ટિકટોક વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન

Updated: Nov 27th, 2023


Google NewsGoogle News
ટિકટોક વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન 1 - image

image : Freepik

- વિશ્વમાં સૌથી વધુ 67.2 કરોડ યુઝર્સ ટિકટોક ધરાવે છે, ઈન્સ્ટાગ્રામ 54.7 કરોડ સાથે બીજા ક્રમે

- ફેસબુક 44.9 કરોડ અને વોટ્સએપ 42.4 કરોડ ડાઉનલોડ સાથે ત્રીજા અને ચોથા ક્રમે છે

- 2022માં વૈદ્ધિક સ્તરે મોબાઈલ એપ્સ દ્વારા અંદાજે 47,483 કરોડ ડોલરની કમાણી કરાઈ

- મોબાઈલ એપ્સ કંપનીઓ દ્વારા 2021માં 42,646 કરોડ ડોલરની કમાણી

અમદાવાદ,તા.27 નવેમ્બર 2023,સોમવાર

વિશ્વમાં લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરતા થયા ત્યારથી વિવિધ એપ્સનો ઉપયોગ કરતા હતા પણ જે સમયથી કોરોનાકાળ આવ્યો ત્યારથી વિશ્વ આખું મોબાઈલ અને ટેબલેટમાં સમાવા લાગ્યું છે. દુનિયાભરના લોકો મનોરંજનથી માંડીને પૈસાની લેવડદેવડ અને ભોજન, ફિલ્મો, ટ્રાવેલિંગ, મ્યુઝિક અને અન્ય ક્ષેત્રોમાં એપ્સનો ઉપયોગ કરતા થઈ ગઈ છે. દુનિયાભરમાં એપ્સ બનાવવાનો અને તેના ઉપયોગના કરોડોનો બિઝનેસ થઈ ગયો છે. તાજેતરમાં જ વિશ્વભરની સૌથી જાણીતી અને સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્સનો ડેટા સામે આવ્યો છે. વર્ષ 2022માં વિશ્વભરના લોકો દ્વારા સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી એપ્સની યાદી બહાર આવી છે. આ યાદીમાં ટિકટોક મોખરે રહ્યું છે. ભારતમાં ભલે ટિકટોક ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય પણ વિશ્વભરમાં તેનું માર્કેટ ખૂબ જ મોટું છે. વિશ્વમાં 2022માં 67.2 કરોડ યુઝર્સ દ્વારા ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપનો ક્રમ આવે છે. આ ત્રણેય એપ પણ અનુક્રમે 54.7 કરોડ, 44.9 કરોડ અને 42.4 કરોડ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે.

વૈશ્વિક ધોરણે માત્ર એપ્સ ડાઉનલોડિંગ જ નહીં પણ તેના ઉપયોગ અને મેકિંગનો મોટો બિઝનેસ છે. કમાણીની વાત કરીએ તો એપ્સ સેગમેન્ટ દ્વારા 2022ના વર્ષમાં 47,483કરોડ ડોલરની કમાણી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ જ સેગમેન્ટ દ્વારા 2021ની સાલમાં 42,646 કરોડ ડોલરની કમાણી કરવામાં આવી હતી. કોરોનાકાળમાં જ્યારે સમગ્ર વિશ્વ ખોટકાયેલું હતું ત્યારે પણ આ એપ્સ કંપનીઓ દ્વારા અબજો રૂપિયાનો વેપાર કરવામાં આવ્યો હતો. 2019માં એપ્સ કંપનીઓ દ્વારા 24,550 કરોડ ડોલરની કમાણી કરવામાં આવી હતી. 2020માં કમાણીનો આ આંકડો અંદાજે 7500 કરોડ ડોલર વધીને 32,506 કરોડ ડોલર પહોંચી ગયો હતો. 2020થી 2021 વચ્ચે એપ્સ કંપનીઓની કમાણીમાં સીધો જ 10,000 કરોડ ડોલરનો વધારો આવી ગયો હતો અને તે 42,646 કરોડ ડોલરની સપાટીએ પહોંચી ગયો હતો. 2023માં અત્યાર સુધીમાં એપ્સ કંપનીઓની કમાણી 54,239 કરોડ ડોલર થઈ ગઈ છે. નવાઈની વાત એ છે કે, 2024માં આ આંકડો 60,354 કરોડ ડોલર પહોંચી જવાની ધારણા છે. 2027 સુધીમાં તો આ આંકડો 73,275 કરોડ ડોલર પહોંચી જવાનો અંદાજ માંડવામાં આવ્યો છે.

ટિકટોક વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્લિકેશન 2 - image

ભારતમાં ઈન્સ્ટાગ્રામ સૌથી વધારે ડાઉનલોડ થયું

ભારતમાં 2021માં ટિકટોક દ્વારા માર્કેટ ઊભું કરવામાં આવ્યું હતું પરંતુ સરકાર દ્વારા તેના ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા તેનું માર્કેટ અટકી ગયું હતું. ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ દ્વારા આ પ્લેટફોર્મની સરખામણીએ ગતિ પકડવાનું શરૃ કર્યું હતું. 2022માં ઈન્સ્ટાગ્રામ સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ બની ગઈ હતી. ભારતમાં ગત વર્ષે 32.7 કરોડ લોકો દ્વારા ઈન્સ્ટાગ્રામ ડાઉનલોડ કરવામાં આવી હતી. ત્યારબાદ 19.3 કરોડ લોકો દ્વારા ફેસબુક અને 18.8 કરોડ લોકો દ્વારા સ્નેપચેટ ડાઉનલોડ કરવામાં આવ્યા હતા. શોપિંગની વાત કરીએ તો મીશુ ભારતમાં પણ ડિમાન્ડમાં રહી હતી. 16.3 કરોડ લોકોએ ગત વર્ષે મીશુ ડાનલોડ કરી હતી. ભારતના ગત વર્ષના ટોપટેન ડાઉનલોડમાં ઈન્સ્ટાગ્રામ મોખરે છે. ત્યારબાદ અનુક્રમે ફેસબુક, સ્નેપચેટ, મીશુ, શોપ્સી, ફ્લિપકાર્ટ, ફોન પે, ટ્રુ કોલર, લુડોકિંગ અને વોટ્સએપ બિઝનેસ ડાઉલોડ થઈ હતી.

ગેમિંગની વાત કરીએ તો ભારતમાં લુડો કિંગ સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી ગેમ બની હતી. કોરોનાકાળમાં ઘરે રહેતા લોકો માટે પારિવારિક મનોરંજનનું સૌથી મોટું માધ્યમ બની ગયું હતું. શોપિંગમાં એમેઝોનનો ટોપટેનમાં સમાવેશ જ થયો નહોતો. શોપિંગમાં મીશુ અને શોપ્સીને બાદ કરતા ફ્લિપકાર્ટ છઠ્ઠા ક્રમે હતું.

રેન્ક

એપ્લિકેશન

ડાઉનલોડ

1

ઈન્સ્ટાગ્રામ

32.7

2

ફેસબુક

19.3

3

સ્નેપચેટ

18.8

4

મીશુ

16.3

5

શોપ્સી

14

6

ફ્લિપકાર્ટ

13.9

7

ફોન પે

13.3

8

ટ્રુ કોલર

12.4

9

લુડો કિંગ

12.4

10

વોટ્સએપ બી

12.2

(આંકડા કરોડમાં)

ટોપ-10 એપ્સમાં સોશિયલ મીડિયા છવાયેલું રહ્યું

એપ્સ ડાઉનલોડિંગની વાત આવે છે ત્યારે ગેમિંગ એપ્સની વધારે ડિમાન્ડ હોય છે અને એન્ટરટેઈન્મેન્ટ સેગમેન્ટની એપ મોખરે છે પણ સરેરાશ ચિત્ર જુદું જ છે. ગત વર્ષે સૌથી વધારે ડાઉનલોડ કરવામાં આવેલી એપ્સમાંથી ટોપ-10 એપ્સમાં સોશિયલ મીડિયાની એપ્સનો દબદબો જોવા મળ્યો હતો. ટોપ-10માંથી પાંચ એપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે સંકળાયેલી જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી એપ્સ ટિકટોક બાદ અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે આવેલી છે. મેસેન્જર ટોપ-10 યાદીમાં દસમા ક્રમે આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, સોશિયલ મીડિયા સેક્ટરમાં ટેલિગ્રામ પણ હવે ફેસબુક અને વોટ્સએપ જેવા જાયન્ટ પ્લેટફોર્મને ટક્કર આપી રહ્યા છે. ટેલિગ્રામ 31 કરોડ ડાઉનલોડ્સ સાથે પાંચમા ક્રમે આવી ગયું છે. ટોપટેનની યાદીમાં સબ વે સર્ફર અને સ્ટમબલ ગાય્ઝ જેવી ગેમિંગ એપ્સ છઠ્ઠા અને સાતમા ક્રમે છે જ્યારે મ્યુઝિકની એકમાત્ર સ્પોટિફાય આઠમા અને શોપિંગ સેક્ટરમાં શેઈન નવમા ક્રમે અને મીશુ દસમા ક્રમે આવેલી એપ્સ છે. મીશુ અને મેસેન્જર એપ્સને એક સરખા 21 કરોડ ડાઉનલોડ્સ મળ્યા હતા.

રેન્ક

એપ્લિકેશન

પ્રકાર

ડાઉનલોડ

1

 

ટિકટોક

એન્ટરટેઈન્મેન્ટ

67.2

2

ઈન્સ્ટાગ્રામ

સોશિયલ

54.7

3

ફેસબુક

સોશિયલ

44.9

4

વોટ્સએપ

સોશિયલ

42.4

5

ટેલિગ્રામ

સોશિયલ

31

6

સબ વે સર્ફર

ગેમિંગ

30.4

7

સ્ટમ્બલ ગાય્ઝ

ગેમિંગ

25.4

8

સ્પોટિફાય

મ્યુઝિક

23.8

9

શેઈન

શોપિંગ

22.9

10

મેસેન્જર

સોશિયલ

21

(આંકડા કરોડમાં)

વૈશ્વિક ધોરણે વોટ્સએપના ડાઉનલોડ કરતા ચીનમાં વિચેટનું બમણું માર્કેટ

વૈશ્વિક એપ્સ માર્કેટની સામે ચીનનું પોતાનું એપ્સ માર્કેટ છે. ચીનમાં વૈશ્વિક એપ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી પણ તેના જેવી જ ચીનના લોકો માટે વિશેષ એપ્સ બનાવવામાં આવેલી છે. ચીનીઓ દ્વારા તેનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે એપ્સ માર્કેટના જાણકારોએ જણાવ્યું કે, વિશ્વમાં વોટ્સએપનો ચેટિંગ અને કોલિંગ માટે ઉપયોગ કરવામાં આવે છે તેની સામે ચીનમાં વિ ચેટ નામની એપનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વમાં ગત વર્ષે 42.4 કરોડ લોકો દ્વારા વોટ્સએપ ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. તેની સામે ચીનમાં જ ગત વર્ષે 100.8 કરોડ એટલે કે 1 અબજ લોકો દ્વારા વિચેટ ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. આ માર્કેટ વૈશ્વિક વોટ્સએપ માર્કેટ કરતા બમણી સાઈઝનું છે. આ સિવાય ડોયુન અને ક્યૂક્યૂ જેવી એપ્સ પણ 80 અને 85 કરોડ ડાઉનલોડ ધરાવે છે.

એઆઈ એપ્સની માગ વધી રહી છે, આગામી વર્ષોમાં ડિમાન્ડ ડબલ થશે 

એપ્સ ઈન્ડસ્ટ્રીના જાણકારો માની રહ્યા છે કે, ગત વર્ષથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને તેને સંલગ્ન એપ્સની માગ વધવા લાગી છે. આગામી સમયમાં એઆઈની ડિમાન્ડ સૌથી વધારે હશે. 2022માં લેન્સા એઆઈ અને ચેટજીપીટી જેવી એપ્સ પ્રારંભિક ધોરણે ડિમાન્ડમાં જોવા મળી હતી. વર્તમાન સમયની વાત કરીએ તો એઆઈ માર્કેટમાં તેજી આવી ગઈ છે. 2023માં લોકો દ્વારા ચેટજીપીટી અને લેન્સા એઆઈ જેવી એઆઈ એપ્સ ખૂબ જ મોટા પ્રમાણમાં ડાઉનલોડ કરવામાં આવી રહી છે. 2024 અને 2025 સુધીમાં આ એપ્સની માગણી અને ડાઉનલોડ કરવાનું પ્રમાણ બમણું થઈ જાય તેવો જાણકારોનો આશાવાદ છે. આ સિવાય બિઝનેસ એપ્સ, મેપ્સ સાથે સંકળાયેલી એપ્સ અને ટ્રાવેલિંગ તથા ફૂડ એપ્સ પણ ખૂબ જ ડિમાન્ડમાં રહી હતી. 2022માં અને વર્તમાન સમયમાં પણ લોકો મોટા પ્રમાણમાં આ એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે.

એપ્સ ઈન્ડસ્ટ્રીમાં ગેમિંગ એપ્સનો દબદબો યથાવત

એપ્સ માર્કેટના જાણકારો જણાવે છે કે, સ્માર્ટફોન એપ્સમાં લોકોને ગેમિંગ એપ્સનું સૌથી વધારે વળગણ છે. બાળકોથી માંડીને યુવાનો અને નિવૃત્ત લોકો સુધીમાં ગેમ્સની માગ સૌથી વધારે છે. ખાસ કરીને કોરોનાકાળમાં જ્યારે લોકો ઘરમાં જ પુરાઈ રહ્યા હતા ત્યારે વિવિધ એપ્સની ડિમાન્ડ વધી ગઈ હતી. આ દરમિયાન ગેમિંગ એપ્સ, મ્યુઝિકલ એપ્સ, ઓનલાઈન ડેટિંગ એપ્સ, ફિટનેસ એપ્સ અને વર્ક ફ્રોમ હોમ માટેની એપ્સ પણ ડિમાન્ડમાં આવી હતી. એપ્સ માર્કેટના જાણકારો જણાવે છે કે, શરૃઆતથી જ ગેમિંગ સેગમેન્ટ એવું રહ્યું છે જેનું તમામને આકર્ષણ છે. ખાસ કરીને એન્ડ્રોઈડ ફોન માર્કેટમાં ગેમિંગ એપ્સ ડિમાન્ડમાં રહી છે. હવે તો આઈઓએસ હોય કે એન્ડ્રોઈડ હોય સ્માર્ટફોન્સમાં ગેમિંગ એપ્સ પહેલી ડિમાન્ડ બની રહી છે. સબ વે સર્ફર આ સેગમેન્ટમાં ડિમાન્ડિંગ છે. આ ઉપરાંત સમ્ટમ્બલ ગાય્ઝ, રોબલોક્સ, કેન્ડિક્રશ સાગા, રેસ માસ્ટર અને એઈટ બોલ પુલ જેવી ગેમ્સ પણ લોકો મોટા પ્રમાણમાં ડાઉનલોડ કરી રહ્યા છે.

ગેમિંગ સેગમેન્ટની આવક 22,533 કરોડ ડોલર રહી

ગત વર્ષે ડાઉનલોડ થયેલી એપ્સની આવક ઉપર નજર કરીએ તો વિદેશી કંપનીઓ દ્વારા ખૂબ જ મોટાપાયે કમાણી કરવામાં આવી છે. ગત વર્ષે એપ્સ ડાઉનલોડમાં ગેમિંગ એપ્સ સૌથી વધારે ડાઉનલોડ થઈ હતી. ગેમિંગ એપ્સની આવક વૈદ્ધિક ધોરણે 22,533 કરોડ ડોલર પહોંચી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા નેકવર્કિંગની એપ્સ 12,426 કરોડ ડોલરની આવક સાથે બીજા ક્રમે રહી હતી. એન્ટરટેઈન્મેન્ટ 2,796 કરોડ ડોલર સાથે ત્રીજા ક્રમે જ્યારે 2,431 કરોડ ડોલરની આવક સાથે શોપિંગ એપ્સ ચોથા ક્રમે આવી હતી. પાંચમા ક્રમે રહેલા મ્યુઝિક સેગમેન્ટની આવક 1200 કરોડ ડોલર રહી હતી. ફોટો અને વીડિયો એડિટિંગ એપ્સની આવક 1000 કરોડ ડોલર જ્યારે ન્યૂઝ અને મેગેઝિન એપ્સની આવક 900 કરોડ ડોલર રહી હતી. બુક્સ અને રેફરન્સની એપ્સ 650 કરોડ જ્યારે એજ્યુકેશન એપ્સ તથા લાઈફસ્ટાઈલ એપ્સ 550 કરોડ ડોલરની કમાણી કરી શકી હતી. હેલ્થ અને ફિટનેસ સેક્ટરની એપ્સ દ્વારા પણ ગત વર્ષે 356 કરોડ ડોલરની કમાણી કરવામાં આવી હતી.

એન્ટરટેઈન્મેન્ટ સેગમેન્ટમાં ટિકટોકની આવક 9.4 અબજ ડોલર પહોંચી

એન્ટરટેઈન્મેન્ટ સેક્ટરમાં પણ વિવિધ એપ્સ અને ઓટીટી માધ્યમો આવ્યા હતા. એન્ટરટેઈન્મેન્ટ સેક્ટરમાં ટિકટોક ઘણા વખતથી ટોચના સ્થાને ચાલી રહ્યું છે. મૂળ ચાઈનિઝ અપે હાવેા છતાં વિશ્વભરમાં તનેું ઘલેું લાગલેું છે ભારતમાં આ અપે ઉપર પ્રતિબધં છે પણ બીજી તરફ અમેરિકા અને યુરોપના દેશોમાં ચીની એપનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયાગે થઈ રહ્યે છે વીડિયે અને શાટેર્ રિલ્સના કારણે આ એપ ખૂબ જ મોટા પ્રમાણમાં યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. જાણકારોના મતે ગત વર્ષે મોટાપાયે ડાઉનલોડ થવાના કારણે તનેી આવક પણ અધધ વધી ગઈ છે ગત વર્ષે ટિકટોક દ્વારા 9.4 અબજ ડોલરની કમાણી કરવામાં આવી છે. એન્ટરટેઈન્મેન્ટ સેક્ટરમાં ટિકટોક બાદ નેટફ્લિક્સનો ક્રમ આવે છે. ગત વર્ષે 16.5 કરોડ લોકો દ્વારા તે ડાઉનલોડ કરવામાં આવી હતી. ત્યારબાદ યુટયુબ 15.4 કરોડ લોકો, ડિઝની પ્લસ 14.7 કરોડ અને એમેઝોન પ્રાઈમ 12.3 કરોડ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી હતી.


Google NewsGoogle News