Get The App

ટ્વિટરનો 254 કિલોગ્રામ વજનનો બર્ડ લોગો હરાજીમાં વેચાયો, 30 લાખ રૂપિયામાં ખરીદ્યો અને શિંપિંગ ચાર્જ અલગથી

Updated: Mar 22nd, 2025


Google News
Google News
ટ્વિટરનો 254 કિલોગ્રામ વજનનો બર્ડ લોગો હરાજીમાં વેચાયો, 30 લાખ રૂપિયામાં ખરીદ્યો અને શિંપિંગ ચાર્જ અલગથી 1 - image


Twitter Bird Logo on Sale: ઈલોન મસ્કની કંપની Xનું અગાઉનું નામ ટ્વિટર હતું. એ સમયે કંપનીનો લોગો બ્લુ બર્ડ હતો. કંપનીએ આ બાર ફૂટ ઊંચો લોગો ટ્વિટરના સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરમાં લગાવ્યો હતો. જો કે હવે, ટ્વિટરનું નામ અને લોગો બન્ને બદલાઈ ગયા હોવાથી, આ લોગો હરાજીમાં મૂકવામાં આવ્યો હતો જે હવે 30 લાખ રૂપિયામાં વેચાયો છે.

શિપિંગના ખર્ચ માટે અલગથી ચૂકવણી

આ લોગો જ્યારે હરાજીમાં મૂકવામાં આવ્યો ત્યારે આ સ્પષ્ટતા કરી દેવામાં આવી હતી કે જે ખરીદી કરશે, તેને લોગો માટેના શિપિંગ ચાર્જ અલગ ચૂકવવા પડશે. આ લોગો સાન ફ્રાન્સિસ્કોથી મોકલાશે અને તેને ખરીદનારના સરનામા સુધી પહોંચાડવા માટે જેટલો શિપિંગ ખર્ચ થશે તે ચૂકવવો પડશે. આ લોગોની ઊંચાઈ 12 ફૂટ અને લંબાઈ 8 ફૂટ છે. આ લોગોનું વજન 254 કિલોગ્રામ છે, અને ઓરિજિનલ સ્થાન પરથી લોગો હટાવવા માટે ક્રેન અને ઘણા કર્મચારીઓની જરૂર પડી હતી.

અન્ય વસ્તુઓની હરાજી

ટ્વિટર અગાઉ પણ આવી હરાજી ઇવેન્ટ્સનું આયોજન કરી ચૂક્યું છે. 2022માં, ઈલોન મસ્ક દ્વારા ટ્વિટરની ખરીદી પછી ઑફિસની ઘણી વસ્તુઓની હરાજી કરવામાં આવી હતી. એ સમયે એક નાનકડો લોગો અને એક ઑફિસ સ્ટેચ્યુ એક લાખ અમેરિકન ડૉલરમાં વેચવામાં આવ્યા હતા. આ સાથે જ, મોટા લોગોની હરાજી પણ કરવામાં આવી હતી, જો કે એના ખર્ચની માહિતી જાહેર કરવામાં આવી નહોતી.

આ પણ વાંચો: એપલ રીબ્રાંડિંગ કરશે આઇફોનને : પ્લસ મોડલ બનશે એર અને પ્રો મેક્સ મોડલની જગ્યા લેશે અલ્ટ્રા

હરાજી થઈ પૂરી

આ લોગો માટેની હરાજી હવે પૂરી થઈ ગઈ છે. લોગો માટે થોડા દિવસ પહેલાં 21,664 અમેરિકન ડૉલરની બોલી લાગી હતી, પરંતુ અંતે એ 34,375 અમેરિકન ડૉલરમાં વેચાયો છે. આ હરાજી 20 માર્ચ સુધી ચાલી હતી. સમય મર્યાદા પૂરી થતાં, જેની બોલી સૌથી વધુ હતી તે વ્યક્તિને આ લોગો વેચી દેવામાં આવ્યો હતો. જો કે નવા માલિકે શિપિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડ્યો છે.

Tags :