એલન મસ્ક બંધ કરવા જઈ રહ્યા છે ટ્વિટર Xનું આ પોપ્યુલર ફીચર, આગામી મહિને નહીં કરી શકો ઉપયોગ

એલન મસ્કની સોશિયલ મીડિયા કંપની એક્સએ પોતાની લોકપ્રિય ફીચર સર્કલ બંધ કરવાની જાહેરાત કરી છે.

યુજર્સ 31 ઓક્ટોબર પછી આ ફીચરનો ઉપયોગ કરી શકશે નહી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
એલન મસ્ક બંધ કરવા જઈ રહ્યા છે ટ્વિટર Xનું આ પોપ્યુલર ફીચર, આગામી મહિને નહીં કરી શકો ઉપયોગ 1 - image
Image Twitter 

તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર 

એલન મસ્કની (Elon Musk)  X સોશિયલ મીડિયા (social media ) કંપની (company) X એક્સએ પોતાનું લોકપ્રિય ફીચર સર્કલ (Circles) બંધ કરવાની જાહેરાત કરી છે. યુજર્સ 31 ઓક્ટોબર પછી આ ફીચરનો ઉપયોગ કરી શકશે નહી. કંપનીએ પોતાના ઈન્સ્ટેંટ બ્લોગિંગ પ્લેટફોર્મ પરથી આ જાહેરાત કરી છે. કંપનીનું કહેવુ છે કે આ તારીખ બાદ તમે નવી પોસ્ટ નહીં બનાવી શકો. જે તમારા સર્કલ સુધી સિમિત છે, આ ઉપરાંત તમે સર્કલમાં લોકોને જોડી પણ નહી શકો.

આ વર્ષ ઓગસ્ટમાં રોલ આઉટ થયુ હતુ આ ફીચર 

આ ફીચરને આ વર્ષે ઓગસ્ટમાં એન્ડ્રોઈડ, આઈઓએસ અને વેબ માટે રોલ આઉટ કરવામાં આવ્યું હતું. આ સુવિધા વર્ષ 2022માં પહેલી વખત ટેસ્ટિંગ માટે શરુ કરવામાં આવી હતી. પરંતુ તેનો વ્યાપક રુપે ઉપયોગ કરવામાં આવ્યો નહી. જે કારણે કંપનીએ એક 'પીએસએ' માં કહ્યું કે સર્કલ 31 ઓક્ટોમ્બર સુધી બંધ કરી દઈશું.  

કંપનીએ આ સ્પષ્ટ કર્યુ હતું કે યુજર્સ પોતાના સર્કલથી લોકોને અનફોલો કરીને તેમને હટાવી શકે છે. કંપનીએ લખ્યું છે કે, જો તમે લોકોને અનફોલો કરીને તેમને સર્કલથી હટાવી શકો છો. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News