Get The App

સ્માર્ટ સાધનોની સ્માર્ટ સંભાળ રાખવાનાં ત્રણ પગલાં

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
સ્માર્ટ સાધનોની સ્માર્ટ સંભાળ રાખવાનાં ત્રણ પગલાં 1 - image


- Võík ºký ðkíkLke fk¤S ÷ELku ykÃkýu ÃkkuíkkLkk VkuLk fu ÷uÃkxkuÃk yLku íku{ktLkk zuxkLke Mk÷k{íke ò¤ðe þfeyu

હવે આપણું બધું કામકાજ સ્માર્ટફોન અને/અથવા કમ્પ્યૂટર પર આધારિત થઈ ગયું છે. આ બંને સાધનોનો સતત ઉપયોગ કરીએ ત્યારે કેટલીક સાવ સાદી વાતોની કાળજી લેવી જરૂરી છે. અહીં ફક્ત ત્રણ સૂચન કર્યાં છે. દરેકનો આછો પરિચય આપ્યો છે, સાથોસાથ આ બધા વિશે થોડું જાતે સર્ચ કરી જુઓ.

વાઇરસ સ્કેનિંગ

આપણા સ્માર્ટફોન, ડેસ્કટોપ કે લેપટોપને દર અઠવાડિયે કમ સે કમ એક વાર સારા એન્ટિવાઇરસ પ્રોગ્રામથી સ્કેન કરવાં જરૂરી છે. સારા એન્ટિવાઇરસ પ્રોગ્રામનો અર્થ ‘પેઇડ’ એવો બિલકુલ નથી. તમે ફ્રી એન્ટિવાઇરસ પ્રોગ્રામ કે વિન્ડોઝમાં જ સામેલ ડીફેન્ડર જેવા પ્રોગ્રામની મદદથી કમ્પ્યૂટરને સ્કેન કરી શકો છો. આવા પ્રોગ્રામ સતત અપડેટ થવા જરૂરી છે. જેથી નવા નવા વાઇરસ, ટ્રોજન કે માલવેર એક્ટિવેટ થાય તો પણ તેની સામે આપણા કમ્પ્યૂટરને રક્ષણ મળી શકે.

સ્માર્ટફોનમાં અલગથી એન્ટિવાઇરસ પ્રોગ્રામ નાખવાની ખાસ જરૂર નથી. આપણા પ્લેસ્ટોરમાં ફોનમાંની એપ્સ સ્કેન કરવા માટે ‘પ્લે પ્રોટેક્ટ’ નામનું એક ફીચર છે. એ સામાન્ય રીતે આપમેળે કામ કરતું રહે છે. આપણે પોતે પણ તેની મદદથી સ્માર્ટફોનને સ્કેન કરી શકીએ છીએ.

સોફ્ટવેર અપડેટ રાખવા

આપણા સ્માર્ટફોન, ડેસ્કટોપ કે લેપટોપમાંના બધા જ પ્રોગ્રામ અપડેટેડ રાખવા જરૂરી છે. બંને પ્રકારના ડિવાઇસની મૂળભૂત ઓપરેટિંગ સિસ્ટમ તથા આપણે ઇન્સ્ટોલ કરેલી એપ્લિકેશન્સમાં સતત અપડેટ આવતા હોય છે. ઓપરેટિંગ સિસ્ટમ તથા અન્ય પ્રોગ્રામમાં નવી નવી ખામીઓ ધ્યાનમાં આવે તો તેના ઉપાય તથા નવા ફીચર પણ આ અપડેટમાં સામેલ હોય છે. આપણે નવાં ફીચર ન જોઇતાં હોય તો હજી કદાચ ચાલે, પરંતુ સલામતી સંબંધિત ખામીઓના ઉપાય અપડેટ સ્વરૂપે મેળવવા બહુ જરૂરી છે. આથી જ્યારે પણ આપણો સ્માર્ટફોન કે કમ્પ્યૂટર સોફ્ટવેર અપડેટ ઉપલબ્ધ હોવાની જાણ કરે ત્યારે તેનો લાભ લેવામાં મોડું ન કરવું જોઇએ.

બેકઅપ જાળવવો

ક્યારેક એવું બને કે આપણે સ્માર્ટફોન કે કમ્પ્યૂટરને વાઇરસ, માલવેર વગેરેથી બચાવવા માટે પૂરતી કાળજી લઇએ તો પણ આપણે તેના હુમલાનો ભોગ બનીએ.

સ્માર્ટફોનના કિસ્સામાં તે ખોવાઈ કે ચોરાઈ જાય તેવું પણ બની શકે. આવી સ્થિતિમાં આપણો પોતાનો મહત્ત્વનો ડેટા કાયમ માટે ગુમાવીએ તેવું પણ બની શકે. તેનાથી બચવાનો એક જ ઉપાય છે - પોતાના ડેટાનો હંમેશા, નિયમિત બેકઅપ રાખવો. સ્માર્ટફોન અને કમ્પ્યૂટર બંને ડિવાઇસમાં આપણે બહુ સહેલાઈથી પોતાના ડેટાનો નિયમિત રીતે ક્લાઉડમાં બેકઅપ લઈ શકીએ છીએ. ક્યારેક થોડો સમય ફાળવીને આપણે માટે જરૂરી તમામ  સર્વિસ માટે ઉપલબ્ધ બેકઅપના ઓપ્શન્સ તપાસી લઇએ તો લાંબે ગાળે અચૂક ફાયદામાં રહીએ.


Google NewsGoogle News