Get The App

ટીમ કૂકે કહ્યું ‘એપલ ઇન્ટેલિજન્સને એપ્રિલમાં ઇન્ડિયામાં લોન્ચ કરવામાં આવશે’: iOS 18.4 રિલીઝમાં સમાવેશ કરવામાં આવશે

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
ટીમ કૂકે કહ્યું ‘એપલ ઇન્ટેલિજન્સને એપ્રિલમાં ઇન્ડિયામાં લોન્ચ કરવામાં આવશે’: iOS 18.4 રિલીઝમાં સમાવેશ કરવામાં આવશે 1 - image


Apple Intelligence in India: એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટીમ કૂક દ્વારા કહેવામાં આવ્યું છે કે એપલ ઇન્ટેલિજન્સને ભારતમાં એપ્રિલમાં રિલીઝ કરવામાં આવશે. એપલ ઇન્ટેલિજન્સની ડિમાન્ડને કારણે આઇફોન 16નું વેચાણ ખૂબ જ વધી ગયુ છે. આઇફોન 15ની સરખામણીમાં લેટેસ્ટ મોડલને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

એપલ ઇન્ટેલિજન્સ હાલમાં ફક્ત અમેરિકન ઇંગ્લિશમાં

એપલ દ્વારા એપલ ઇન્ટેલિજન્સને રિલીઝ તો કરવામાં આવ્યું છે, પરંતુ એ હાલમાં ફક્ત અમેરિકન ઇંગ્લિશમાં છે. આ ભાષાને પસંદ કરવામાં આવે તો એ ભારતમાં પણ ચાલે છે. જોકે અમેરિકન ઇંગ્લિશ અને ભારતીય ઇંગ્લિશમાં થોડો ફરક છે. બોલવાની રીતમાં પણ થોડો ફરક છે. આથી ભારતીય યુઝરને યોગ્ય એવૉ સરસ રીતે પર્ફોર્મન્સ નથી મળી રહ્યું.

એપલ ઇન્ટેલિજન્સની પ્રોડક્ટ પર અસર

એપલ દ્વારા તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આઇપેડ અને મેકબૂકમાં પણ શામેલ કરવામાં આવી છે. આથી એપલના આઇપેડ અને મેકબૂકના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જોકે આઇફોનના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. સારી વાત એ છે કે ઘણા જૂના આઇફોન યૂઝર્સ છે જેમણે આ ડિવાઇઝને અપગ્રેડ કરી છે. ઘણા યૂઝર્સ એપલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા માટે આઇફોન 15 પ્રો મોડલ્સની જગ્યાએ એપલ 16 મોડલ્સનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યાં છે.

ટીમ કૂકે કહ્યું ‘એપલ ઇન્ટેલિજન્સને એપ્રિલમાં ઇન્ડિયામાં લોન્ચ કરવામાં આવશે’: iOS 18.4 રિલીઝમાં સમાવેશ કરવામાં આવશે 2 - image

iOS 18.4માં સમાવેશ

એપલે હાલમાં જ 18.3 રિલીઝ કરી છે અને હવે બહુ જલદી 18.4 રિલીઝ કરશે. 18.4માં એપલ દ્વારા સિરીને વધુ ઇન્ટેલિજન્ટ બનાવવામાં આવશે, તેમજ કોન્ટેક્સટ અવેરનેસ અને પર્સનલાઇઝ્ડ ફીચર્સ પણ શામેલ કરવામાં આવશે. અત્યારે જેટલા એપલ ઇન્ટેલિજન્સના ફીચર્સ છે, એ દરેકમાં પણ નોંધપાત્ર સુધારો કરવામાં આવશે. જેટલી સમસ્યાઓ યૂઝર્સને આવી રહી છે, એ દરેકને દૂર કરવામાં આવશે. ઇમેલ, મેસેજિસ, ફોટોઝ અને કેલેન્ડરમાં પણ શું છે, તે એક્સેસ કરીને યૂઝરને વધુ માહિતી અને સર્વિસ પૂરી પાડવામાં મદદ કરશે.

આ પણ વાંચો: શું છે ફોન ફ્રી ફેબ્રુઆરી? જાણો કેમ થઈ રહ્યું છે ટ્રેન્ડ...

ભારતમાં એપ્રિલમાં રિલીઝ થશે એપલ ઇન્ટેલિજન્સ

એપલ પાસે ઘણી તક છે કે તે અમેરિકા સિવાય અન્ય દેશમાં પણ તેનું વર્ચસ્વ વધુ જમાવી શકે. આથી, હવે એપલ ઇન્ટેલિજન્સને ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, પોર્ટુગિઝ, સ્પેનિશ, જાપાનીઝ, કોરિયન, ચાઇનીઝમાં પણ રિલીઝ કરવામાં આવશે. આ સાથે જ સિંગાપોર અને ભારતની લોકલ ઇંગ્લિશમાં પણ એપલ ઇન્ટેલિજન્સને લોન્ચ કરવામાં આવશે. આ વિશે ટીમ કૂક કહે છે, ‘અમે એપલ ઇન્ટેલિજન્સને વધુ આગળ લઈ જવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યાં છીએ. એપ્રિલમાં અમે એને ઘણી ભાષામાં રિલીઝ કરીશું. અમે ભારતમાં પણ એને એપ્રિલમાં લોન્ચ કરીશું.’


Google NewsGoogle News