1 દેશ 1 ચાર્જર! ભારતમાં લાગુ થઇ શકે છે 'Type-C' કોમન ચાર્જિંગ પોર્ટનો નિયમ
Common Charger Regulation: ભારતમાં પણ યૂરોપીય યૂનિયનની જેમજ કોમન ચાર્જિંગ પોર્ટનો નિયમ લાગુ થાય તેવી શક્યતા છે. આ બાબતે ભારત સરકારે કોઈ પ્રકારે નોટીફિકેશન જાહેર કર્યું નથી. પરંતુ એક રિપોર્ટમાં આનો દાવો કરાયો હતો કે, ભારત સરકાર પણ બધા સ્માર્ટફોન અને ટેબલેટ માટે કોમન ચાર્જિંગ પોર્ટના નિયમો લાગો કરવાની વિચારણ કરી રહ્યું છે. આ નવા નિયમનું અમલીકરણ જૂન 2025થી લાગુ થઈ શકે છે.
ભારતમાં કોમન ચાર્જિંગ પોર્ટનો નિયમ લાગુ કરાશે
યૂરોપીય યૂનિયન પ્રમાણે ભારતમાં પણ એક ચાર્જિગ પોર્ટ નિયમ લાગુ કરવાની શક્યતા છે. જાહેર કરાયેલા એક રિપોર્ટ પ્રમાણે, ભારત સરકાર કોમન ચાર્જિંગ પોર્ટના નિયમો લાગુ કરવાના ફિરાકમાં છે. આમ જો ભારતમાં આ પ્રકારના એક ચાર્જિંગ પોર્ટનો નિયમ લાગુ કરવામાં આવશે તો, બધાજ પ્રકારના સ્માર્ટ ફોન અને ટેબલેટ માટે એક જ ચાર્જિંગ પોર્ટ માન્ય રહેશે. તેવામાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા લોકોમાં, શું ભારતમાં કોમન ચાર્જિંગ પોર્ટનો નિયમ લાગુ કરાશે કે નહીં તેને લઈને ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે.
2022થી યૂરોપીય યૂનિયન કોમન ચાર્જિંગ પોર્ટનો નિયમ લાગુ
સરકાર Type-C ચાર્જિંગ પોર્ટને કોમન ચાર્જિંગ પોર્ટ તરીકે લાવવાની ફિરાકમાં છે. તેવામાં 2022માં યૂરોપીય યૂનિયન કોમન ચાર્જિંગ પોર્ટનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમને લાગુ કરવાથી બધી મોબાઈલ કંપનીએ પોતાના સ્માર્ટ ફોન માટે Type-C ચાર્જિંગ પોર્ટ રાખ્યું હતું. જેમાં એપ્પલના iPhone માં પણ Type-C ચાર્જિંગ પોર્ટ લાગુ કરાયુ હતુ. તેવામાં આ વર્ષના અંતમાં ભારતમાં પણ કોમન ચાર્જિંગ પોર્ટના નિયમને લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે.
સ્માર્ટ ફોન, ટેબલેટ અને લેપટોપ માટે કોમન ચાર્જિંગ પોર્ટ, Type-C ચાર્જર
ઈ-વેસ્ટની સમસ્યાને દૂર કરવા માટે સરકાર આ નિયમ લાગુ કરવાની વિચારણામાં છે. આ નિયમ લાગુ થવાની સાથે સ્માર્ટ ફોન, ટેબલેટ અને લેપટોપનો ઉપયોગ કરનારને એક કોમન ચાર્જિંગ પોર્ટથી પોતાના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ ચાર્જ કરાશે. રિપોર્ટ પ્રમાણે, સરકાર ભવિષ્યમાં કોમન Type-C ચાર્જિંગ પોર્ટના નિયમ લાગુ કરી શકે છે.
મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈચ્છે છે કે, સ્માર્ટ ફોન, ટેબલેટ અને લેપટોપનું ઉત્પાન કરતી કંપનીએ તેની પ્રોડક્ટમાં એક જ ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરે. જેમાં 2026ના સમયગાળામાં આ નિયમ લેપટોપ માટે લાગુ થશે. જ્યારે સ્માર્ટ ફોન અને ટેબલેટમાં આ નવા નિયમનું અમલીકરણ જૂન 2025થી લાગુ થવાની શક્યતા છે.