપલ પર હાલમાં જ યુ.કે.માં 320 અબજ રૂપિયાનો કેસ કરવામાં આવ્યો છે. આ કેસ એપલની iCloud સર્વિસને લઈને થયો છે. યુ.કે.ની એક કંપની ‘Which?’ દ્વારા આ કેસ કરવામાં આવ્યો છે અને 320 અબજ રૂપિયાનું વળતર માગ્યું છે, જે 40 મિલિયન iPhone યુઝર્સને ચૂકવવામાં આવે. આ કેસ કરવાનું મુખ્ય કારણ એપલની મોનોપોલી હોવું જણાવાયું છે.

કેમ થયો કેસ?

યુ.કે.ની આ કંપનીનું કહેવું છે કે એપલ દ્વારા માર્કેટની હરીફાઈ માટે બનાવેલાં નિયમોનું ઉલ્લંઘન થયું છે. એપલ પોતાની સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝર્સને મજબૂર કરે છે, જેનાથી તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. એપલના ડેટા અને બેકઅપને સ્ટોર કરવા માટે iCloud સર્વિસનો જ ઉપયોગ કરવો પડે છે અને કોઈ થર્ડ-પાર્ટી સર્વિસ પ્રોવાઇડરનો ઉપયોગ શક્ય નથી. એપલ દ્વારા 5 GB iCloud સ્ટોરેજ ફ્રીમાં આપવામાં આવે છે અને બાદમાં પૈસા ચાર્જ કરવામાં આવે છે. 5 GB આઝ કલ મિનિટોમાં જ ફૂલ થઈ જાય છે, જેથી યુઝરને ફરજિયાત સ્ટોરેજ ખરીદવું પડે છે. જોકે એપલ અન્ય કંપનીઓની સ્ટોરેજ સેવાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપતું નથી, જેનાથી ગૂગલ, માઇક્રોસોફ્ટ, અને ડ્રોપબોક્સ જેવી કંપનીઓના વિકલ્પ બાકી રહેતા નથી. આ મોનોપોલીની આક્ષેપને કારણે કોર્ટમાં આ કેસ દાખલ થયો છે.

એપલના iCloud પર મોનોપોલીનો આરોપ, 320 અબજ રૂપિયાનો કેસ દાખલ 2 - image

વધારે ચાર્જ કરવાનો આક્ષેપ

એપલ પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે iCloudની મોનોપોલી હોવાને કારણે તેઓ સ્ટોરેજ માટે વધારે પૈસા ચાર્જ કરી રહ્યાં છે. એપલની સરખામણીએ અન્ય કંપનીઓ ઓછા પૈસામાં ક્લાઉડ સર્વિસ પૂરી પાડે છે, પરંતુ હરીફાઈ ન હોવાને કારણે યુઝરોએ મજબૂરીમાં વધુ ચાર્જ ચૂકવવો પડે છે. જો એપલ થર્ડ-પાર્ટી સ્ટોરેજ સેવાઓની મંજૂરી આપશે તો હરીફાઈ વધશે અને વેચાણ ભાવ ઓછા થશે.

આ પણ વાંચો: તમારો પાસવર્ડ પણ થોડા સેકન્ડમાં થઈ શકે છે હેક, જો આ દસમાંથી એક પાસવર્ડ હોય તો તરત બદલી નાખો...

આઇફોન યુઝરોને વળતર

યુ.કે.ની આ કંપનીએ કેસમાં દરેક આઇફોન યુઝરને અંદાજે 70 પાઉન્ડ (7500 રૂપિયા) વળતર આપવા માંગ્યુ છે. આ સાથે, કોર્ટની બહાર સેટલમેન્ટ કરવાની પણ વાત છે, જેનાથી યુઝરોને સીધા પૈસા મળે અને સ્ટોરેજ માટે થર્ડ-પાર્ટી સર્વિસનો ઉપયોગ કરી શકવાની સુવિધા મળે. જો આ ન થઈ શકે, તો કોર્ટ કેસનો જ રસ્તો બાકી રહે છે.


Google NewsGoogle News