Airplane Modeમાં ઈન્ટરનેટ ચલાવવાની જુગાડ Trick, ફૉલો કરો આ સરળ સ્ટેપ્સ

થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ચલાવી શકો મોબાઈલ ડેટા

એક મહત્વની વાત ધ્યાનમાં રહે કે, આ પદ્ધતિ દરેક ફોનમાં કામ નથી આપતી

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
Airplane Modeમાં ઈન્ટરનેટ ચલાવવાની જુગાડ Trick, ફૉલો કરો આ સરળ સ્ટેપ્સ 1 - image

તા. 8 જાન્યુઆરી 2024, સોમવાર 

આજના સમયમાં દરેક લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. દરેક લોકો તેમની જરુરીયાત પ્રમાણે કોઈના કોઈ રીતે ફોનનો ઉપયોગ કરતા હોઈએ છીએ, જેમ કે કોલ કરવા, ગેમ રમવા, સોશિયલ મીડિયા માટે અથવા અન્ય કોઈ કામ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. ક્યારેક- ક્યારેક આપણે કોઈના કોલ અથવા મેસેજથી છૂટકારો મેળવવા ફોનને Airplane Mode માં મુકી દેતા હોઈએ છીએ, પરંતુ એરપ્લેન મોડમાં નાખવાથી ઈન્ટરનેટ બંધ થઈ જાય છે. તેથી આજે અમે તમને એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ, જેનાથી એરપ્લેન મોડમાં પણ તમે ઈન્ટરનેટ ચલાવી શકશો. 

થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ચલાવી શકો મોબાઈલ ડેટા

Airplane Modeનો ઉપયોગ સામાન્ય રીતે વિમાન યાત્રા દરમિયાન કરવામાં આવતો હોય છે. જેમા મોબાઈલ નેટવર્ક અને તેની સાથે જોડાયેલ સેવાઓ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વિમાનને ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી કોઈ નુકસાન ન થાય. પરંતુ કેટલીક વાર કોઈના વારંવાર કોલ અથવા મેસેજ આવતા હોવાથી આપણે ફોનને Airplane Mode મા નાખી દેતા હોઈએ છીએ. પરંતુ Airplane Mode માં ઈન્ટરનેટ પણ બંધ થઈ જાય છે. આવા સમયે કેટલીક થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને Airplane Mode માં પણ ઈન્ટરનેટ ચલાવી શકીએ છીએ. 

તેના માટે તમારે આ એપ ડાઉનલોડ કરવાની રહેશે

Airplane Modeમાં ઈન્ટરનેટ ચલાવવા માટે તમારે Force LTE Only (4G/5G) એપનો ઉપયોગ કરવાનો રહેશે. Force LTE Only (4G/5G) એ એક થર્ડ પાર્ટી એપ છે, જે તમને Airplane Modeમાં પણ ઈન્ટરનેટ ચલાવવા માટે ઉપયોગી થશે. આ એપ્લિકેશન પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે અને આ એપ 1 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી ચુકી છે.

ફોલો કરવાના રહેશે આ સ્ટેપ્સ 

સ્ટેપ્સ  1:  Force LTE Only (4G/5G) એપ ડાઉનલોડ કરો

સ્ટેપ્સ  2: એરપ્લેન મોડ ઓન કરો 

સ્ટેપ્સ  3:  Force LTE Only (4G/5G) એપ્લિકેશન ખોલો

સ્ટેપ્સ  4: Method 2:(Android 11+) પર  ટેપ કરો

સ્ટેપ્સ  5:  Mobile Radio Power વિકલ્પને અનબલ કરો

સ્ટેપ્સ  6: ત્યાર બાદ  ફોનનું ઈન્ટરનેટ શરુ થઈ જશે.

અહીં એક મહત્વની વાત ધ્યાનમાં રહે કે, આ પદ્ધતિ દરેક ફોનમાં કામ નથી આપતી. જો તમારા ફોનમાં આ પદ્ધતિ કામ નથી આપી રહી, તો તમારે ફોન બનાવતી કંપનીની વેબસાઇટ પર જઈ તેના વિશે વધુ માહિતી મેળવી શકશો. 


Google NewsGoogle News