ભારતીયોના આ 20 કોમન પાસવર્ડ, સેકન્ડોમાં થઇ શકે હેક, મજબૂત પાસવર્ડ કેવો હોવો જોઈએ?
સાઈબર ક્રાઈમ દિવસે ને દિવસે વધતો જાય છે, એવામાં મજબૂત પાસવર્ડ રાખવો ખુબ જ જરૂરી છે
NordPassની એક રિપોર્ટમાં 20 એવા પાસવર્ડની યાદી છે જેને અમુક સેકન્ડોમાં જ ક્રેક કરી શકાય છે
Most common passwords in India: પાસવર્ડ મેનેજર NordPass દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવી છે. જે મુજબ ભારતમાં 20 એવા પાસવર્ડની યાદી જાહેર કરવામાં આવી છે જેને સરળતાથી ક્રેક કરી શકાય છે. આ ઉપરાંત આવા કોમન પાસવર્ડને ક્રેક કરવામાં લગતા સંભવિત સમય અંગે પણ માહિતી આપી હતી. આજે તે 20 પાસવર્ડ વિષે જાણકારી આપીશું અને તેને બદલાવાની પણ સલાહ આપીશું.
સૌથી કોમન પાસવર્ડ શું છે?
NordPassના રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવાતો સૌથી કોમન પાસવર્ડ 123456 છે. જો કે, રિપોર્ટમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે કેટલા લોકો અથવા કેટલા ટકા કોમ્પ્યુટર યુઝર્સ આ પાસવર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ આ રિપોર્ટમાં તેને ક્રેક કરવાનો સમય જણાવવામાં આવ્યો છે, જે 1 સેકન્ડમાં ક્રેક થઈ શકે છે.
બીજા નંબરનો સૌથી કોમન પાસવર્ડ
ભારતીયો દ્વારા સૌથી વધુ ઉપયોગમાં લેવાતો બીજો પાસવર્ડ admin છે. તેને પણ ક્રેક કરવામાં 1 સેકન્ડથી ઓછો સમય લાગે છે. ત્રીજા નંબરનો પાસવર્ડ 12345678 છે, જ્યારે ચોથો નંબરે 12345 છે અને પાંચમો નંબર password છે. આ બધાને ક્રેક કરવામાં માત્ર 1 સેકન્ડનો સમય લાગે છે.
મજબૂત પાસવર્ડ કેવી રીતે રાખી શકાય?
AI ના આ યુગમાં, તે મહત્વપૂર્ણ છે કે યુઝર તેમના એકાઉન્ટની સુરક્ષા માટે મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરે. મજબૂત પાસવર્ડ માટે ખાસ કેરેક્ટર, અંકો અને આલ્ફાબેટનો ઉપયોગ કરીને પાસવર્ડ તૈયાર કરવો જરૂરી છે. ભૂલથી પણ તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઘરનું સરનામું વગેરેને તમારો પાસવર્ડ ન બનાવવો જોઈએ.