સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ Xની સર્વિસ થઇ ઠપ, પરેશાન યુઝર્સ કરી રહ્યા છે ફરિયાદ
લગભગ 2500 યુઝર્સે થોડી જ મિનિટોમાં down detector પર ફરિયાદ કરી છે
X Down : ઈલોન મસ્કનું સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) ડાઉન હોવાના અહેવાલ મળી રહ્યા છે. આજે સવારથી યુઝર્સ X પર કોઈપણ પોસ્ટ જોઈ શકતા નથી. આ સમસ્યાનો સામનો વેરિફાઈડ અને અન-વેરિફાઈડ એમ બંને યુઝર્સ કરી રહ્યા છે.
ટાઈમલાઈન પર કોઈ પ્રકારનું કન્ટેન્ટ દેખાઈ રહ્યું નથી
એક્સ ઓપન કરવા પર Welcome To X! લખેલું દેખાઈ રહ્યું છે પરંતુ તે પછી કોઈપણ પ્રકારની પોસ્ટ દેખાઈ રહી નથી. મોબાઈલ અને ડેસ્કટોપ બંને યુઝર્સને આ સમસ્યા આવી રહી છે. હાલમાં કોઈ યુઝર્સના પ્રોફાઈલ પર ગયા પછી પણ તે યુઝરનો પોસ્ટ દેખાઈ રહી નથી. ટાઈમલાઈન પર પણ કોઈ કન્ટેન્ટ દેખાઈ રહ્યું નથી.
2500 યુઝર્સે કરી ફરિયાદ
લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સના ડાઉન થવાની પુષ્ટિ down detector દ્વારા પણ કરવામાં આવી છે. લગભગ 2500 યુઝર્સે થોડી જ મિનિટોમાં down detector પર ફરિયાદ કરી છે.