Get The App

ટિકટોકમાં છટણી: AIને કારણે લોકોને નોકરીમાંથી કરવામાં આવી રહ્યાં છે છૂટા

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
ટિકટોકમાં છટણી: AIને કારણે લોકોને નોકરીમાંથી કરવામાં આવી રહ્યાં છે છૂટા 1 - image


TikTok Layoffs Employees : ટિકટોક દ્વારા હવે ઘણાં લોકોને નોકરી પરથી છૂટા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયાનો બિઝનેસ દિવસે-દિવસે ખૂબ જ વિકસી રહ્યો છે, છતાં નોકરી પરથી લોકોને હવે છૂટા કરવામાં આવી રહ્યાં છે. આ છૂટા કરવા પાછળનું મુખ્ય કારણ AI, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. AIને કારણે ઘણાં લોકોની નોકરી પર જોખમ છે એવું ઘણા સમયથી એક્સપર્ટ કહેતા આવ્યા છે, પરંતુ હવે એ સાબિત થવા જઈ રહ્યું છે. ઘણી કંપનીઓ લોકોને નોકરીમાંથી છૂટા કરી રહી છે, પરંતુ તેઓ કહે છે કે તેમને નુક્સાન થઈ રહ્યું છે. ટિકટોક AIને કારણે લોકોને છૂટા કરી રહી છે.

AI કરશે કન્ટેન્ટ મોડરેશન

ટિકટોક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે તેમની કંપનીમાં કન્ટેન્ટ મોડરેશનનું કામ AI દ્વારા કરવામાં આવશે. આ માટે પહેલાં હજારો લોકોને નોકરી પર રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમની દરેકની નોકરી પર જોખમ આવી ગયું છે. AI કન્ટેન્ટ જનરેશન ખૂબ જ સારી રીતે અને અસરકારક રીતે કરતું હોવાથી હવે એનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણી વાર વ્યક્તિ થાકી જાય અથવા કોઈ કારણસર વાંધાજનક વિડિયો સ્કિપ થઈ જાય, પરંતુ AIથી એવી ભૂલ નથી થતી. આથી કંપનીએ AIનો ઉપયોગ નક્કી કર્યો છે.

ટિકટોકમાં છટણી: AIને કારણે લોકોને નોકરીમાંથી કરવામાં આવી રહ્યાં છે છૂટા 2 - image

સૌથી વધુ અસર મલેશિયામાં

ટિકટોકની દુનિયાભરના 200 શહેરમાં ઓફિસો છે, જેમાં અંદાજે 1,10,000 વ્યક્તિઓ કામ કરે છે. એમાંથી મલેશિયામાં લગભગ 700 વ્યક્તિઓને છૂટા કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. જો કે, કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે મલેશિયાના 500 કર્મચારીઓને અસર થઈ છે. આ સિવાય પણ અન્ય દેશોના ઘણાં કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: યૂટ્યુબ પર યુઝર્સનો આરોપ: એડ્સમાં સ્કિપ બટન ક્યા ગયું?

ટિકટોકે છટણીને કરી કન્ફર્મ

ટિકટોક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે કે કંપની છટણી કરી રહી છે. યુઝર્સ દ્વારા અપલોડ કરવામાં આવતા વિડિયોને વધુ સારી રીતે મોડરેટ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ છટણી ફક્ત કન્ટેન્ટ મોડરેશન વિભાગમાં જ કરવામાં આવી છે. તમામ કર્મચારીઓને ઇમેઇલ દ્વારા છૂટા કરવામાં આવવાની માહિતી આપવામાં આવી હતી. એક તરફ લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવી રહ્યાં છે, તો બીજી તરફ કંપની બે બિલિયન અમેરિકન ડોલરનું નવું ઇનવેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે.


Google NewsGoogle News