સૂર્યના લીધે 3 સેટેલાઈટ ક્રેશ, સૌર ઘટનાનું વધતુ પ્રમાણ સેટેલાઈટ ઓપરેટર્સ માટે ચિંતાનો વિષય
Satellites Crash: બે મહિના પહેલાં લોન્ચ થયેલા 3 સેટેલાઈટ અવકાશમાં નષ્ટ પામ્યા છે. રિપોર્ટ અનુસાર, સૂર્યે આ સેટેલાઈટને બિનઉપયોગી બનાવી દીધા હતા, ત્યારબાદ તે ક્રેશ થયા હતા. આ ત્રણેય સેટેલાઈટ 6 મહિના સુધી કામ કરવા સક્ષમ હતા પરંતુ તે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરી પ્રવેશતા પહેલાં જ નાશ પામ્યા હતા.
સૌર ઘટના બની અડચણરૂપ
વૈજ્ઞાનિકો અનુસાર, સૌર ઘટનાના કારણે સેટેલાઈટના સંચાલનમાં અડચણ ઉભી થઈ હતી. સૌર ગતિવિધિ લગભગ 11 વર્ષના ચક્રનું અનુસરણ કરે છે. આ ગતિવિધિઓના લીધે પૃથ્વી ઉપર વાયુમંડળનું ઘનત્વ વધી જાય છે. જેનાથી સેટેલાઈટ પર પ્રેશર ઉભુ થાય છે અને તેની કક્ષા ઝડપથી બદલાઈ જાય છે.
આ પણ વાંચોઃ Bitcoin એ 100000 ડૉલરની સપાટી કૂદાવી બનાવ્યો રેકોર્ડ, ટ્રમ્પ-પુતિનને કારણે થયું શક્ય?
કર્ટિન યુનિવર્સિટીના હતાં આ સેટેલાઇટ
ઓસ્ટ્રેલિયાની કર્ટિન યુનિવર્સિટીએ બિનાર સ્પેસ પ્રોગ્રામ હેઠળ ત્રણ સેટેલાઈટ - બિનાર-2, 3 અને 4 - પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મોકલવામાં આવ્યા હતા. આ ક્યુબસેટ્સ વૈજ્ઞાનિક પરીક્ષણ અને ઉપગ્રહ પ્રણાલીઓને ધ્યાનમાં રાખતાં મિશનનો ભાગ હતા.
સનસ્પોટ્સ અને જ્વાળાઓ
આ સેટેલાઈટનું નામ “બિનાર”નો અર્થ નૂંગર ભાષામાં “આગનો ગોળો” થાય છે, તે પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનો સંદર્ભ આપે છે, જ્યાં ભ્રમણકક્ષામાં ખામી તેમના અંતિમ વિનાશ તરફ દોરી જાય છે. જો કે, સૂર્યના ચુંબકીય ક્ષેત્રની વધઘટને કારણે સનસ્પોટ્સ અને જ્વાળાઓ જેવી સૌર ઘટનાઓ દ્વારા તેની કામગીરી અવરોધાય છે.
2021માં લોન્ચ કરાયેલ બિનાર-1, હળવી સૌર સ્થિતિમાં 364 દિવસ સુધી કાર્યરત રહેવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ મોકલવામાં આવેલા ત્રણેય સેટેલાઈટને ખૂબ જ અસ્થિર સૌર વાતાવરણનો સામનો કરવો પડ્યો હતો. બિનાર સ્પેસ પ્રોગ્રામના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “બિનાર-2, 3 અને 4 માં ખામી સૌર ચક્ર દ્વારા વધતા પડકારોને દર્શાવે છે. વિશ્વભરના સેટેલાઇટ ઓપરેટરો માટે સૌર પ્રવૃત્તિમાં વધારો એ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. જે અવકાશયાનને પણ જોખમમાં મૂકી રહ્યા છે.