Get The App

આઇફોન 16eના લોન્ચ બાદ હવે એપલ એર ડિવાઇસ આવી રહી છે, કંપનીના CEO ટિમ કૂકે કરી જાહેરાત

Updated: Mar 4th, 2025


Google News
Google News
આઇફોન 16eના લોન્ચ બાદ હવે એપલ એર ડિવાઇસ આવી રહી છે, કંપનીના CEO ટિમ કૂકે કરી જાહેરાત 1 - image


Apple Air Coming This Week: એપલ દ્વારા થોડા સમય પહેલાં જ આઇફોન 16e લોન્ચ કરવામાં આવ્યો હતો. આઇફોન SEની જગ્યાએ આ ડિવાઇસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઇફોન 16eમાં મોટાભાગના તમામ ફીચર્સ છે, પરંતુ એનું કોન્ફિગરેશન ફ્લેગશિપ મોડલ કરતાં ઓછું રાખવામાં આવ્યું હોવાથી એ સસ્તો છે. આ ડિવાઇસના લોન્ચ બાદ હવે નવી એપલ એર ડિવાઇસને લોન્ચ કરવામાં આવી રહી છે. ઘણાં લોકોનું માનવું છે કે આ એપલ આઇફોન એર છે. આ આઇફોન અત્યાર સુધીનો સૌથી સ્લિમ આઇફોન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આ વર્ષે કંપની એપલ મેકબૂક એર પણ લોન્ચ કરી રહી છે.

આઇફોન એરને લઈને ચર્ચા

એપલ આઇફોનને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. એની ડિઝાઇનથી લઈને એની કિંમત અને એમાં શું શું સમાવેશ કરવામાં આવશે વગેરે લીક થયું છે. જોકે આ લીકને લઈને જે ચર્ચા ચાલી રહી છે એણે વધુ વેગ આપતાં ટિમ કૂક દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હવે એપલ એર લોન્ચ કરી રહ્યા છે. કંપની દર વર્ષે આ મહિનાની આસપાસ જ એપલ મેકબૂક એરને લોન્ચ કરે છે. જોકે આ વર્ષે આઇફોન એર હોય એવા ચાન્સ પણ વધુ લાગી રહ્યા છે.

ટિમ કૂકની પોસ્ટ

ટિમ કૂકએ જે પોસ્ટ કરી છે એના આધારે આ ડિવાઇસ એપલ આઇફોન એર હોવાનું વધુ લાગી રહ્યું છે. ટિમ કૂકએ એક નાનકડો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં લખાઇને આવે છે કે ‘ધેર ઇઝ સમથિંગ ઇન ધ એર.’ આટલું આવતાની સાથે વીડિયો પૂરો થઈ જાય છે. આ વીડિયો શેર કરતાની સાથે ટિમ કૂકએ લખ્યું હતું કે આ અઠવાડિયે. આથી આ અઠવાડિયામાં એર નામની ડિવાઇસ આવી રહી છે એ નક્કી છે, પરંતુ શું એ એપલ જ કહી શકે.

સૌથી સ્લિમ આઇફોન એર

છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા હતી કે કંપની દ્વારા આઇફોન એર પર કામ કરવામાં આવી રહ્યું છે. જોકે એ આઇફોન 17 સાથે લોન્ચ થશે એવી ચર્ચા હતી, પરંતુ એવું લાગી રહ્યું છે કે એ પણ આઇફોન 16 સીરિઝમાં જ લોન્ચ કરવામાં આવી શકે છે. આ આઇફોન અત્યાર સુધીનો સૌથી સ્લિમ એટલે કે પાતળો આઇફોન હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મેકબૂક એર લોન્ચ કરવાની શક્યતા વધુ

એપલ તેના લેપટોપને માર્ચની આસપાસ જ લોન્ચ કરે છે. મેકબૂકમાં એર સેગ્મેન્ટ પહેલેથી જ છે. આથી મેકબૂક એરનું નવું વર્ઝન લોન્ચ કરે એવા ચાન્સ વધુ છે. ગયા વર્ષે દિવાળી દરમિયાન જ એપલ મેકબૂક એર પર ઘણી ઓફર આપવામાં આવી હતી. આથી જૂનો સ્ટોક પૂરો કરીને નવા સ્ટોકની તૈયારી એ સમયથી જ કરવામાં આવી રહી હોય એવા ચાન્સ પણ લાગી રહ્યા છે.

આ પણ વાંચો: કુંભ મેળા વિશે લખેલો સ્ટીવ જોબ્સનો લેટર 4.32 કરોડ રૂપિયામાં વેચાયો, માર્ક ઝકરબર્ગની હૂડી 14 લાખ રૂપિયામાં વેચાઈ

એર ફેમિલીમાં આઇફોનની એન્ટ્રી?

એપલ દ્વારા મેકબૂકમાં એર અને આઇપેડમાં પણ એર સીરિઝ લોન્ચ કરી ચુક્યા છે. તેઓ હવે આઇફોનમાં પણ એર ડિવાઇસ લાવવાની તૈયારી કરી રહ્યા છે. જોકે આ અઠવાડિયે જ આઇફોન એર આવશે કે એ માટે હજી યૂઝર્સે રાહ જોવી પડે એ એક સવાલ છે.

Tags :
AppleAirProductMacbook-AiriPhone-AirTim-Cook

Google News
Google News