Get The App

કાયદા લખવા માટે પહેલીવાર AI નો ઉપયોગ કરનાર દેશ બન્યો UAE

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
કાયદા લખવા માટે પહેલીવાર AI નો ઉપયોગ કરનાર દેશ બન્યો UAE 1 - image


UAE Use AI In Legal Matter: યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) દુનિયાનો પહેલો એવો દેશ બન્યો છે, જેમાં કાયદા લખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડિજિટલ એરા અને ટેક્નોલોજીને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે UAE દ્વારા એકદમ અલગ પગલું ભરવામાં આવ્યું છે. આ દેશે બતાવી દીધું છે કે AI નો કેટલાંક કાયદાકીય પ્રક્રિયામાં ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

સરકારી પોલિસીમાં અદ્ભુત પગલું

UAE પહેલેથી જ ટેક્નોલોજીમાં ખૂબ જ આગળ પડતું આવ્યું છે. તેઓ દરેક પ્રકારની ટેક્નોલોજીનો સ્વીકાર કરે છે અને તેનો અમલ કરે છે. રીન્યુએબલ એનર્જીમાં ઇન્વેસ્ટમેન્ટથી લઈને સ્માર્ટ સિટી તૈયાર કરવા અને દૂબઈ લૂપ જેવા અનેક પ્રોજેક્ટ માટે UAEનું નામ ગર્વથી લેવાય છે. તેઓ હવે કાયદાકીય ક્ષેત્રમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇતિહાસના પાનામાં પોતાનું નામ બનાવવા જઈ રહ્યાં છે. સરકાર દ્વારા આ પગલાનું ઉદ્દેશ એ છે કે માનવ દ્વારા કાયદા લખવા માટે જે સમય લાગે છે, તેની બચત કરી શકાય. તેમજ, કામમાં વધુ ચોક્કસતા લાવી, અન્ય સોર્સનો ઉપયોગ ઘટાડી શકાય, તે માટે AI નો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક કાયદાકીય શબ્દને સમજી શકાય અને તેના પરથી શીખી શકાય તે માટે નેચરલ લર્નિંગ મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માટે ઘણા લીગલ ડોક્યુમેન્ટનો ઉપયોગ ટ્રેનિંગ માટે કરવામાં આવ્યો છે. આ એનાલિસિસ માટે AI દ્વારા ચોક્કસ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે, અને મશીનના ઉપયોગથી માનવ દ્વારા થતી કેસપક્ષપાતની શક્યતાઓને દૂર કરી શકાશે.

AI ને કારણે કામ થશે સરળ

ડેટા એનાલિસિસ: આજ સુધી ન્યાયતંત્ર દ્વારા લેવામાં આવેલ તમામ કાયદાકીય નિર્ણયો અને દસ્તાવેજોનું એનાલિસિસ AI દ્વારા કરવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા દરેક દસ્તાવેજમાં રહેલો પેટર્ન ઓળખવામાં આવશે અને કયો નિર્ણય લેવામાં આવે તેનું માળખું જાણી શકાય તે.

ડ્રાફ્ટ જનરેશન: નેચરલ લેન્ગવેજ જનરેશન ટેક્નિકનો ઉપયોગ કરીને AI દ્વારા કાયદાકીય ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. આ ડ્રાફ્ટને લીગલ એક્સપર્ટ અને સરકારી કર્મચારી દ્વારા ચેક કરી જરૂરી સુધારા પણ કરવામાં આવશે.

ભૂલોમાં ઘટાડો: કોઈપણ કાયદાકીય જોગવાઈ લખતી વખતે થતી ભૂલોને AI સિસ્ટમની મદદથી નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે. હાથથી લખવામાં આવતા દસ્તાવેજોમાં ઘણી ભૂલો થતી હોય છે, પરંતુ અહીં એનું પ્રમાણ ઘણું ઓછી રહેશે.

સમયનો બચાવ: હાથ વડે અથવા મનુષ્ય દ્વારા કરવામાં આવતી પ્રક્રિયામાં જે સમય લાગતું હતું, તે AI ની મદદથી ખૂબ ઓછા સમયમાં પૂર્ણ થઈ જશે. આ કારણે સમયસર અપડેટ પણ પ્રાપ્ત થશે.

કાયદા લખવા માટે પહેલીવાર AI નો ઉપયોગ કરનાર દેશ બન્યો UAE 2 - image

કાયદાકીય સિસ્ટમમાં AI ના ઉપયોગથી શું ફાયદા થશે?

પક્ષપાત નહીં થાય: AI નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી દરેક માટે કાયદા સમાન રહેશે. માનવ દ્વારા જ્યારે કામ કરવામાં આવે છે ત્યારે શક્ય છે કે થોડો પક્ષપાત દેખાઈ શકે, પરંતુ મશિન દ્વારા તે શક્ય નથી. આથી, કોઈપણ ભૂલ અથવા પક્ષપાત જોવા મળવાના ચાન્સ ઘટી જશે.

લાંબી પ્રોસેસ ટૂંકી થશે: કોઈપણ કાયદાકીય પ્રક્રિયામાં સમય લાગવો નક્કી છે, ભલે તે કોઈપણ દેશ હોય. જોકે, હવે UAE એકમાત્ર એવો દેશ બનવા જઈ રહ્યો છે જ્યાં તમામ કાયદાકીય જોગવાઈઓ ખૂબ જ ઝડપથી પૂર્ણ થશે. આથી ન્યાયપ્રક્રિયા ઝડપી બનશે, ડેવલપમેન્ટ માટે મંજૂરી પણ ઝડપથી મળશે અને વિકાસ ઝડપી થશે.

પૈસાનો બચાવ: માનવ દ્વારા તૈયાર થનારા ડ્રાફ્ટ્સ અથવા કાયદાકીય કામમાં ઘણી મોટી રકમ ખર્ચાય છે. AI ના કારણે આ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. જે રકમ બચશે, તેનો ઉપયોગ અન્ય ટેકનોલોજી અને વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે કરી શકાશે.

કાયદાના જાણકારનું શું માનવું છે?

કાયદાના જાણકાર અને AI નિષ્ણાતો દ્વારા UAE ના આ પહેલને ખૂબ જ પ્રશંસા મળી છે. તેમનું માનવું છે કે માનવ દ્વારા ચુકાદા આપતી વખતે જે પાંસાની ગહન સમજૂતી અને વિચારસરણી મહત્વપૂર્ણ હોય છે, તે મશીનમાં થતી નથી. જોકે, AI નું મુખ્ય કાર્ય ફક્ત સહાય કરવાનું છે, ન્યાયમૂર્તિ અથવા કાયદાના નિર્ણયકારોની જગ્યા લેવાનું નહીં. મોરાલ અને એથિક્સ જેવી બાબતોમાં હંમેશા માનવ જ શ્રેષ્ઠ રીતે નિર્ણય લઈ શકે છે.

શું ચેલેન્જ નડશે?

કાયદામાં AI ના સમાવેશ માટે કેટલીક ચેલેન્જો રહેશે. ડેટા પ્રાઇવસીના મુદ્દા હલ કરવાથી માંડીને એલ્ગોરિધમ દ્વારા કોઈપણ પક્ષપાત ન થાય એ સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે. UAE ની સરકાર આ માટે વિવિધ રેગ્યુલેટરી ફ્રેમવર્ક તૈયાર કરશે અને AI સિસ્ટમ માટે સતત પરીક્ષણ કરે છે. UAE ના આ પગલાથી પ્રેરાઈને બીજા દેશો પણ આવાં પગલાં ભરશે. આથી, થોડીક વર્ષોમાં કાયદાકીય પ્રક્રિયામાં AI નો સમાવેશ વૈશ્વિક સ્તરે જોવા મળે તો નવાઈ નહીં.

Tags :