Get The App

'સરકાર મોબાઈલ નંબર વેરિફાઈ કરી રહી છે', તમને આવો મેસેજ આવ્યો છે? તો ચેતી જજો

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
'સરકાર મોબાઈલ નંબર વેરિફાઈ કરી રહી છે', તમને આવો મેસેજ આવ્યો છે? તો ચેતી જજો 1 - image


Important Warning For All Mobile Users : કેન્દ્ર સરકાર તરફથી યૂઝર્સના મોબાઈલ નંબરને વેરિફાઈ કરવામાં આવી રહ્યા છે. એવા મેસેજ કેટલાક મોબાઈલ યૂઝર્સને મળી રહ્યા છે. જો તમને એવા મેસેજ મળે છે, તો તમે સાવધાન થઈ જજો, કારણ કે આ એક ફ્રોડ મેસેજ છે. જેને કોઈ અજાણ્યા નંબર પરથી મોકલવામાં આવી રહ્યો છે. આ પ્રકારના મેસેજમાં દાવો કરવામાં આવે છે કે, જો તમે મોબાઈલ નંબર KYCને પૂર્ણ નહીં કરો તો તમારો મોબાઈલ નંબર બંધ થઈ જશે.

કેવી રીતે કરશો ઓળખ?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તેમના તરફથી મોબાઈલ નંબર વેરિફાઈ નથી કરવામાં આવતો. ટેલિકોમ રેગ્યુલેટરે મોબાઈલ પર એક મેસેજ મોકલીને યૂઝર્સને ફ્રોડ એક્ટિવિટીથી બચવાની સલાહ આપી છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે ખાસ URL પર ક્લિક કરવાનો દાવો કરાઈ રહ્યો છે. તેના માટે કોઈ નંબર પર કોલ કરીને KYC પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવે છે. જોકે, એવું કરવું ખતરનાક બની શકે છે અને તમે ફ્રોડનો શિકાર બની શકો છો. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરે આવી ઘટનાઓને લઈને ચેતવણી જાહેર કરી છે.

TRAIએ જાહેર કર્યો મેસેજ

TRAIએ મેસેજ જાહેર કરીને લખ્યું છે કે, TRAI ક્યારેય મોબાઈલ નંબરોના વેરિફિકેશન, ડિસ્કનેક્શન, ગેરકાયદે એક્ટિવિટીના રિપોર્ટ કરવા માટે કોઈ મેસેજ કે કોલ નથી કરતા. એવામાં યૂઝર્સને TRAIના નામ પર એવા કોલ્સ કે મેસેજથી સાવધાન રહેવું જોઈએ.

આવી ઘટનાઓને કેવી રીતે કરશો રિપોર્ટ?

જો તમને કોઈ એવી ઘટનાની માહિતી મળે છે, તો તમે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર કરી શકો છો. આ સિવાય સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર કોલ કરીને પણ ફરિયાદ કરી શકો છો.


traiindia

Google NewsGoogle News