Get The App

બે મિત્રોએ AIથી કરી કમાલ, 15 હજારના રોકાણથી બનાવી કંપની અને કમાઈ લીધા 1 કરોડ

માત્ર 185 અમેરિકા ડોલરનું રોકાણ કર્યું હતુ અને તેની સાથે ChatGPTની મદદ લીધી હતી

થોડા જ દિવસોમાં આ કંપની 1,50,000 અમેરિકન ડોલર (લગભગ 1.24 કરોડ રુપિયા) માં વેચાણ થઈ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
બે મિત્રોએ AIથી કરી કમાલ, 15 હજારના રોકાણથી બનાવી કંપની અને કમાઈ લીધા 1 કરોડ 1 - image
Image Envato 

તા. 25 ઓક્ટોબર 2023, બુધવાર 

ChatGPT ના ફાયદાઓ અને નુકસાનને લઈને દેશભરમાં ચર્ચાએ ચાલી રહી છે. પરંતુ આ દરમ્યાન બે મિત્રોએ ChatGPT નો ઉપયોગ કરીને એક નવું સ્ટાર્ટઅપ ઉભુ કર્યુ હતું. આ સ્ટાર્ટઅપ હાલમાં જ લગભગ એક કરોડ રુપિયાથી વધારેમાં વેચાણ થયું છે. આ સ્ટાર્ટઅપનું નામ DimeADzen છે અને બન્નેએ તેના પર મોટા પ્રમાણમાં  રેવન્યુ પણ જનરેટ કરી છે. આવો તેના વિશે વિગતે જાણીએ.

મીડિયાના રિપોર્ટ પ્રમાણે  Sal Aiello અને  Monica power સાથે મળીને એક કામ શરુ કર્યુ હતુ. તેમણે માત્ર 185 અમેરિકન ડોલરનું રોકાણ કર્યું હતું, અને તેની સાથે ChatGPTની મદદ લીધી હતી. તે પછી સ્ટાર્ટઅપમાં ખૂબ જ સફળતા મળી હતી અને થોડા જ દિવસોમાં આ સ્ટાર્ટઅપ 1,50,000 અમેરિકન ડોલર (લગભગ 1.24  કરોડ રુપિયા) માં વેચાણ થઈ. 

કેવી રીતે શરુ કર્યું સ્ટાર્ટઅપ 

Sal Aiello અને  Monica power ની મુલાકાત એક વર્યુઅલ સ્ટાર્ટઅપ ફાઉંડર મીટ અપ ઈવેન્ટ દરમ્યાન થઈ હતી. તે પછી તેમણે પોતાના વિઝનને શેર કર્યું અને પછી બન્ને મિત્રો સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનું નામ DimeADonzen છે. 

રિસર્ચમાં શું કામ આવ્યું ChatGPT

શરુઆતમાં તેમણે 185 અમેરિકન ડોલરનું રોકાણ કર્યુ હતું અને તે પછી AI ની મદદ લીધી હતી. તેમણે સ્ટાર્ટઅપની શરુઆતમાં જ કહ્યું હતું કે, તેઓ માર્કેટ રિસર્ચ માટે ChatGPT નો ઉપયોગ કર્યો હતો અને આજે તેનું રિઝલ્ટ તમારી સામે છે. આ બન્ને મિત્રોએ મળીને નિર્ણય કર્યો હતો કે, તેઓ AI-powered Research ટુલ તૈયાર કરશે. અને માત્ર 7 મહિનામાં બન્નેએ  DimeADonzen દ્વારા લગભગ 66000 અમેરિકન ડોલર જનરેટ કરી લીધા. ભારતમાં આ રકમની ગણતરી કરીએ તો આશરે 8,320,990  રુપિયા થાય છે. 


Google NewsGoogle News