Get The App

Truecallerમાં આવ્યું જબરદસ્ત ફીચર, AI કરશે કૉલ રેકોર્ડિંગ, જાણો ડિટેઈલ્સમાં

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
Truecallerમાં આવ્યું જબરદસ્ત ફીચર, AI કરશે કૉલ રેકોર્ડિંગ, જાણો ડિટેઈલ્સમાં 1 - image


Image Source: Twitter

અમદાવાદ, તા. 27 ફેબ્રુઆરી 2024 મંગળવાર

ટ્રૂકોલર તાજેતરમાં જ ભારતમાં કોલ રેકોર્ડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટ્રાન્સક્રિપ્શન ફીચર્સ લઈને આવ્યુ છે. જે એન્ડ્રોયડ અને આઈઓએસ બંને યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. ભારતમાં આ પહેલી વખત છે, પરંતુ અગાઉ યુએસમાં જૂન 2023માં આ ફીચરની શરૂઆત થઈ ચૂકી છે. જો આ ફીચરની ખાસિયત છે કે એઆઈ પાવર્ડ કોલ રેકોર્ડિંગ ફીચર ઈનકમિંગ અને આઉટગોઈંગ બંને પ્રકારની કોલિંગ માટે કામ કરશે. હાલ આ માત્ર પ્રીમિયમ યૂઝર્સ માટે છે. 

એક એનાઉન્સમેન્ટ દરમિયાન ટ્રૂકોલરે કહ્યુ કે આ ફીચર યૂઝર્સને એક અલગ જ એક્સપીરિયન્સ આપશે, જેમાં યૂઝર્સ વિના એપના પણ ડાયરેક્ટ કોલ રેકોર્ડ કરી શકે છે. જેમાં એડવાન્સ ક્લાઉડ બેઝ્ડ રેકોર્ડિંગ ફીચર પણ છે. જે કોલિંગ દરમિયાન જ વોઈસને ટ્રાન્સક્રાઈબ કરી શકશે. આ સિવાય આમાં તમે ક્લિયર ઓડિયો ક્વોલિટી અને રેકોર્ડિંગ પણ કરી શકશે. આ ફીચર હાલ હિંદી અને અંગ્રેજીમાં યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. જોકે આગામી અમુક સમયમાં આમાં બીજી ભાષાઓ પણ જોડવામાં આવશે.

એન્ડ્રોયડ અને આઈઓએસમાં કેવી રીતે કામ કરે છે

પ્રીમિયમ યૂઝર્સને આ ફીચર માટે દર મહિને 75 રૂપિયા આપવા પડશે તો વર્ષના સબ્સક્રિપ્શનની કિંમત 529 રૂપિયા હશે. આઈઓએસ અને એન્ડ્રોયડ ફોનમાં આ ફીચર અલગ-અલગ રીતે કામ કરે છે. આઈફોનમાં આ થર્ડ પાર્ટી કોલ રેકોર્ડિંગને લઈને ખૂબ સાવધાન રહે છે. આ ફોનમાં ટ્રૂકોલર યૂઝર્સને સર્ચ પેજ પર જઈને રેકોર્ડ એ કોલ બટન પર ટેપ કરવાનું રહેશે. જે બાદ યૂઝર્સ પોતાની ઈચ્છાનુસાર તેનો ઉપયોગ કરી શકે છે.

એન્ડ્રોયડ ફોનમાં આ પ્રક્રિયા ખૂબ સિમ્પલ છે. જેમાં તમને એક રેકોર્ડિંગ બટનની સુવિધા મળશે. જેમાં તમે બટન દબાવીને રેકોર્ડિંગને શરૂ અને સ્ટોપ કરી શકો છો. યૂઝર્સ સરળતાથી વારંવાર આ રેકોર્ડિંગ સાંભળી શકે છે. તેનું નામ ચેન્જ કરી શકે છે અને ડિલીટ પણ કરી શકે છે. આ સાથે જ બીજી એપની સાથે શેર પણ કરી શકે છે.


Google NewsGoogle News