Get The App

એન્ડ્રોઇડની જેમ હવે આઇફોનમાં પણ કામ કરશે ટ્રૂકોલર, ફોન આવતાની સાથે જ હવે લાઇવ કોલર ID જોવા મળશે

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
એન્ડ્રોઇડની જેમ હવે આઇફોનમાં પણ કામ કરશે ટ્રૂકોલર, ફોન આવતાની સાથે જ હવે લાઇવ કોલર ID જોવા મળશે 1 - image


iPhone Live Caller ID: એન્ડ્રોઇડ ડિવાઇઝની જેમ હવે આઇફોનમાં પણ ટ્રૂકોલર ચાલશે. ટ્રૂકોલરમાં નંબર કોનો છે એ જાણી શકાય છે. તેમ જ સ્પેમ કોલ આવતાં હોય તો એ પણ પહેલેથી જાણી શકાય છે. આઇફોનમાં છેલ્લાં બે વર્ષથી ટ્રૂકોલર ચાલી રહ્યું હતું, પરંતુ એ એન્ડ્રોઇડની જેમ કામ નહોતું કરતું. એમાં લાઇવ કોલર ID ફીચર નહોતું આવતું.

શું છે લાઇવ કોલર ID ફીચર?

યુઝર પર જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને ફોન આવે તો એનું નામ શું છે અને ફોન ક્યાંથી આવી રહ્યો છે એ લાઇવ કોલર IDમાં દેખાડવામાં આવે છે. આ ફીચર અત્યાર સુધી એન્ડ્રોઇડમાં હતું. યુઝરે ભલે નંબરને સેવ કર્યો હોય એમ છતાં ટ્રૂકોલરનો ઉપયોગ કરનાર વ્યક્તિના મોબાઇલની સ્ક્રીન પર એ ફોન કરનાર વ્યક્તિનું નામ આવી જતું હતું. આ ફીચર આઇફોનમાં નહોતું. એમાં નંબર સર્ચ કરી શકાતો હતો, પરંતુ ફોન ઉઠાવવા પહેલાં એ કોનો નંબર છે એ નહોતું દેખાડવામાં આવતું.

આઇફોન માટે થયું ફીચર લોન્ચ


ટ્રૂકોલરના ચીફ એક્સિક્યુટીવ ઓફિસર એલન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ ફીચરને iOS 18ની સાથે લોન્ચ કરવામાં આવશે. એટલે કે 16 સપ્ટેમ્બરથી આ ફીચરનો ઉપયોગ યુઝર્સ કરી શકશે. એલને ટ્વીટ કર્યું હતું કે ‘iOS 18ના ફીચર ડોક્યુમેન્ટેશનમાંથી જોઈને કહીં રહ્યો છું કે બહુ જલદી અમને હવે એવું સાંભળવા મળશે કે ‘આઇફોનમાં પણ હવે ટ્રૂકોલર ચાલે છે.’ જોકે છેલ્લા બે વર્ષથી ટ્રૂકોલર ચાલતું જ હતું, પરંતુ હવે ટ્રૂકોલર જે રીતનું ચાલવું જોઈએ એ રીતનું જોવા મળશે.’

એન્ડ્રોઇડની જેમ હવે આઇફોનમાં પણ કામ કરશે ટ્રૂકોલર, ફોન આવતાની સાથે જ હવે લાઇવ કોલર ID જોવા મળશે 2 - image

સ્પેમથી બચી શકાશે

ટ્રૂકોલર હવે ચાલું થઈ રહ્યું હોવાથી આઇફોન યુઝર્સ પણ હવે સ્પેમથી બચી શકશે. આ માટે ફોન આવતાની સાથે જ સ્ક્રીન પર સ્પેમ કોલ લખાયલું આવશે. તેમ જ કોઈ પણ વ્યક્તિ ફ્રોડ કરી રહ્યો હોય તો એનો રિપોર્ટ કરવામાં આવ્યો હશે તો પણ એ સ્ક્રીન પર જોઈ શકાશે. તેમ જ યુઝરને કોણે ફોન કર્યો એની તો માહિતી મળશે જ. આ પ્રોસેસ પહેલાં આઇફોનમાં ખૂબ જ મુશ્કેલ હતી જે હવે એન્ડ્રોઇડની જેમ જ કામ કરશે.

આ પણ વાંચો: એપલના કો-ફાઉન્ડરે વર્ષો પહેલાં કંપનીનો દસ ટકા હિસ્સો 800 ડોલરમાં વેચ્યો હતો, આજે કિંમત છે 340 અબજ ડોલર

પ્રાઇવસીની ચિંતા

ટ્રૂકોલર પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓ યુઝર્સના ડેટાને ચોરી કરે છે. જોકે કંપનીએ આ તમામ આરોપને ફગાવી દીધા હતા. જોકે આમ છતાં એપલ દ્વારા ટ્રૂકોલર કે એના જેવી અન્ય એપ્લિકેશનને યુઝરના ડેટાને તેમ જ ફોનને એક્સેસ કરવાની પરવાનગી આપવામાં નહોતી આવી. આમ છતાં વર્ષો પછી ટ્રૂકોલરને હવે એન્ડ્રોઇડની જેમ કામ કરી શકે એ માટેની પરવાનગી આપવામાં આવી છે.

શું છે અન્ય ફીચર?

ટ્રૂકોલરમાં લાઇવ કોલર IDની સાથે કોલ સર્ચ હિસ્ટરી પણ આવશે. યુઝર હવે કોને ફોન કર્યો એ માટેની તમામ હિસ્ટરી ટ્રૂકોલરમાં જોઈ શકશે. જોકે આ માટે યુઝરે ટ્રૂકોલરને કોલ લોગ્સ માટેની પરવાનગી આપવી પડશે. કોઈ પણ વ્યક્તિનો નંબર અથવા તો નામ અથવા તો બેન્ક લખતાં તમામ બેન્કે કોલ કર્યા હોય એ તમામ ડેટા મળી જશે.


Google NewsGoogle News