ઓક્સિજન વગર જ અનેક દિવસો સુધી જીવી શકે છે આ જીવ, નામ જાણીને જ ચોંકી જશો
Animal Who Can Survive Without Oxygen: માનવીનું જીવન ઓક્સિજન વગર શક્ય નથી. જીવવા માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. અને આ જ કારણ છે કે ઓક્સિજનને મહત્ત્વપૂર્ણ હવા પણ કહેવામાં આવે છે. ઓક્સિજન વિના વ્યક્તિ સામાન્ય રીતે થોડી મિનિટોમાં મૃત્યુ પામે છે અને શરીરના કોષો સુધી ઊર્જા પહોંચવાની પ્રક્રિયા નિષ્ફળ જાય છે અને વ્યક્તિ લગભગ 3 મિનિટમાં મૃત્યુ પામે છે.
વિશ્વના તમામ જીવો માટે ઓક્સિજન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પછી તે માણસ હોય, પશુ હોય કે પક્ષી હોય. પરંતુ જો આપણે કહીએ કે કોઈ વ્યક્તિ ઓક્સિજન વિના પણ દુનિયામાં જીવી શકે છે, તો કદાચ તમને વિશ્વાસ નહીં આવે. પરંતુ દુનિયામાં એક એવો જીવ છે, જે ઓક્સિજન વિના પણ જીવી શકે છે. ચાલો આ આર્ટિકલમાં તમને આ જીવ વિશે વાત કરીએ.
આ પ્રાણી સમુદ્રની અંદર રહે છે
ઓક્સિજન વગર જીવતા જીવનું નામ 'હેનેગુયા સાલ્મિનિકોલા' છે. આ જીવ માયક્સોસ્પોરિયા જૂથનો છે. તેની ખાસ વાત એ છે કે, તેને જીવંત રહેવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી. તે સૅલ્મોન માછલીની અંદર જોવા મળે છે. હેન્નેગુયા સૅલ્મિનિકોલાની શોધ બાદ વિજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા છે. અને હવે વિજ્ઞાનિકોએ આ અંગે વધુ સંશોધન કરવાનું શરૂ કરી દીધું છે. શું આ બહુકોષીય જીવની જેમ માનવી પણ ઓક્સિજન વિના જીવી શકે છે?
નેશનલ એકેડેમી ઓફ સાયન્સને ટાંકીને વિજ્ઞાનિકોએ આ જીવ વિશે જણાવ્યું કે, હેનેગુયા સાલ્મિનિકોલા સૅલ્મોન માછલીના શરીરમાં પરોપજીવીની જેમ રહે છે. સાલ્મિનિકોલાએ પોતાની જાતને એટલી હદે કસ્ટમાઇઝ કરી છે કે, તેને શ્વાસ લેવાની પણ જરૂર નથી. ઇઝરાયલની તેલ અવીવ યુનિવર્સિટીના વિજ્ઞાનિક ડોરોથી હ્યુચને આ જીવ વિશે કહ્યું કે, તેમને પણ અંદાજ ન હતો કે આ જીવની ઉત્ક્રાંતિ આ રીતે હશે.
મંગળ અને ચંદ્ર પર રહી શકે છે
પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર મનુષ્ય રહી શકતો નથી કારણ કે, ત્યાં ઓક્સિજન નથી. પરંતુ હેન્નેગુયા સાલ્મિનિકોલાને જીવવા માટે ઓક્સિજનની જરૂર નથી. એટલે કે, એવું કહી શકાય કે હેન્નેગુયા સાલ્મિનિકોલા મંગળ અને ચંદ્ર પર પણ જીવિત રહી શકે છે.